મોટો ધડાકો : અશુભ સાબિત થઈ શકે છે દીપિકા-રણવીરના લગ્ન? કારણ કે...

રણવીર અને દીપિકાના કોંકણી રિવાજ પ્રમાણે લગ્ન થઈ ગયા છે અને આજે સિંધી રિવાજ પ્રમાણે લગ્ન છે

મોટો ધડાકો : અશુભ સાબિત થઈ શકે છે દીપિકા-રણવીરના લગ્ન? કારણ કે...

મુંબઈ : નવી દિલ્હી : બોલિવૂડની 'મસ્તાની' દીપિકા પાદુકોણને આખરે પોતાનો પ્રેમ મળી ગયો છે. દીપિકા અને રણવીર આખરે ઇટાલીમાં લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. દીપિકા અને રણવીરે લેક કોમો ખાતે કોંકણી રિવાજથી લગ્ન કરી લીધા છે. 15 નવેમ્બરે આ જોડીના લગ્ન સિંધી રિવાજ પ્રમાણે થશે. 

આ જોડીનું લગ્નજીવન કેવું રહેશે એ જ્યોતિષશાસ્ત્રની દૃષ્ટિએ રસપ્રદ સાબિત થશે. ઇન્ટરનેટ પરથી મળતી જાણકારી પ્રમાણે દીપિકા પાદુકોણનો જન્મ 5 જાન્યુઆરી, 1986ની રાત્રે 2:39 કલાકે ડેનમાર્કના કોપરહેગન ખાતે થયો હતો. આ સિવાય રણવીર સિંહ ભવનાનીનો જન્મ 6 જુલાઈ, 1985ના દિવસે બપોરે 12 વાગ્યે મહારાષ્ટ્રના મુંબઈમાં થયો હતો. આ ગ્રહદશાના આધારે જોઈએ તો અષ્ટકુટ સારણી પ્રમાણે આ લગ્ન શુભ નથી અને એ માટે અનેક કારણો જવાબદાર છે. 

1. બૃહસ્પતિનો અસ્ત : પતિના કારક દેવ ગુરુ બૃહસ્પતિનો સોમવારે (12 નવેમ્બર, 2018)ની બપોરે 12:56 કલાકે અસ્ત થઈ ગયો છે. આ તારો અસ્ત થાય એ પછી હિંદુ વિવાહ અને અન્ય માંગલિક કાર્ય નથી કરી શકાતા. દેવ ગુરુ બૃહસ્પતિ 10 ડિસેમ્બર, 2018 સુધી અસ્ત રહેશે.

2.રણવીર અને દીપિકા વચ્ચે મંગળદોષ છે. આ જોડીમાં દીપિકા માંગલિક છે પણ રણવીર માંગલિક નથી. 

3. દીપિકા અને રણવીર વચ્ચે અષ્ટકુટ, ગુણ દોષ અને ભકૂટ દોષ જોવા મળે છે. આના કારણે વિવાહને શુભ નથી ગણવામાં આવતા. 

અમે ઇશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તેમનું જીવન ખુશીઓથી છલકાઈ જાય અને અમે ઉજ્જવળ જીવનની કામના કરીએ છીએ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news