#MeToo : આયુષ્યમાનની પત્ની મોટો ખુલાસો, જાણીને હલી જશો

35 વર્ષયી રાઇટર અને ડિરેક્ટર તાહિરાએ ટ્વીટ કરીને પોતાની સ્ટોરી શેયર કરી છે

#MeToo : આયુષ્યમાનની પત્ની મોટો ખુલાસો, જાણીને હલી જશો

મુંબઈ : દેશમાં વધી રહેલી યૌન ઉત્પીડનના કિસ્સા પર  પ્રકાશ ફેંકતા '#MeToo' અભિયાન અંતર્ગત બોલિવૂડ સ્ટાર આયુષ્યમાન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપે પણ પોતાનો અનુભવ શેયર કર્યો છે. 35 વર્ષીય તાહિરા રાઇટર અને ડિરેક્ટર છે. તાહિરાએ ટ્વીટ કરીને કહ્યું છે કે કે, "મેં લગભગ 20 વર્ષ પછી મારા અનુભવને મારા પતિ અને પરિવારજનો સાથે શેયર કર્યો અને એ પછી મને શાંતિ મળી હતી. હકીકતમાં મોટાભાગે તમારા નજીકના સ્વજનો જ રાક્ષસ પુરવાર થતા હોય છે. મારો અનુભવ એટલો ખરાબ હતો કે હું શારીરિક સ્પર્શ સુદ્ધાંથી ડરવા લાગી હતી. મારા પતિ આયુષ્યમાનના પ્રેમ અને ધૈર્યથી હું નોર્મલ થઈ શકી છું.''

તાહિરાએ કહ્યું છે કે ''આ અભિયાન માત્ર ચર્ચિત ચહેરાઓ માટે નથી. તમામ ક્ષેત્રોની મહિલાઓએ બેધડક એ પુરુષોની હકીકત સામે લાવવી જોઈએ જેમણે પોતાની સીમા ઓળંગી હોય. આ અભિયાનમાં પુરુષો ભાગ લઈ રહ્યા છે અને મહિલાઓ હિંમતપૂર્વક વાત રજૂ કરી રહી છે એ સરાહનીય છે.''

હાલમાં આયુષ્માન ખુરાનાની તાહિરાએ જણાવ્યું કે, તેને બ્રેસ્ટ કેન્સર છે અને તેને આ કેન્સર શરૂઆતના સ્ટેજ પર છે. અભિનેતા આયુષ્માન ખુરાના આજકાલ પોતાની અપકમિંગ ફિલ્મ ‘બધાઈ હો’ નાં પ્રમોશનમાં વ્યસ્ત છે, હાલમાં તેને પોતાની પત્નીને કેન્સરની બીમારી વિશે વાત કરી હતી. શનિવારે અભિનેતાની પત્ની તાહિરાએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા ખુલાસો કર્યો હતો તેને બ્રેસ્ટ કેન્સર છે પણ એ લગભગ મટી જવાની તૈયારીમાં છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news