Bade Miyan Chote Miyan ફિલ્મનું trailer જોઈ સલમાન ખાને કરી આવી કોમેન્ટ, રિલીઝ પહેલા ફિલ્મ બની ચર્ચાનો વિષય

Bade Miyan Chote Miyan: આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે જેને લોકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ અને ટ્રેલર ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે સલમાન ખાને તેના પર ખાસ કોમેન્ટ કરી છે. સલમાન ખાને ફિલ્મ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી દીધી છે.

Bade Miyan Chote Miyan ફિલ્મનું trailer જોઈ સલમાન ખાને કરી આવી કોમેન્ટ, રિલીઝ પહેલા ફિલ્મ બની ચર્ચાનો વિષય

Bade Miyan Chote Miyan:વર્ષ 2024માં બેક ટુ બેક ઘણી બધી ફિલ્મો રિલીઝ થવા જઈ રહી છે. વર્ષની શરૂઆતથી અત્યાર સુધીમાં ઘણી બધી ફિલ્મો રિલીઝ થઈ છે અને હવે ટૂંક સમયમાં અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની બડે મિયા છોટે મિયા ફિલ્મ પણ રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે જેને લોકો પસંદ કરી રહ્યા છે. આ ફિલ્મ અને ટ્રેલર ચર્ચાનો વિષય બન્યા છે. કારણ કે સલમાન ખાને તેના પર ખાસ કોમેન્ટ કરી છે. સલમાન ખાને ફિલ્મ અંગે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી દીધી છે. 

બડે મિયા છોટે મિયા ફિલ્મ પર સલમાન ખાનનું રિએક્શન

સલમાન ખાને પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર બડે મિયા છોટે મિયા ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે. સાથે જ ટ્રેલરના જોરદાર વખાણ પણ કર્યા છે. સલમાન ખાને લખ્યું છે કે, બડે મિયા છોટે મિયા ફિલ્મ માટે અક્કી અને ટાઈગર ને શુભેચ્છા. આ ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થશે. સલમાન ખાને આગળ એમ પણ લખ્યું કે આ ફિલ્મ ટાઈગર અને સુલતાનનો પણ રેકોર્ડ તોડશે. 

ફિલ્મ બડે મિયા છોટે મિયા ફિલ્મ 

ફિલ્મ બડે મિયા છોટે મિયા નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં ટાઈગર અને અક્ષયની જોડી જોવા મળશે.. આ બંનેની જોડી લોકોને પસંદ આવી રહી છે. ફિલ્મના ટ્રેલરમાં નવો ટ્વિસ્ટ પણ જોવા મળે છે. જેના કારણે ફિલ્મના ટ્રેલરને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. 

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની ફિલ્મ બડે મિયા છોટે મિયા 10 એપ્રિલ રિલીઝ થશે. આ ફિલ્મથી લોકોને ઘણી બધી અપેક્ષાઓ છે. અક્ષય કુમાર માટે પણ આ ફિલ્મ ખૂબ જ મહત્વની છે. જોકે આ ફિલ્મની ટક્કર અજય દેવગનની ફિલ્મ મેદાન સાથે થશે કારણકે આ ફિલ્મ પણ 10 એપ્રિલ જ રિલીઝ થઈ રહી છે. 10 એપ્રિલે બોક્સ ઓફિસ પર બે મોટી ફિલ્મો ટકરાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news