બ્રાહ્મણ પરિવારમાં જન્મ છતાં મુસ્લિમ ધર્મ પાળે છે આ બોલીવુડ અભિનેત્રી

દંગલની આ હિરોઈનને તમે ઓળખતા જ હશો. આ અભિનેત્રીનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હોવા છતાં તે ઈસ્લામ ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. અને તે કાશ્મીરથી આવે છે. તેણે આમિર ખાન સાથે દંગલ ફિલ્મમાં કામ કર્યું હતું. આ અભિનેત્રી વિશે અમે તમને જણાવીશું. 

બ્રાહ્મણ પરિવારમાં જન્મ છતાં મુસ્લિમ ધર્મ પાળે છે આ બોલીવુડ અભિનેત્રી

બોલીવુડ અને ટીવીની અભિનેત્રીએ અનેક ફિલ્મોમાં કામ કરીને નામના મેળવી છે. અભિનેત્રીએ પોતાના કરિયરની શરૂઆત એક બાળકલાકાર તરીકે કરી હતી. આ અભિનેત્રીનો જન્મ બ્રાહ્મણ પરિવારમાં થયો હોવા છતાં તે ઈસ્લામ ધર્મમાં વિશ્વાસ ધરાવે છે. અને તે કાશ્મીરથી આવે છે. તેણે આમિર ખાન સાથે દંગલ ફિલ્મમાં કામ કર્યું હતું. આ અભિનેત્રી વિશે અમે તમને જણાવીશું. 

જમ્મુના હિન્દુ પરિવારમાં જન્મ
અમે જે અભિનેત્રીની વાત કરી રહ્યા છીએ તે છે ફાતિમા  સના શેખ. ફાતિમાના માતા તબસ્સુમ શ્રીનગરના મુસ્લિમ પરિવારથી છે. જ્યારે અભિનેત્રીના પિતા વિપિન શર્મા જમ્મુના બ્રાહ્મણ પરિવારથી છે. પરંતુ આમ છતાં તેમના ઘરમાં ઈસ્લામ ધર્મને માનવામાં આવે છે. ફાતિમાનો જન્મ 11 જાન્યુઆરી 1992ના રોજ મુંબઈમાં થયો હતો. 

No description available.

કરિયર
ફાતિમા સના શેખે બાળ કલાકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. અભિનેત્રીએ અનેક ખ્યાતનામ બોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. અભિનેત્રીએ ચાચી 420, વન 2 કા 4, તહાન, બિટ્ટુ બોસ, આકાશવાણી જેવી ફિલ્મો. ફાતિમા ટીવી શો 'અગલે જન્મ મોહે બિટિયા હી કીજો' માં પણ જોવા મળી હતી. 

ફાતિમાને જો કે આમિર ખાનની દંગલ ફિલ્મથી ઓળખ મળી હતી. આ ફિલ્મ બાદ તેને દંગલ ગર્લ તરીકે ઓળખવા લાગ્યા હતા. ફાતિમા સના બોલિવુડની સાથે સાથે સાઉથ ઈન્ડિયન ફિલ્મો પણ કરી ચૂકી છે. ડાન્સર હોવાની સાથે સાથે તે એક ફોટોગ્રાફર પણ છે. અભિનેત્રીએ એક સ્ટુડિયોમાં ફોટોગ્રાફર તરીકે કામ કર્યું છે. જેનું અનેકવાર ઈમરાન ખાન સાથે પણ નામ ઉછળ્યું છે.  'દંગલ' (Dangal) ગર્લ ફાતિમા સના શેખને (Fatima Sana Shaikh) આજે કોઈ ઓળખાણની જરૂર નથી. તેણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના માટે એક વિશિષ્ટ સ્થાન બનાવ્યું છે. તે હાલમાં જ રિલીઝ થયેલી વેબ ફિલ્મ 'અજીબ દસ્તાન'માં અભિનય કરતી જોવા મળી હતી. તેના પ્રમોશન દરમિયાન અભિનેત્રીએ તેના જીવનને લગતા એક મોટો ખુલાસો કર્યો છે. તેણે ભયંકર ઘટના વિશે જણાવ્યું જેણે તેને અંદરથી હલાવી દીધી.

એકીટસે જોઇ રહ્યો હતો, ઠપકો આપ્યો તો...

તે ઘટનાને યાદ કરતા એક્ટ્રેસે કહ્યું કે, તેની રસ્તા પર એક અજાણ્યા શખ્સે છેડતી કરી હતી. ગત સોમવારના સોશિયલ મીડિયાથી થોડો બ્રેક લેનાર એક્ટ્રેસ ફાતિમાએ (Fatima Sana Shaikh) જણાવ્યું કે, તેને એક શખ્સ એકીટસે જોઈ રહ્યો હતો. તે સમયે તે જીમથી પરત ફરી રહી હતી. તે શખ્સને ફાતિમા સના શેખે ઠપકો આપ્યો. ત્યારબાદ બંને વચ્ચે તુ તુ મેં મેંનો દોર શરૂ થયો. 

તેણે ટચ કર્યા મારા ગાલ...
વિવાદ વધ્યો અને શખ્સે આગળ વધી સનાના ગાલ પર ટચ કર્યું. આ મામલે વધુ ઉકળ્યો, આ આગમાં ઘી નાખવા જેવું હતું. ફાતિમા (Fatima Sana Shaikh) કહે છે, હું રસ્તા પર જઈ રહી હતી. તે દરમિયાન એક છોકરો આવ્યો અને તે મને એકીટસે જોઇ રહ્યો હતો તો મેં કહ્યું- શું જોઈ રહ્યો છે? તેણે જવાબ આપ્યો- જોઇશ, મારી મરજી, મેં કહ્યું- માર ખાવો છે. તેણે તેના જવાબમાં કહ્યું- માર. 

મેં તેને થપ્પડ મારી

ફાતિમા સના શેખે (Fatima Sana Shaikh) વધુમાં કહ્યું, મેં તેને થપ્પડ માર્યો, તેણે બદલામાં મને મુક્કો માર્યો. હું બેહોશ થઈ ગઈ. હું ભાનમાં આવતા જ મારા પિતાને ફોન કરી બોલાવ્યા અને તેમને આ ઘટના વિશે જણાવ્યું. તેઓ બે-ત્રણ લોકોને લઇને આવ્યા. તેમના આવતા જોઇ તે શખ્સ શેરીઓમાં ભાગી ગયો. મારા પિતા, મારો ભાઈ અને તેમના કેટલાક મિત્રો પણ પાછળ ગયા. તે કહી રહ્યા હતા- કોણ હતો જેણે મારી દીકરીને હાથ લગાવ્યો? 

ફાતિમાના પિતા છે ઘણા સપોર્ટિવ

આ ઇન્ટરવ્યૂ દરમિયાન ફાતિમાએ (Fatima Sana Shaikh) કહ્યું કે, તેના પિતા તેને ઘણો સપોર્ટ કરે છે અને તેના માટે મજબૂત સ્તંભની જેમ છે. ગત વર્ષ તેના એક ઇન્ટરવ્યૂમાં ફાતિમા સના શેખે વધુ એક ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, બાકીના લોકોની જેમ તેને પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થવું પડ્યું હતું. 

બાળ કલાકાર હતી ફાતિમા

ફાતિમા (Fatima Sana Shaikh) એક બાળ કલાકાર હતી અને તે ઘણી ફિલ્મોમાં જોવા મળી હતી. તેમાં 'આન્ટી 420' સામેલ છે. બાદમાં, એક બાળ કલાકાર તરીકે અન્ય કામ કર્યા પછી, તેણે લાંબો વિરામ લીધો હતો. ત્યારબાદ તેણે 2016 માં આમિર ખાન સ્ટાર્ટર 'દંગલ' સાથે સિલ્વર પડદે કમબેક કર્યું હતું. 

આ ફિલ્મોમાં કર્યું કામ

'દંગલ' સિવાય ફાતિમા સના શેખે (Fatima Sana Shaikh) 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન' સહિતની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. 'બિટ્ટુ બોસ' અને 'લુડો'માં પણ દેખાઈ હતી. હવે તે 'Ajeeb Dataans'માં જોવા મળી છે. તેમના કામની ખૂબ પ્રશંસા થઈ રહી છે. લોકોએ તેની ભૂમિકાને ઘણી પસંદ કરી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news