સાથે સૂવાની ના પાડતા ફિલ્મમાંથી કાઢી મૂકી આ એક્ટ્રેસને, પોતાની અપાવીતી કરી જાહેર

બોલીવુડમાં કાસ્ટિંગ કોચને લઈને ઘણીવાર વાતો સામે આવેલી છે. ત્યારે હવે એક્ટ્રેસ ઈશા ગુપ્તાએ પણ પોતાની સાથે થયેલા ખરાબ અનુભવો શેર કર્યા છે. 

સાથે સૂવાની ના પાડતા ફિલ્મમાંથી કાઢી મૂકી આ એક્ટ્રેસને, પોતાની અપાવીતી કરી જાહેર

નવી દિલ્હી: બોલીવુડની સુપરબોલ્ડ એક્ટ્રેસ જન્નત-2થી ડેબ્યૂ કરનારી ઈશા ગુપ્તા આજે પણ લોકોના ફેવરિટ લિસ્ટમાં શામેલ છે. ઈશાને તેની સુંદરતા અને બોલ્ડનેસ માટે જાણવામાં આવે છે. તે અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના શાનદાર ફોટો શેર કરે છે. ત્યારે હવે ઈશાએ બોલીવુડના કડવા સત્ય વિશે ખુલાસો કર્યો છે. તેમને જણાવ્યું કે, કેવી રીતે એક પ્રોડ્યૂસર સાથે સૂવાની મનાઈ કરતા તેમને ફિલ્મમાંથ બહાર કાઢવામાં આવ્યા. 

આ કારણે આર્ટિસ્ટ સાથે કર્યો રૂમ શેર
ઈશા ગુપ્તાએ હાલમાં જ બોલીવુડ બબલને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈન્ડસ્ટ્રીઝના કડવા સત્યને ઉજાગર કર્યું હતુ.  ઈશાએ કહ્યું કે,  બોલીવુડના એક જાણીતા પ્રોડ્યૂસરે મને એટલા માટે ફિલ્મમાંથી બહાર કાઢી કેમ કે, મે તેમની સાતે સૂવાની ના પાડી. તેમને કહ્યું કે, સ્ટ્રગલના દિવસોમાં મેકઅપ આર્ટિસ્ટની સાથે રૂમ શેર કરતી હતી. મે તે માટે બહાનું કાઢ્યું હતું કે, હું નવી છું એટલા માટે અહીં એકલી નહીં સૂઈ શકું. હકીકતમાં હું કોઈ ભૂત-પ્રેતથી નહીં પણ એક માણસથી ડરતી હતી.

પ્રોડ્યૂસરની ગંદી હરકત
ઈશાએ પોતાના ડર વિશે જણાવતા કહ્યું કે, મે એક માણસનું ખરાબ રૂપ જોયું હતું. જેનાથી હું ખુબ જ ડરી ગઈ હતી. ફિલ્મની શૂટિંગ વચ્ચે જ પ્રોડ્યૂસરે કહ્યું કે, તેઓ મારી સાથે હવ કામ કરવા નથી માગતા. ત્યાં સુધી હું પાંચ દિવસનું શૂટિંગ કરી ચૂકી હતી. મેં તેમની સાથે એક બેડરૂમમાં સૂવાની ના પાડતા તેમને મારી સાથે કામ કરવાની મનાઈ કરી હતી.

સ્ટારકિડ્સને મળે છે ફાયદો
ઈશાની માનીએ તો આ મામલામાં સ્ટારકિડ્સને ફાયદો થાય છે. તેમને કહ્યું કે, હું સીધે સીધું કહી જ કહેવા નથી માગતી. અને સમસ્યા એ છે કે, જો તમે કંઈ બોલ્યા તો પણ મુશ્કેલી તમારે જ વેઠવી પડે છે. જો કે, તેમની હિમ્મત નથી થતી તે તેઓ સ્ટારકિડ્સને કંઈ પણ કહે. કેમ કે, તેમના પેરેન્ટ્સનો ગુસ્સો તેમને સહન કરવો પડે છે. પરંતુ આઉટસાઈડર્સની મજબૂરીનો બધા જ ફાયદો ઉઠાવે છે. 

આ ફિલ્મોમાં કર્યું કામ
ઈશા ગુપ્તાએ ફિલ્મી કરિયરની શરૂઆત વર્ષ 2007માં મિસ ઈન્ડિયા ઈન્ટરનેશનલનો ખિતાબ મેળવીને કરી હતી. જે બાદ તેમને મહેશ ભટ્ટ પ્રોડક્શન હાઉસની ફિલ્મ જન્નત-2થી બોલીવુડમાં પગલું માંડ્યું. ઈશાને ઈન્ડિયાની એંજેલીના જોલી પણ કહે  છે. તેમને આ ઉપાધિ મહેશ ભટ્ટે આપી હતી. તે બાદ તેમને રાજ ઉડી, રસ્તમ, બાદશાહો, કમાન્ડો-2 સિવાય પણ તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કરેલું છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news