નૂરા ફતેહીના સેક્સી બેલી ડાન્સે 'દિલબર' ગીતમાં લગાવ્યાં ચાર ચાંદ, જુઓ VIDEO

ફિલ્મમાં જ્હોન અબ્રાહમ ઉપરાંત મનોજ બાજપેયી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મિલાપ ઝવેરી દ્વારા ડિરેક્ટ કરાયેલી આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. જેની બોક્સ ઓફિસ પર અક્ષયકુમારની ફિલ્મ ગોલ્ડ સાથે ટક્કર થશે.

નૂરા ફતેહીના સેક્સી બેલી ડાન્સે 'દિલબર' ગીતમાં લગાવ્યાં ચાર ચાંદ, જુઓ VIDEO

મુંબઈ: જ્યારે પણ કોઈ સુપરહીટ બોલિવૂડ ગીતની રીમિક્સ વર્ઝન રિલીઝ થવાનું હોય છે ત્યારે તેને લઈને અનેક સવાલો ઊભા થતા હોય છે. સૌથી મોટો સવાલ જે લોકોના મનમાં આવે છે તે છે શું આ ગીત જૂના ગીતના સ્તરને મેચ કરી શકશે કે નહીં? હાલમાં જ જ્યારે ફિલ્મ સત્યમેવ જયતેને લઈને ખુલાસો કરાયો હતો કે ફિલ્મમાં સુષ્મિતા સેનના સુપરહીટ ગીત દિલબર-દિલબરનું રિમિક્સ વર્ઝન હશે ત્યારે બધાને એમ થયું હતું કે મેકર્સ આમ કરીને પોતાના પગ પર કુહાડી મારશે. કારણ કે આ ગીતમાં સુષ્મિતાના સેક્સી અંદાજ અને ગીતને લોકો આજે પણ એટલું જ પસંદ કરે છે. આવામાં ગીતનું રિમિક્સ વર્ઝન રિલીઝ કરવું ક્યાંક ફિલ્મ પર નકારાત્મક પ્રભાવ ન પાડી દે.

જો કે ફિલ્મ સત્યમેવ જયતેના આ નવા ગીત દિલબરને જોઈને કહી શકાય કે ફિલ્મના મેકર્સે કોઈ ભૂલ કરી નથી. નૂરા ફતેહીની અદાઓ કોઈ પણ એંગલમાં સુષ્મિતા કરતા ફિક્કી નજરે ચડતી નથી. ગીતને જોઈને કહી શકાય કે નૂરા ફતેહીએ સુષ્મિતા સેનના આ ગીતને સારી રીતે કરી બતાવ્યું છે.

અત્રે જણાવવાનું કે દિલબર ગીતના રિમિક્સ વર્ઝનને નેહા કક્કર અને ધવનીએ પોતાના અવાજમાં ગાયું છે અને ઈક્કાએ રેપ આપ્યું છે. તનિષ્ક બાગચીએ આ ગીતને બનાવ્યું છે. ફિલ્મ સત્યમેવ જયતેના પ્રોડ્યુસર નિખિલ અડવાણીએ નૂરા ફતેહીના ડાન્સના વખાણ કરતા કહ્યું છે કે મને લાગે છે કે ગીતમાં નૂરા ફતેહીના બેલી ડાન્સને લોકો ખુબ પસંદ કરશે.

ફિલ્મમાં જ્હોન અબ્રાહમ ઉપરાંત મનોજ બાજપેયી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. મિલાપ ઝવેરી દ્વારા ડિરેક્ટ કરાયેલી આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. જેની બોક્સ ઓફિસ પર અક્ષયકુમારની ફિલ્મ ગોલ્ડ સાથે ટક્કર થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news