પરફેક્ટ કપલ ગણાતા અરબાઝ-મલાઈકાના લગ્ન કેમ તૂટ્યા? થયો ચોંકાવનારો ખુલાસો

અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના લગ્ન તૂટવાનું કારણ હવે બહાર આવી ગયું છે. બંનેના 20 વર્ષ જૂના લગ્ન સંબંધ તૂટવા અંગેના સમાચાર જ્યારે સામે આવ્યાં હતાં ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા હતાં.

પરફેક્ટ કપલ ગણાતા અરબાઝ-મલાઈકાના લગ્ન કેમ તૂટ્યા? થયો ચોંકાવનારો ખુલાસો

નવી દિલ્હી: અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના લગ્ન તૂટવાનું કારણ હવે બહાર આવી ગયું છે. બંનેના 20 વર્ષ જૂના લગ્ન સંબંધ તૂટવા અંગેના સમાચાર જ્યારે સામે આવ્યાં હતાં ત્યારે બધા સ્તબ્ધ થઈ ગયા હતાં. આખરે આટલી પરફેક્ટ જોડી કેમ તૂટી તે અંગે બધાને સવાલ હતો. પરંતુ હવે ડિવોર્સના બે વર્ષ બાદ તેનું કારણ જાહેર થયું છે. એવા અહેવાલ આવ્યાં છે કે મલાઈકા અને અરબાઝના અલગ થવાનું કારણ સટ્ટાબાજી હતું. અરબાઝ ખાન સટોડિયો બની ગયો હતો જેના કારણે મલાઈકા અલગ થઈ ગઈ. થાણા ક્રાઈમ બ્રાન્ચે આજે સલમાન ખાનના ભાઈ અરબાઝ ખાનની પૂછપરછ કરી. સૂત્રો પાસેથી એવું પણ જાણવા મળ્યું છે કે અરબાઝે સટ્ટાબાજીની વાત સ્વીકારી પણ છે.

અત્રે જણાવવાનું કે આઈપીએલમાં કથિત રીતે સટ્ટાબાજીના મામલે થાણા પોલીસે બોલિવૂડ અભિનેતા અને ફિલ્મ નિર્માતા અરબાઝ ખાનની પૂછપરછ કરી. ક્રાઈમ બ્રાન્ચના 3 અધિકારીઓએ અરબાઝની પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન ક્રાઈમ બ્રાન્ચે સોનૂ અને અરબાઝ ખાનનો સામનો પણ કરાવ્યો હતો. મળતી માહિતી મુજબ બંનેને એક સાથે 7 મિનિટ સુધી રાખવામાં આવ્યાં હતાં અને પૂછપરછ કરાઈ હતી.

શું છે સમગ્ર મામલો?
આઈપીએલમાં કથિત સટ્ટાબાજી મામલે થાણે પોલીસની ક્રાઈમ બ્રાન્ચે અરબાઝ ખાનને શુક્રવારે નોટિસ પાઠવીને આજે પૂછપરછ માટે બોલાવ્યો છે. પોલીસના જણાવ્યાં અનુસાર અરબાઝને મોકલવામાં આવેલા પત્રમાં પોલીસે તેની એક કથિત સટોડિયાની ધરપકડના સંદર્ભમાં તપાસમાં સામેલ થવા માટે  કહ્યું છે. સટોડિયો હાલમાં જ પૂરી થયેલી આઈપીએલ દરમિયાન કથિત રીતે સટ્ટો લગાવતો હતો. થાણે પોલીસ ક્રાઈમ બ્રાન્ચના એઈસીએ 15મી મેના રોજ આ ગંગનો પર્દાફાશ કર્યો હતો અને મુંબઈમાં સોનૂ જાલાન ઉર્ફે સોનૂ મલાડ સહિત ચાર લોકોની ધરપકડ કરી હતી. જાલાન દેશના ટોચના સટોડિયામાં સામેલ છે.

એઈસીના પ્રમુખ વરિષ્ઠ નિરીક્ષણ પ્રદીપ શર્માએ કહ્યું કે તપાસ દરમિયાન જાલાન અને અરબાઝના કનેક્શન અંગે માલુમ પડ્યું. અભિનેતાને આ સંદર્ભે એઈસી કાર્યાલયમાં હાજર થવા જણાવાયું છે. એક અન્ય વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે અમને શક છે કે ખાને આઈપીએલની મેચોમાં સટ્ટો લગાવ્યો હતો અને તેના બેંક લેણ દેણની તપાસ કરવા માંગીએ છીએ.

અધિકારીએ ધરપકડ  કરાયેલા આરોપીની પૂછપરછનો હવાલો આપતા જણાવ્યું કે અરબાઝ ખાન સટ્ટામાં જાલાન આગળ કથિત રીતે 2.80 કરોડ રૂપિયા હારી ગયો હતો અને આ રકમ ચૂકવી રહ્યો નહતો. ત્યારબાદ સટોડિયાએ અભિનેતાને ધમકી આપી હતી. અનેક પ્રયત્નો બાદ પણ અરબાઝ ખાન સાથે સંપર્ક થઈ શક્યો નહીં. જાલાન મહારાષ્ટ્રના થાણે જિલ્લાના ડોમ્બિવલીથી સટ્ટાની કામગીરી ચલાવતો હતો.

અરબાઝને બાંદ્રા સ્થિત રહેઠાણ પર મોકલવામાં આવેલા સમનમાં જણાવાયું છે કે જાલાને ડોમ્બિવલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી આઈપીસીની કલમ 420, 465, 468, 471, અને સટ્ટા કાયદાની કલમ 4 (એ) તથા આઈટી કાયદાની કલમ 66 (એ) હેઠળ ધરપકડ કરાયો છે. અધિકારીએ જણાવ્યું કે જાલાનને આઈપીએલની મેચમાં સટ્ટો લગાવવા બદલ 2012માં મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે પણ પકડ્યો હતો. જાલાનની પોલીસ રિમાન્ડ આજે સમાપ્ત થઈ રહી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news