આયુષ્યમાન ખુરાનાનો શોકિંગ ખુલાસો, લીડ રોલ માટે મૂકાઈ હતી આ શરમજનક શરત 

અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ પોતાના કારકિર્દીની શરૂઆતના દિવસોના અનુભવો અંગે જણાવ્યું કે કેવી રીતે તેને એક રોલ માટે 'કોમ્પ્રોમાઈઝ' કરવાનું કહેવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર આયુષ્યમાન ખુરાનાએ કહ્યું હતું કે, "એક કાસ્ટિંગ ડાઈરેક્ટરે મને કહ્યું કે જો હું તેમને મારો ટૂલ દેખાડું તો તેઓ મને ફિલ્મમાં લીડ રોલ આપશે. મે તેમને સ્પષ્ટ કહી દીધુ કે હું સ્ટ્રેટ છું, મે તેમને ના પાડી દીધી."

આયુષ્યમાન ખુરાનાનો શોકિંગ ખુલાસો, લીડ રોલ માટે મૂકાઈ હતી આ શરમજનક શરત 

નવી દિલ્હી: અભિનેતા આયુષ્યમાન ખુરાનાએ પોતાના કારકિર્દીની શરૂઆતના દિવસોના અનુભવો અંગે જણાવ્યું કે કેવી રીતે તેને એક રોલ માટે 'કોમ્પ્રોમાઈઝ' કરવાનું કહેવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી આઈએએનએસ અનુસાર આયુષ્યમાન ખુરાનાએ કહ્યું હતું કે, "એક કાસ્ટિંગ ડાઈરેક્ટરે મને કહ્યું કે જો હું તેમને મારો ટૂલ દેખાડું તો તેઓ મને ફિલ્મમાં લીડ રોલ આપશે. મે તેમને સ્પષ્ટ કહી દીધુ કે હું સ્ટ્રેટ છું, મે તેમને ના પાડી દીધી."

जब टूट गया था Ayushmann Khurrana का आत्मविश्वास, तो आंसुओं से चुकाई थी इसकी कीमत

આયુષ્યમાને બોલિવૂડમાં પોતાના શરૂઆતના દિવસો અંગે કહ્યું કે, "સોલો ટેસ્ટ માટે ઓડિશન થતા હતાં. એક રૂમમાં એક સમયે એક જ વ્યક્તિ જોવા મળતો હતો. પરંતુ અચાનક ત્યાં લોકોની સંખ્યા વધી જતી હતી અને એક રૂમમાં લગભગ 50 લોકો જોવા મળતાં. જ્યારે મેં આ વાત પર અવાજ ઉઠાવ્યો તો તેમણે મને ત્યાંથી મને નીકળી જવા માટે કહ્યું. મેં પણ ઘણા રિજેક્શન ફેસ કરેલા છે. પરંતુ આ રિજેક્શને મને નબળો નહીં પરંતુ મજબુત બનાવ્યો." 

इसलिए अलग सबजेक्ट वाली फिल्म चुनते हैं Ayushmann Khurrana, सामने आई बड़ी वजह

આયુષ્યમાને વધુમાં કહ્યું કે હું રિજેક્શનને ફેસ કરવાનું જાણતો હતો. શરૂઆતના રિજેક્શને મને મજબુત બનાવ્યો. પરંતુ આજના સમયમાં હું કદાચ આ સહન ન કરી શકત. દર શુક્રવારે બધુ બદલાઈ જાય છે. બે-ત્રણ વર્ષથી મારા માટે દર શુક્રવાર લકી રહ્યો છે. કદાચ મારું આ નસીબ છે. નાના પડદા પર ડગ માંડ્યા બાદ આયુષ્યમાને 2012માં વિક્કી ડોનર ફિલ્મથી બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાના અભિનય અને મજાકીયા સ્ક્રિન પ્રેઝન્સના દમ પર તેણે દર્શકોના મન જીતી લીધા. આજે તેની ગણતરી મોટા કલાકારોમાં થાય છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news