Singham 3 માં વિલન બનશે આ બોલીવુડ સ્ટાર, અજય દેવગનને દેશે જોરદાર ટક્કર

Singham 3: અજય દેવગનની ફિલ્મ સિંઘમ 3 આવતા વર્ષે એટલે કે વર્ષ 2024 માં રિલીઝ થવાની છે. સિંઘમ 3ને લઈને જે જાણકારી સામે આવી છે તે અનુસાર આ ફિલ્મમાં અજય દેવગનની સામે વિલનનો રોલ અર્જુન કપૂર નિભાવશે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર સિંઘમ 3 ફિલ્મમાં અર્જુન કપૂર વિલન તરીકે દેખાશે.

Singham 3 માં વિલન બનશે આ બોલીવુડ સ્ટાર, અજય દેવગનને દેશે જોરદાર ટક્કર

Singham 3: બોલીવુડના પોપ્યુલર એક્ટર અજય દેવગનની ફ્રેન્ચાઇઝી ફિલ્મ સિંઘમ ને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. અજય દેવગનની ફિલ્મ સિંઘમ  અને સિંઘમ  2 ને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હીટ સાબિત થઈ હતી. ત્યારે હવે લોકો અજય દેવગનની સિંઘમ 3 ની રાહ જોઈ રહ્યા છે. સિંઘમ 3 ને લઈને સત્તાવાર જાહેરાત ઘણા સમયથી કરી દેવામાં આવી છે 

આ પણ વાંચો:

અજય દેવગનની ફિલ્મ સિંઘમ 3 આવતા વર્ષે એટલે કે વર્ષ 2024 માં રિલીઝ થવાની છે. સિંઘમ 3ને લઈને જે જાણકારી સામે આવી છે તે અનુસાર આ ફિલ્મમાં અજય દેવગનની સામે વિલનનો રોલ અર્જુન કપૂર નિભાવશે. લેટેસ્ટ રિપોર્ટ અનુસાર સિંઘમ 3 ફિલ્મમાં અર્જુન કપૂર વિલન તરીકે દેખાશે.

રોહિત શેટ્ટી ના ડાયરેક્શનમાં બની રહેલી સિંઘમ 3 ને લઈને જે અપડેટ સામે આવ્યું છે તે અત્યાર સુધી સિક્રેટ રાખવામાં આવ્યું હતું. જાણકારી સામે આવી છે કે અર્જુન કપૂરે ફિલ્મમાં વિલન તરીકે એન્ટ્રી કરવા માટે તૈયારી પણ શરૂ કરી દીધી છે.

અજય દેવગનની ફિલ્મ સિંઘમ 2011માં અને સિંઘમ 2 2014માં રિલીઝ થઈ હતી અને હવે સિંઘમ 3  વર્ષ 2024 માં ઓગસ્ટ મહિનામાં રિલીઝ થશે. જો સિંઘમ 3 ની રિલીઝ ડેટમાં ફેરફાર કરવામાં નહીં આવે તો અલ્લુ અર્જુન ની ફિલ્મ પુષ્પા ટુ સાથે સિંઘમ થ્રી ની ટક્કર થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news