VIDEOS : મધરાતે શાહરૂખ ખાનના બંગલાની બહાર ચાહકોની ધમાલ બર્થ-ડે ઉજવણી

બોલિવૂડના કિંગ ખાન શાહરૂખનો 2 નવેમ્બરના દિવસે જન્મદિવસ છે

VIDEOS : મધરાતે શાહરૂખ ખાનના બંગલાની બહાર ચાહકોની ધમાલ બર્થ-ડે ઉજવણી

મુંબઈ : 2 નવેમ્બર, 1965ના દિવસે જન્મેલા શાહરૂખ ખાનનો જન્મદિવસ છે. આ જન્મદિવસનું એડવાન્સ સેલિબ્રેશન કરવા માટે ગઈકાલે મધરાતે 12 વાગ્યે તેના ઘરની બહાર ચાહકોનો મોટો જમાવડો થયો હતો. મુંબઈના બાંદરાના બેન્ડસ્ટેન્ડ વિસ્તારમાં શાહરૂખનો બંગલો 'મન્નત' આવેલો છે અને આ બંગલાની બહાર મોટી સંખ્યામાં ચાહકોએ જમા થઈને બર્થ-ડે સેલિબ્રેશન કર્યું હતું. 

શાહરૂખના જન્મદિવસની ઉજવણી કરવા માટે આખા દેશમાંથી તેના ચાહકો આવ્યા હતા. આ ચાહકોના ગ્રૂપે પહેલા મરાઠા મંદિર થિયેટરમાં ફિલ્મ 'દિલવાલે દુલ્હનિયા લે જાએંગે' જોઈ હતી અને પછી મન્નતની બહાર ફટાકડાં પણ ફોડ્યા હતા. શાહરૂખની ટીમે પણ લાંબા સમયથી તેના ઘરની બહાર ભેગા થયેલા ચાહકોને નાસ્તો તેમજ પાણીની સગવડ આપી હતી. 

— Deepika. (@deepikc) November 1, 2018

— Rafiq Nathani srkian (@RafiqNathani_) November 1, 2018

શાહરૂખે પણ પ્રેમથી પોતાના ચાહકોનું અભિવાદન કર્યું હતું. તેણે ચાહકોને આ ધમાલભર્યા વાતાવરણમાં સલામત રહેવાની સલાહ આપી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news