110 વર્ષ વીત્યા, પણ બોલિવુડમાં આવી ફિલ્મ ન જોઈ, જેને બનવામાં લાગ્યા હતા 23 વર્ષ

ભારતીય ફિલ્મ ઈતિહાસ (Indian Film History) ને અંદાજે 110 વર્ષ થઈ ચૂક્યા છે. ઈન્ડસ્ટ્રીઝમાં અત્યાર સુધી અનેક બહેતરીન ફિલ્મો મધર ઈન્ડિયા, મુગલ-એ-આઝમ, સાહબ બીબી ઔર ગુલામ, મેરા નામ જોકર, વક્ત, ગાઈડ, પ્યાસા, શોલે, આંધી, ગોલમાન, જાને ભી દો યારો, માસુમ, સારાંશ બેન્ડીટ ક્વીન, દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે, લગાન, બાહુબલી જેવી ફિલ્મો બની છે. આવી અનેક ફિલ્મોએ બોલિવુડ (Bollywood) ને નવી ઊંચાઈ આપી છે. ભારતમાં અલગ અલગ ભાષામાં પણ અનેક ફિલ્મો બની છે. કેટલીક ફિલ્મો 3-4 મહિનામા બને છે, તો કેટલીક હાઈ બજેટની ફિલ્મને બનતા એક થી બે વર્ષનો સમય લાગી જતો હોય છે. પરંતુ કેટલીક ફિલ્મો એવી પણ છે જે કોઈ કારણોસર અધૂરી રહી જાય છે. આવામાં એક બોલિવુડ ફિલ્મ એવી છે, જેને બનવામાં એક-બે કે ત્રણ વર્ષ નહિ, પરંતુ 23 વર્ષ લાગ્યા હતા. 
110 વર્ષ વીત્યા, પણ બોલિવુડમાં આવી ફિલ્મ ન જોઈ, જેને બનવામાં લાગ્યા હતા 23 વર્ષ

ઝી મીડિયા/બ્યૂરો :ભારતીય ફિલ્મ ઈતિહાસ (Indian Film History) ને અંદાજે 110 વર્ષ થઈ ચૂક્યા છે. ઈન્ડસ્ટ્રીઝમાં અત્યાર સુધી અનેક બહેતરીન ફિલ્મો મધર ઈન્ડિયા, મુગલ-એ-આઝમ, સાહબ બીબી ઔર ગુલામ, મેરા નામ જોકર, વક્ત, ગાઈડ, પ્યાસા, શોલે, આંધી, ગોલમાન, જાને ભી દો યારો, માસુમ, સારાંશ બેન્ડીટ ક્વીન, દિલવાલે દુલ્હનીયા લે જાયેંગે, લગાન, બાહુબલી જેવી ફિલ્મો બની છે. આવી અનેક ફિલ્મોએ બોલિવુડ (Bollywood) ને નવી ઊંચાઈ આપી છે. ભારતમાં અલગ અલગ ભાષામાં પણ અનેક ફિલ્મો બની છે. કેટલીક ફિલ્મો 3-4 મહિનામા બને છે, તો કેટલીક હાઈ બજેટની ફિલ્મને બનતા એક થી બે વર્ષનો સમય લાગી જતો હોય છે. પરંતુ કેટલીક ફિલ્મો એવી પણ છે જે કોઈ કારણોસર અધૂરી રહી જાય છે. આવામાં એક બોલિવુડ ફિલ્મ એવી છે, જેને બનવામાં એક-બે કે ત્રણ વર્ષ નહિ, પરંતુ 23 વર્ષ લાગ્યા હતા. 

લવ એન્ડ ગોડ, Love and God
આ બોલિવુડ ફિલ્મનું નામ લવ એન્ડ ગોડ હતી, જેને બનવામાં પૂરા 23 વર્ષ લાગ્યા હતા. આજે પણ આ ફિલ્મનો રેકોર્ડ છે. આ ફિલ્મને ‘કેસ એન્ડ લૈલા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. વર્ષ 1986 માં રિલીઝ થયેલી લવ એન્ડ ગોડના ફિલ્મ નિર્માતા કે.આસીફ હતા. જે તેમના નિર્દેશનમાં બનેલી પહેલી અને એકમાત્ર કલર ફિલ્મ હતી, અને આ જ ફિલ્મ તેમની અંતિમ ફિલ્મ પણ બની હતી. આ ફિલ્મમાં તેમણે લૈલા-મજનુની પૌરાણિક પ્રેમ કહાની બતાવી હતી, જેમાં અભિનેત્રી નિમ્મીએ લૈલા, અને સંજીવ કુમારે મજનુની ભૂમિકા ભજવી હતી. 

1963 માં શરૂ થયુ શુટિંગ
લવ એન્ડ ગોડ ફિલ્મનું નિર્માણ વર્ષ 1963 માં શરૂ થયુ હતું. આ દરમિયાન ફિલ્મના લીડ એક્ટર ગુરુદત્ત હતા. પરંતુ વર્ષ 1964 માં તેમનુ નિધન થયુ હતું. જેને કારણે ફિલ્મનુ શુટિંગ રોકી દેવાયુ હતું. બાદમાં 1970 માં ફિલ્મના લીડ રોલમાં સંજીવ કુમારને લેવામાં આવ્યા હતા. પરંતુ તેના બાદ ખુદ કે.આસીફની તબિયત લથડી હતી અને વર્ષ 1971 માં તેમનુ નિધન થયુ હતું. 
 
15 વર્ષ બાદ ફરી શરૂ થઈ ફિલ્મ
અભિનેતા ગુરુદત્ત સાથે લવ એન્ડ ગોડનું 10 ટકા શુટિંગ થઈ ગયુ હતું. તેમના મોત બાદ ફરીથી સંજીવ કુમાર સાથે શુટિંગ કરાયુ હતું. પરંતુ માત્ર 10 ટકા શુટિંગમાં જ 8 વર્ષનો લાંબો સમય લાગી ગયો હતો. પરંતુ કે.આસીફના મોત બાદ એવુ લાગી રહ્યુ હતુ કે ફિલ્મ બંધ થઈ જશે. પરંતુ તેવુ ન થયું. અંદાજે 15 વર્ષ બાદ આસીફના પત્ની અખ્તર અસીફે નિર્માતા કેસી બોકાડિયાની મદદથી અધૂરી ફિલ્મનુ શુટિંગ ફરી શરૂ કરાવ્યું.

1986માં રિલીઝ થઈ ફિલ્મ
ડાયરેક્ટર કેસી બોકાડિયાની મદદથી અને ફિલ્મના તમામ કલાકારોના સહયોગથી ફિલ્મનું બાકી બચેલુ શુટિંગ પણ પૂરુ થયુ હતું. આખરે 27 મે, 1986 ના રોજ ફિલ્મ રિલીઝ થઈ હતી. પરંતુ ફિલ્મના રિલીઝ સમય સુધી અનેક કલાકારોનું મૃત્યુ થયુ હતું. જેમાં ફિલ્મના મુખ્ય કલાકાર સંજીવ કુમાર પણ સામેલ હતા. સંજીવ કુમારનું નિધન ફિલ્મના રિલીઝના એક વર્ષ પહેલા 1985 માં થયુ હતું. 

ફિલ્માં સંજીવ કુમાર અને નિમ્મી ઉપરાંત સિમ્મી ગરેવાલ, પ્રાણ, અમજદ ખાન, અચલા સચદેવ અને લલિતા પવાર જેવા કલાકારો હતા. જેનુ સંગીત નૌશાદ અલીએ આપ્યુ હતુ. ફિલ્મના ગીતો ખુમાર બારાબંકવીએ લખ્યા હતા, જેને મહંમદ રફી, લતા મંગેશકર, આશા ભોંસલે, મુકેશ, તલત મહેમૂદ, મન્ના ડે અને હેમંત કુમારે ગાયા હતા.   

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news