Live શોમાં નેહા ભસીને તેની અન્ડરવેર... આ ગંદી હરકત જોઈ બધા ચોંકી ઉઠ્યા

બિગ બોસ ઓટીટીના (Bigg Boss OTT) લેટેસ્ટ એપિસોડમાં દિવ્યા અગ્રવાલ (Divya Agarwal) અને નેહા ભસીનની ઘણાસાણ ચર્ચા જોવા મળી હતી. ચર્ચાનું કારણ જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. નેહા ભસીને (Neha Bhasin) એવી ગંદી હરકત કરી કે દિવ્યાથી સહન ના થયું

Live શોમાં નેહા ભસીને તેની અન્ડરવેર... આ ગંદી હરકત જોઈ બધા ચોંકી ઉઠ્યા

નવી દિલ્હી: બિગ બોસ ઓટીટીના (Bigg Boss OTT) લેટેસ્ટ એપિસોડમાં દિવ્યા અગ્રવાલ (Divya Agarwal) અને નેહા ભસીનની ઘણાસાણ ચર્ચા જોવા મળી હતી. ચર્ચાનું કારણ જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. નેહા ભસીને (Neha Bhasin) એવી ગંદી હરકત કરી કે દિવ્યાથી સહન ના થયું. બંને વચ્ચે ઝગડો ત્યારે શરૂ થયો જ્યારે દિવ્યા કિચનમાં સિંક પર એક ગંદી અન્ડરવેર જોઈ. દિવ્યાને કિચન સિંકમાં અન્ડરવેર જોઈ ગુસ્સો આવ્યો હતો.

નેહાએ કરી ગંદી હરકત
આ દરમિયાન શમિતા શેટ્ટી પણ ત્યાં હાજર છે. દિવ્યા (Divya Agarwal) તેને પણ જોવે છે. શમિતા તરફથી કોઈ જવાબ મળતો નથી. ત્યારબાદ મુસ્કાનને પૂછવામાં આવે છે. જેના પર તે સ્પષ્ટ કરે છે કે, તે અન્ડરવેર તેની નથી. મુસ્કાન કહે છે કે, કદાચ તે નેહા ભસીનની (Neha Bhasin) હશે. દિવ્યા આ હરકતથી સંપૂર્ણપણે નારાજ થઈ જાય છે. તે દરમિયાન નેહા ભસીન ત્યાં આવે છે અને તે કહે છે કે તે અન્ડરવેર તેની છે અને તેને લઈને જતી રહે છે. નેહા કે છે કે, તેણે તે અન્ડરવેર ધોવા માટે રાખી હતી અને માફી માંગે છે.

નેહાએ કરી સ્પષ્ટતા
દિવ્યાથી (Divya Agarwal) નેહા ભસીનની આ હરકત જોઈ શકાતી નથી અને દિવ્યા કહે છે કે, તે ખુબ જ ગંદી છે નેહા. નેહા ભસીન (Neha Bhasin) પણ તેના પર ચૂપ રહેતી નથી અને કહે છે કે, મને દરેક બાબતમાં તમારા અભિપ્રાયની જરૂરિયાત નથી. વધારે થઈ રહ્યું છે. મેં ત્યાં તેને ધોવા માટે મુકી હતી. તમે એક ઘૃણાસ્પદ મહિલા છે. તમે જે પણ કહો તે ઘૃણાસ્પદ છે. મેં હમણાં જ કહ્યું કે હું માફી માંગુ છું કારણ કે, તમે આને મુદ્દો કેમ બનાવી રહ્યા છો? તે માત્ર એક નાની વાત છે અને કોઈ મોટી વાત નથી.

નેહાએ દિવ્યાને ઘૃણાસ્પદ ગણાવી
દિવ્યા અગ્રવાલ (Divya Agarwal) જડબાતોડ જવાબ આપે છે અને કહે છે, 'હું જે પણ કહું છું તે ઘૃણાસ્પદ હોય છે. તમે મને ઘૃણાસ્પદ કહી શકો છો. નેહા ભસીન (Neha Bhasin) આગળ કહે છે કે, 'હું મેડિકલ રૂમમાં હતી અને હવે પાછી સુતી છું. તે માત્ર એક અન્ડરવેર છે 'દિવ્યા અગ્રવાલ કહે છે કે નેહા હંમેશા આ રીતે બૂમો પાડે છે.

ગૌહર ખાનને આવ્યો ગુસ્સો
નેહા ભસીનના (Neha Bhasin) આ કૃત્ય પર ગૌહર ખાને ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. અભિનેત્રીએ ટ્વિટ કરીને લખ્યું, 'સૌ પ્રથમ, આ રીતે ગંદા અન્ડરગાર્મેન્ટ્સ છોડવું ખોટું છે. છોકરીઓ માટે આવું કરવું યોગ્ય નથી. સૌથી ઉપર તમે તેને બીજી છોકરી માટે કેવી રીતે શરમજનક બનાવી શકો છો. તેને ઘૃણાસ્પદ કહેવું, તેને સાર્વજનિક બનાવવું અને એક છોકરીને ખૂબ શરમજનક બનાવવું, ખૂબ જ દુ:ખની વાત છે.

'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) મેકર્સ ટૂંક સમયમાં જ પરિવારના તમામ સભ્યોને નવા ઘરમાં મોકલવાની તૈયારી કરી રહ્યા છે. બઝર દૂર કરવામાં આવ્યું છે અને હવે કન્ટેસ્ટેન્ટ ફ્રી છે અને હવે એકલા રમશે. દિવ્યા અગ્રવાલ (Divya Agarwal) આ નિર્ણયથી ખૂબ જ ખુશ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news