જેને જોવા થિયેટરોમાં ઉમટી પડતા હતા લાખો લોકો...આખો જમાનો હતો જેનો દિવાનો

સિલ્કની અદાઓનો જાદૂ સૌ કોઈને હેરાન કરી રહ્યો હતો. એ એટલી તેજીથી દિલ પર છવાઈ ગઈ કે કોઈ સમજી ન શક્યું કે કેવી રીતે આવી અને અચાનક કઈ રીતે દિલો પર રાજ કરવા લાગી.

જેને જોવા થિયેટરોમાં ઉમટી પડતા હતા લાખો લોકો...આખો જમાનો હતો જેનો દિવાનો

Life of Actress Silk Smita: 70નો દાયકો ખતમ થવાનો હતો, એ દરમિયાન સાઉથની ફિલ્મોમાં એક અભિનેત્રીની બોલબાલા વધવા લાગી. જેની દરેક અદા પર લોકો ખેંચાતા હતા. જોતજોતામાં તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ફિલ્મોમાં છવાઈ જનારી આ એક્ટ્રેસ હતી વિજયલક્ષ્મી વદલાપતિ, જેણે મોટા પડદા પર સિલ્ક સ્મિતાના નામથી ઓળખ મેળવી. સિલ્કની અદાઓનો જાદૂ સૌ કોઈને હેરાન કરી રહ્યો હતો. એ એટલી તેજીથી દિલ પર છવાઈ ગઈ કે કોઈ સમજી ન શક્યું કે કેવી રીતે આવી અને અચાનક કઈ રીતે દિલો પર રાજ કરવા લાગી.

ગરીબ પરિવારમાં થયો જન્મ-
સિલ્કનો જન્મ 2 ડિસેમ્બર, 1960ના આંધ્ર પ્રદેશના એક નાના ગામમાં ખૂબ જ ગરીબ પરિવારમાં થયો હતો. તેના માતા-પિતાની આર્થિક સ્થિતિ એટલી ખરાબ હતી કે તેને વધુ ભણાવી ન શક્યા. એક્ટ્રેસને ઘરના કામમાં મદદ કરવી પડતી હતી. તો, સિલ્કના પરિવારે તેના લગ્ન એક બળદગાડાના ચાલક સાથે કરાવી દીધી. પરંતુ લગ્ન બાદ સિલ્કની મુસીબતો ઓછી થવાના બદલે વધી ગઈ.

ખરાબ વ્યવહાર કરતા હતા સાસરિયા-
કહેવાય છે કે સિલ્કને તેના પતિ અને સાસરિયા ખૂબ જ મારપીટ કરતા હતા. એક દિવસ સિલ્ક આ ત્રાસથી કંટાળીને ઘરેથી ભાગી ગઈ અને ચેન્નઈ પહોંચી ગઈ. અહીં પણ તેમને મુશ્કેલી તો થઈ પરંતુ તેમના માટે માટે આ જિંદગી પતિ સાથે રહેવા કરતા તો સારી હતી.     
અહીં તેમણે એક સાઉથ એક્ટ્રેસના ઘરે નોકરાણી તરીકે કામ કરવાનું શરૂ કર્યું. ફિલ્મો પ્રત્યે આકર્ષણ તેને પહેલાથી જ હતું. જે અહીં આવીને વધી ગયું. એ જ કારણ હતી કે તેણે એક્ટ્રેસના ઘરે નોકરાણીનું કામ ન છોડ્યું.

ઑડિશન આપવા લાગી સિલ્ક-
સિલ્કની નોકરાણી હોવાનો એ ફાયદો હતો કે મોટા-મોટા ફિલ્મકારોને તે મળી રહી હતી. સિલ્કને એ વાત તો સારી રીતે સમજમાં આવી ગઈ હતી કે હવે આવી રીતે બેઠા બેઠા કાંઈ નહીં થઈ શકે. બસ પછી તો તેણે ઑડિશન આપવાના શરૂ કરી દીધા. તેણે ક્યારેય અભિનયની કલા નહોતી શીખી, એટલે તે ઑડિશનમાં જ એક્ટિંગ શીખવા લાગી. આ દરમિયાન તેણે આખરે પોતાના કરિયરની શરૂઆત કરવાનો મોકો મળી ગયો. તેને 1979માં આવેલા તામિલ ફિલ્મ 'વિંડીચક્રમ'માં જોવામાં આવ્યો.

સિલ્કની અદાઓએ બનાવ્યો દીવાના-
આ ફિલ્મથી સિલ્કે દર્શકોના દિલમાં પોતાની ખાસ જગ્યા બનાવી લીધી. તેની મોટી નશીલી આંખો, તીખો નેણ-નકશો દર્શકોનો આકર્ષિત કરી રહ્યા હતા. જોતજોતામાં સિલ્ક એ મુકામ પર પહોંચી ગઈ હતી, જ્યારે લોકો માત્ર તેને જોવા માટે થિયેટર જવા લાગ્યા. ત્યાં સુધી કે અનેક ફિલ્મો તેના એક આઈટમ નંબરથી હિટ થઈ જતી હતી.

ચાર વર્ષમાં કરી 200 ફિલ્મો-
સ્થિતિ એવી હતી કે નિર્માતા-નિર્દેશક સિલ્કને તેની ફિલ્મમાં માત્ર એક ગીત માટે 50 હજાર રૂપિયા આપવા લાગ્યા હતા. એ સમયમાં આ રકમ ખૂબ જ મોટી હતી. એટલું નામ બની ચુક્યું હતું કે સાઉથની ફિલ્મમાં લગભગ તમામ ફિલ્મકાર તેમને કાસ્ટ કરવા માટે બેતાબ રહેતા હતા. જેનું પરિણામ એ આવ્યું કે માત્ર ચાર વર્ષમાં સિલ્કે 200 ફિલ્મો કરી.

ઢળવા લાગ્યું હતું કરિયર-
ફિલ્મોની લાંબી કતાર છતા સિલ્કનું કરિયર ઢળવા લાગ્યું હતું. દર્શક તેને એક જેવું જ કામ કરતી જોઈને કંટાળી ગયા હતા. એવામાં સિલ્કને એ ખબર પડી ગઈ હતી કે હવે તે એક્ટિંગમાં કોઈ કમાલ નહીં કરી શકે. એવામાં તેણે નિર્માાતા તરીકે હાથ અજમાવ્યો. જો કે, ત્યાં પણ તેને દર્શકોએ નકારી અને સિલ્ક આ નિષ્ફળતા ન સહન કરી શકી.

23 સપ્ટેમ્બરે થયું નિધન-
એક્ટ્રેસે બધાથી દૂર રહેવાનું શરૂ કર્યું અને તે શરાબની લતમાં ડૂબી ગઈ. 23 સપ્ટેમ્બર 1996ના દિવસે સિલ્કે હંમેશા માટે દુનિયાને અલવિદા કહી દીધું. તે ઘરમાં પંખેથી લટકેલી મળી હતી. તપાસમાં પોલીસે આ કેસને આત્મહત્યાનું નામ આપીને બંધ કરી દીધો. સિલ્કે જે છાપ દર્શકો પર છોડી છે, તે આજે પણ કાયમ છે. જે અદા સિલ્કમાં હતી તે કોઈમાં ન મળી.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news