OMG!! શું બિગબોસમાંથી સલમાનની થઈ ગઈ છુટ્ટી, હવે આ એક્ટર શો હોસ્ટ કરશે

આ વર્ષના બિગબોસમાઁથી મોટા અપડેટ સામે આવ્યા છે. બિગબોસમાથી સલમાન ખાન (Salman Khan) ની છુટ્ટી થઈ ગઈ છે. હવે ફિલ્મ નિર્માતા કરણ જૌહર (Karan Johar) આ કોન્ટ્રોવર્સી રિયાલિટી શો બિગબોસી ઓટીટીને હોસ્ટ કરશે. આ માટે તેમણે કોન્ટ્રાક્ટ કર્યો છે. 

OMG!! શું બિગબોસમાંથી સલમાનની થઈ ગઈ છુટ્ટી, હવે આ એક્ટર શો હોસ્ટ કરશે

ઝી મીડિયા/બ્યૂરો :આ વર્ષના બિગબોસમાઁથી મોટા અપડેટ સામે આવ્યા છે. બિગબોસમાથી સલમાન ખાન (Salman Khan) ની છુટ્ટી થઈ ગઈ છે. હવે ફિલ્મ નિર્માતા કરણ જૌહર (Karan Johar) આ કોન્ટ્રોવર્સી રિયાલિટી શો બિગબોસ ઓટીટીને હોસ્ટ કરશે. આ માટે તેમણે કોન્ટ્રાક્ટ કર્યો છે. 

કરણ જોહરે દર્શકોને આપ્યો મેસેજ
આ વિશે કરણ જોહરનું કહેવુ છે કે, મારી માતા અને હું બિગબોસના બહુ જ મોટા ફેન છીએ. એક દિવસ માટે પણ હું આ શોને મિસ કરવાનો નથી. એક દર્શકના રૂપમાં આ શોની કમાન મારા હાથમાં સંભાળવા માટે હું બહુ એક્સાઈટેડ છું. હું દર્શકોને કહેવા માંગુ છું કે, મેં હંમેશા આ શોનો આનંદ ઉઠાવ્યો છે. હવે જ્યારે બિગબોસ ઓટીટી શો હોસ્ટ કરવા જઈ રહ્યું છે, તો તે નિશ્ચિત રૂપે મોટી ઊંચાઈ પર જશે. 

 
ફિલ્મ નિર્માતા કરણ જૌહરે એમ પણ કહ્યું કે, તેમના માતા હિરુ જૌહરનુ સપનુ સાચુ થઈ ગયુ છે. બિગબોસ ઓટીટી સનસનીખેજ અને નાટકીય બની રહેશે. મને આશા છે કે, હું મારા દર્શકો તથા મારા મિત્રોની આશા પર ખરો ઉતરી શકું. વિકેન્ડ કા વાર સ્પર્ધાને પોતાના અંદાજમાં મજેદાર બનાવી શકુ છું. હવે તેની રાહ જુઓ. 

 

શો ક્યારે લોન્ચ થશે
કરણ જોહર બિગબોસ ઓટીટી છ સપ્તાહ સુધી ચાલનારા શોનું એન્કરિંગ કરશે. જેનું પ્રીમિયર 8 ઓગસ્ટના રોજ વૂટ પર થશે. ડિજીટલ એક્સક્લુઝિવના પૂરા થયા બાદ, શો બિગબોસની સીઝન 15 ના લોન્ચની સાથે કલર્સ પર પહેલાની જેમ નજર આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news