પીએમ મોદીની બાયોપિક પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, 11 એપ્રિલે થવાની હતી રિલીઝ

ફિલ્મ પીએમ નરેન્દ્ર મોદી પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવી દીધો છે. આ મામલામાં સેન્સર બોર્ડ અને સૂચના પ્રસારણ મંત્રાલયને સૂચન આપવામાં આવ્યા છે. 

પીએમ મોદીની બાયોપિક પર ચૂંટણી પંચે લગાવ્યો પ્રતિબંધ, 11 એપ્રિલે થવાની હતી રિલીઝ

નવી દિલ્હીઃ વિવેક ઓબેરોય સ્ટારર ફિલ્મ 'પીએમ નરેન્દ્ર મોદી' પર ચૂંટણી પંચે પ્રતિબંધ લગાવી દીધો છે. ફિલ્મ ચૂંટણી સુધી રિલીઝ કરવામાં આવશે નહીં. આ મામલામાં સેન્સર બોર્ડ અને સૂચના પ્રસારણ મંત્રાલયને પણ સૂચના આપવામાં આવી છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈની ખબર પ્રમાણે એવી કોઈપણ બાયોપિક જેમાં કોઈ પાર્ટી કે નેતાને દેખાડવામાં આવી રહ્યાં હોય તે ચૂંટણી દરમિયાન રિલીઝ કરવામાં આવશે નહીં. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવન પર બનેલી બાયોપિકને સેન્ટ્રલ ફિલ્મ સર્ટિફિકેશન બોર્ડ આજે રિલીઝને મંજૂરી આપી દીધી હતી. આ ફિલ્મનું નામ 'પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી' છે અને તેનું દિગ્દર્શન ઉમંગ કુમારે કર્યું છે. આ ફિલ્મમમાં કેન્દ્રીય ભૂમિકામાં અભિનેતા વિવેક ઓબેરોય છે. 

— Girish Johar (@girishjohar) April 9, 2019

મહત્વનું છે કે, વિપક્ષી પાર્ટીઓ આ ફિલ્મને લઈને ટીક્કા કરી રહી છે. તેનું કહેવું છે કે ફિલ્મ ભાજપને લોકસભા ચૂંટણીમાં લાભ પહોંચાડી શકે છે કારણ કે તે ચૂંટણી પહેલા સિનેમાઘરોમાં રિલીઝ થશે. મંગળવારે સર્વોચ્ચ ન્યાયાલયે કોંગ્રેસના એક કાર્યકર્તાની ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માગ ઠુકરાવી દીધી હતી. ન્યાયાલયે કહ્યું હતું કે આ મુદ્દાને ઉઠાવવા માટે ચૂંટણી પંચ યોગ્ય જગ્યા છે. 

સીબીએફસીએ 11 એપ્રિલે રિલીઝ થનારી આ ફિલ્મને યૂનિવર્સલ (યૂ) પ્રમાણપત્ર આપ્યું હતું. આ દિવસે લોકસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાનું મતદાન છે. પરંતુ ફિલ્મના રિલીઝ પર પ્રતિબંધ લાગતા હવે ક્યારે રિલીઝ થશે તેની નવી તારીખની રાહ જોવી પડશે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news