ફિલ્મ 'ખાનદાની શફાખાના'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો, જુઓ VIDEO

આ સ્ક્રીનિંગ ખાસકરીને સોનાક્ષીની ફેમિલી અને તેમના ખાસ મિત્રો માટે રાખવામાં આવી હતી. આ સ્ક્રીનિંગમાં બોલીવુડમાંથી સોનાક્ષીના કેટલાક મિત્રો પણ સામેલ થયા હતા. કેટલાક ખાસ સેલેબ્રિટી જેમ કે સુપરસ્ટાર અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, બાદશાહ અને ઋચા ચઢ્ઢા જેવા ને ઘણા એક્ટર ફિલ્મની સ્ક્રિનિંગમાં જોવા મળ્યા હતા. આ બધા ફિલ્મને લઇને એક્સાઇટેડ જોવા મળ્યા હતા. 

ફિલ્મ 'ખાનદાની શફાખાના'ની સ્પેશિયલ સ્ક્રીનિંગમાં બોલીવુડ સ્ટાર્સનો જમાવડો, જુઓ VIDEO

નવી દિલ્હી: બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિન્હાની ફિલ્મ 'ખાનદાની શફાખાના'ની સ્પેશિયલ સેલેબ્સ સ્ક્રીનિંગ પર બોલીવુડના ઘણા મોટા ચહેરા જોવા મળ્યા હતા. સોનાક્ષી આ ફિલ્મ આજે એટલે કે 2 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઇ રહી છે. તો બીજી તરફ ગુરૂવારે આ ફિલ્મની સ્પેશિયલ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી. આ સ્ક્રીનિંગ ખાસકરીને સોનાક્ષીની ફેમિલી અને તેમના ખાસ મિત્રો માટે રાખવામાં આવી હતી. આ સ્ક્રીનિંગમાં બોલીવુડમાંથી સોનાક્ષીના કેટલાક મિત્રો પણ સામેલ થયા હતા. કેટલાક ખાસ સેલેબ્રિટી જેમ કે સુપરસ્ટાર અક્ષય કુમાર, આયુષ્માન ખુરાના, બાદશાહ અને ઋચા ચઢ્ઢા જેવા ને ઘણા એક્ટર ફિલ્મની સ્ક્રિનિંગમાં જોવા મળ્યા હતા. આ બધા ફિલ્મને લઇને એક્સાઇટેડ જોવા મળ્યા હતા. 

એક પંજાબી છોકરીનો રોલ પ્લે કરી રહી છે સોનાક્ષી
તમને જણાવી દઇએ કે આ ફિલ્મમાં સોનાક્ષી એક પંજાબી છોકરીઓનો રોલ પ્લે કરી રહી છે જેમને પોતાના મામાજીનું દવાખાનું ચલાવવાનું કામ મળે છે. પરંતુ આ સોનાક્ષી માટે સરળ કામ નથી કારણ કે આ દવાખાનું નોર્મલ સારવાર માટે નથી. સોનાક્ષીના મામાના સેક્સોલોજિસ્ટ હતા અને હવે સોનાક્ષી આ કામને આગળ વધારવા માંગે છે પરંતુ લોકો સેક્સને ખરાબ વસ્તુ માને છે અને તેના પર છોકરી પાસે સારવાર કરાવવા માટે કેવી રીતે જશે? આ ટોપિક પર બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સોનાક્ષીના કેરિયરને સંભાળી શકે છે. 

અત્રે ઉલ્લેખનીય છે સોનાક્ષી સિન્હા મલ્ટીસ્ટારર ફિલ્મ 'કલંક'માં જોવા મળી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ચાલી ન હતી પરંતુ સોનાક્ષીને પોતાના અભિનય માટે ખૂબ પ્રશંસા મળી હતી. તો બીજી તરફ સોનાક્ષી ફિલ્મ 'દબંગ 3'ના શૂટિંગમાં વ્યસ્ત છે. સલમાન ખાન અને સોનાક્ષી સિન્હા સ્ટારર ફિલ્મ 'દબંગ 3' આ વર્ષે 20 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news