અનુષ્કાએ જાહેરમાં જેને ઠપકાર્યો તેણે હવે વિરૂષ્કાને આપ્યો જડબાતોડ જવાબ

હાલમાં વિરાટ કોહલીએ પત્ની અનુષ્કાનો વીડિયો પોસ્ટ કર્યો હતો જે વાઇરલ બન્યો છે

અનુષ્કાએ જાહેરમાં જેને ઠપકાર્યો તેણે હવે વિરૂષ્કાને આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હી : વિરાટ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો  શેયર કર્યો છે. અનુષ્કા શર્મા આ વીડિયોમાં અરહાન સિંહ નામની એક કાર ચાલકને ખખડાવતી નજરે ચઢે છે. કારચાલકે પોતાની કારમાંથી પ્લાસ્ટીકનો કચરો રસ્તા પર ફેંક્યો હતો જેનો વિરોધ અનુષ્કા શર્મા કર્યો હતો. હવે તેણે જે વ્યક્તિને જાહેરમાં ખખડાવ્યો હતો તેણે પણ જડબાતોડ જવાબ આપ્યો છે. 

આ ઘટનાની વિગતો જોઈએ તો અનુષ્કાએ પ્લાસ્ટિકને ડસ્ટબીનમાં ફેંકવા પણ કહ્યું હતું. આ વીડિયો શેયર કરતા ભારતના ક્રિકેટ કપ્તાન વિરાટ કોહલીએ લખ્યું કે તેણીએ આ લોકોને રસ્તા પર કચરો ફેંકતા જોયા અને તેને આડા હાથે લીધા. તેણે લખ્યું કે લક્ઝરી કારમાં સફર કરી રહ્યા છે અને અક્કલ નથી તેમને. શું આવા લોકો આપણા દેશને સાફ રાખશે? જી હા, જો તમે પણ આવી કોઇને ભૂલ કરતાં જુઓ તો તેમને વઢો અને જાગૃતિ ફેલાવો.

— Virat Kohli (@imVkohli) June 16, 2018

અરહાન સિંહ નામની એ વ્યક્તિએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર અનુષ્કાના એ વીડિયોના સ્ક્રીનશોટને શેયર કરવાની સાથે લખ્યું છે કે, ‘આ પોસ્ટ દ્વારા હું કોઈ ફાયદો ઉઠાવવા નથી ઈચ્છતો. મારી બેદરકારીને કારણે જે થયું તે ડરામણું છે. મેં બેદરકારીથી પ્લાસ્ટિકનો નાનો ટુકડો કારની બહાર ફેંકી દીધો હતો. ત્યારે જ બાજુમાં પસાર થતી આપણી સુંદર અનુષ્કા શર્માએ પોતાની બારીનો કાચ ઉતારી મારી પર રસ્તે ઊભેલા ગાંડા માણસની જેમ ગુસ્સો કરવાનું શરૂ કરી દીધું. મેં મારી ભૂલ માટે માફી પણ માગી. અનુષ્કા શર્મા કોહલી જો તમારો વાત કરવાનો લહેજો થોડો સભ્યો હોત તો તમે કોઈ નાની સ્ટાર ન બની જાત. વ્યક્તિની અંદર સાફ-સફાઈની સાથે-સાથે થોડી સભ્યતા પણ હોવી જોઈએ.’

ભારતના વડાપ્રધાને દેશને સ્વચ્છ બનાવવાનું એક બીડું ઝડપ્યું છે અને તેમના આ મહાઅભિયાનમાં દેશના કેટલાય નામી-અનામી લોકો જોડાયેલા છે. ત્યારે તાજેતરમાં ફિલ્મજગતની જાણીતી અભિનેત્રી અને ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ એક નાગરિકને સ્વચ્છતાના પાઠ ભણાવ્યા હતા. અનુષ્કા હાલ ‘ઝીરો’ ફિલ્મનું શૂટિંગ કરી રહી છે. એમાં તે શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સાથે ફરી એક વાર જોવા મળશે. તે ઉપરાંત ‘સૂઈ ધાગા’ ફિલ્મનું પણ એ શૂટિંગ કરી રહી છે જેમાં એનો હીરો વરુણ ધવન છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news