Bigg Boss 12, ફૂટ એપિસોડ, 17 ઓક્ટોબર: શ્રીસંતે વાપસી સાથે કરી ગંદી હરકત, ક્રોધે ભરાયા ઘરવાળા...VIDEO VIRAL

લાંબા સમય સુધી સીક્રેટ રૂમમાં રહીને ઘરમાં ફરીથી એંટ્રી કરનાર ક્રિકેટર શ્રીસંતે પોતાની ખરાબ હરકતોના લીધે લોકોની નજરમાં ઉતરી રહ્યો છે. બુધવારે થયેલા એક ટાસ્કમાં શ્રીસંતે દીપક ઠાકુરના નામ પર થૂંકીને આખા ઘરમાં નફરતનો માહોલ ઉભો કરી દીધો છે. આવી ગંદી હરકતના લીધે ફરી એકવાર શ્રીસંત ચર્ચામાં છે, ઘરમાંથી એવિક્ટ થઇને સીક્રેટ રૂમમાં જતાં ઘરવાળા ખૂબ દુખી હતા.

Bigg Boss 12, ફૂટ એપિસોડ, 17 ઓક્ટોબર: શ્રીસંતે વાપસી સાથે કરી ગંદી હરકત, ક્રોધે ભરાયા ઘરવાળા...VIDEO VIRAL

નવી દિલ્હી: લાંબા સમય સુધી સીક્રેટ રૂમમાં રહીને ઘરમાં ફરીથી એંટ્રી કરનાર ક્રિકેટર શ્રીસંતે પોતાની ખરાબ હરકતોના લીધે લોકોની નજરમાં ઉતરી રહ્યો છે. બુધવારે થયેલા એક ટાસ્કમાં શ્રીસંતે દીપક ઠાકુરના નામ પર થૂંકીને આખા ઘરમાં નફરતનો માહોલ ઉભો કરી દીધો છે. આવી ગંદી હરકતના લીધે ફરી એકવાર શ્રીસંત ચર્ચામાં છે, ઘરમાંથી એવિક્ટ થઇને સીક્રેટ રૂમમાં જતાં ઘરવાળા ખૂબ દુખી હતા.


શ્રીસંતથી નારાજ નજરે પડતા ઘરવાળા (ફોટો સાભાર ટ્વિટર @Colors) 

ઘોડા ગાડી લક્સરી ટાસ્ક દરમિયાન દીપક ઠાકુરે પોતાની ગેમ સ્ટાઇલ તરીકે ઘોડાની કેપને ઘરની અંદર છુપાવી દીધી, ત્યારબાદ દીપિકાએ દીપક ઠાકુરના પોઇંટને ભૂંસવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ દીપિકા કક્કડ અને દીપક ઠાકુર વચ્ચે બોલાચાલી શરૂ થઇ ગઇ. એટલું જ નહી, દીપિકાએ ગુસ્સામાં આવીને સ્વીમિંગ પૂલમાંથી પાણી કાઢીને દીપક પર ફેંક્યું. આમ થયા બાદ બંને વચ્ચે થોડી ગરમાગરમીનો માહોલ બન્યો. અહીં ફક્ત તૂ તૂ મેં મેં જ ન થઇ માહોલ બગડ્યો તો સુધરવાના અણસાર ખતમ જ થઇ ગયા. 

     ke bartaav se hue gharwale naraaz, kya plot kar rahe hain woh ek nayi strategy Dekhiye aaj mein raat 9 baje.

    — COLORS 

દીપક ઠાકુર રડી પડ્યા
દીપિકા કક્કડ અને દીપક ઠાકુર આ મામલે પરસ્પર ઝઘડી રહ્યા હતા કે વચ્ચે શ્રીસંત આવી પહોંચ્યો અને પોઇન્ટ ટેબલ પર લખેલું દીપકનું નામ ભૂંસવાનું શરૂ કરી દીધું. પહેલાં તેણે પાણીનો ઉપયોગ કર્યો અને પછી જ્યારે પાણી ન મળ્યું તો તેણે દીપકના નામ પર થૂંકીને તેને ભૂંસવાનું શરૂ કરી દીધું. શ્રીસંતની આ ગંદી હરકતને જોઇને બધા ઘરવાળાને ખૂબ ગુસ્સો આવ્યો અને પછી તેના પર ગુસ્સે ભરાયા. સુરભી રાણાએ શ્રીસંતને તેમની હરકત પર ખરી ખોટી સંભળાવી, સુરભીએ કહ્યું કે 'તારી હરકતો જોઇને લાગતું નથી કે તું સેલિબ્રેટી હોય, બાળકો જેવી ગંદી હરકતો કરી રહ્યો છે.'

શ્રીસંતને રોમિલે ખખડાવ્યો
ઘરવાળા જ્યાં શ્રીસંતને ખખડાવી રહ્યા હતા, ત્યાં દીપિકા કક્કડે આ મુદ્દે શાંત જોવા મળી રહી હતી. તેમછતાં શ્રીસંત પોતાની ભૂલ સ્વિકારવા માટે તૈયાર ન હતો. સતત પોતાની આ હરકત પર અડેલો હતો. રોમિલ ચૌધરીએ પણ તેના પર ગુસ્સો વ્યક્ત કર્યો. શ્રીસંતની આ ગંદી હરકતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. હવે જોવાનું એ છે કે આગામી એપિસોડમાં ઘરવાળા શ્રીસંતની આ હરકતને ભૂલી જાય છે કે તેને તેના માટે કોઇ પાઠ ભણાવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news