વેડિંગ સેલિબ્રેશનમાં છોકરીએ કર્યો જબરદસ્ત ડાન્સ, થઈ ગયો વાઇરલ

આજે સોશિયલ મીડિયા ટેલેન્ટ માટે વરદાન સાબિત થઈ રહ્યું છે

વેડિંગ સેલિબ્રેશનમાં છોકરીએ કર્યો જબરદસ્ત ડાન્સ, થઈ ગયો વાઇરલ

નવી દિલ્હી : હાલના સમયમાં સોશિયલ મીડિયા એવું પ્લેટફોર્મ છે જે રાતોરાત કોઈને સ્ટાર બનાવી શકે છે. આવી જ રીતે ડબ્બુ શ્રીવાસ્તવને જબરદસ્ત લોકપ્રિયતા મળી હતી. તેઓ એક વીડિયોને કારણે આખા દેશમાં લોકપ્રિય થઈ ગયા હતા. હાલમાં આવો જ એક વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થયો છે જેમાં વેડિંગ સેલિબ્રેશનમાં છોકરી ડાન્સ કરી રહી છે. 

આ વીડિયો ઇન્ટરનેટ પર વાઇરલ થઈ રહ્યો છે જેમાં બે છોકરીઓ અને બે છોકરાઓ લગ્ન વખતે જબરદસ્ત ડાન્સ કરતા નજરે ચડે છે. આ વીડિયો Silman Saleem નામની યુ ટ્યૂબ ચેનલ દ્વારા 25 ડિસેમ્બર, 2018ના દિવસે અપલોડ કરવામાં આવ્યો હતો જેને અત્યાર સુધી 2,450,136 લોકોએ જોયો છે. 

હાલમાં સોશિયલ મીડિયા એક એવું માધ્યમ બની ગયું છે જેની સાથે દરેક વ્યક્તિ જોડાવા ઇચ્છે છે. આ માધ્યમથી દેશનું યુવાધન પોતાની ટેલેન્ટ દુનિયા સામે રાખી રહ્યું છે.  આ લોકો માટે સોશિયલ મીડિયા વરદાન સાબિત થયું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news