રેપ શૂટ દરમિયાન માધુરી સાથે રણજીતે કર્યું હતું આ કૃત્ય, સૌથી મુશ્કેલ રેપ સીન રીના રોય સાથે હતો...

બોલિવૂડના એક ખલનાયકે ફિલ્મોમાં 300થી વધુ બળાત્કારના દ્રશ્યો શૂટ કર્યા હતા. જેના કારણે દર્શકોની સાથે-સાથે પરિવારમાં પણ તેની ઈમેજ ખૂબ ખરાબ થઈ હતી. એક સમય હતો જ્યારે બોલિવૂડના પ્રખ્યાત વિલનને જોઈને છોકરીઓ ડરી જતી હતી. આટલું જ નહીં જ્યારે અભિનેતાની માતાએ ફિલ્મમાં તેના પુત્રને બળાત્કાર કરતો જોયો ત્યારે તેનો ગુસ્સો આસમાને પહોંચી ગયો અને તેને ઘરની બહાર કાઢી મૂક્યો. 

રેપ શૂટ દરમિયાન માધુરી સાથે રણજીતે કર્યું હતું આ કૃત્ય, સૌથી મુશ્કેલ રેપ સીન રીના રોય સાથે હતો...

નવી દિલ્હીઃ બોલિવૂડ ફિલ્મોમાં અમરીશ પુરી, પ્રેમ ચોપરા, શક્તિ કપૂર જેવા કલાકારો પોતાના વિલનની ભૂમિકામાં ખૂબ જ જાણીતા થયા હતા. તેમણે ફિલ્મોમાં એક કરતાં વધુ ભયાનક વિલનની ભૂમિકા ભજવી હતી. પરંતુ હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક એવો વિલન છે જેણે 500 જેટલી ફિલ્મો કરી હતી.  જેમાં 300થી વધુ ફિલ્મો એવી હતી કે તેને બળાત્કાર કરતો બતાવવામાં આવ્યો હતો. જેના કારણે છોકરીઓ અને સ્ત્રીઓ વચ્ચે તેની ઈમેજ ખરાબ થઈ ગઈ હતી. એટલું જ નહીં અભિનેતાની માતા પણ તેના પર એટલી ગુસ્સે થઈ ગઈ કે તેણે તેને ઘરની બહાર કાઢી મૂક્યો હતો. 

વાત રણજીત નામના વિલનની:
81 વર્ષીય રણજીત થોડા વર્ષો પહેલા ફિલ્મ 'હાઉસફુલ 4'માં જોવા મળ્યો હતો, જેની પહેલી ફિલ્મ 'સાવન ભાદો' હતી.  જેમાં તે અભિનેત્રી રેખાનો ઓનસ્ક્રીન ભાઈ બન્યા હતા. રણજીત તેનું ફિલ્મી નામ છે. અભિનેતા સુનીલ દત્તે તેમને આ નામ આપ્યું હતું, જ્યારે તે 1971ની ફિલ્મ 'રેશ્મા ઔર શેરા'માં સાથે કામ કરી રહ્યા હતા. તેમણે ફિલ્મ 'શર્મીલી'માં પહેલીવાર વિલનની ભૂમિકા ભજવી હતી, જેમાં શશિ કપૂર અને રાખીની મહત્વની ભૂમિકા હતી. 'શર્મીલી'માં તેમનો રેપ સીન લાઈમલાઈટમાં હતો. ત્યારથી તેમણે લગભગ 500 ફિલ્મોમાં કામ કર્યું.

300થી વધારે ફિલ્મમાં ખરાબ વિલનની ભૂમિકામાં:
અભિનેતા રણજીતે ફિલ્મોમાં 300 થી વધુ બળાત્કારના દ્રશ્યો કર્યા હતા, જેના કારણે છોકરીઓમાં તેcની છબી એટલી ખરાબ થઈ ગઈ કે વાસ્તવિક જીવનમાં છોકરીઓ તેમનાથી ડરવા લાગી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર રણજીતે એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે, 'એક દિવસ હું ખુશીથી મારા પરિવારને ફિલ્મ જોવા માટે લઈ ગયો હતો. ત્યારબાદ જ્યારે હું પાછો આવ્યો ત્યારે મારા ઘરમાં હોબાળો મચી ગયો હતો. મારી મા થોડી વાર પછી આવી અને બોલી - કપડાં ફાડવાનું, છોકરીઓની ઈજ્જત લૂંટવી એ તારું કામ છે. મારા ઘરમાંથી નીકળી જા.

 એરફોર્સમાં જોડાવા માંગતો હતો રણજીત: 
રણજીત માતાનો ગુસ્સો અને શબ્દો સાંભળીને માથું પછાડતો રહ્યો. તેણે તેની માતાને સમજાવ્યું કે આ બધું ફિલ્મોમાં થાય છે. કહેવાય છે કે અભિનેતા એરફોર્સમાં જોડાવા માંગતો હતો. એનડીએની ટ્રેનિંગ માટે પણ તેની પસંદગી કરવામાં આવી હતી, પરંતુ ત્યાં તેને તેના ટ્રેનરની પુત્રી સાથે પ્રેમ થઈ ગયો, જેના કારણે તેને ત્યાંથી કાઢી મૂકવામાં આવ્યો. રણજીતને તેના એક મિત્રએ ફિલ્મોમાં કારકિર્દી બનાવવાની સલાહ આપી હતી.

રીના રોય સાથેનો રેપ સીન સૌથી મુશ્કેલ હતો: 
રંણજીતે જણાવ્યું કે તેણે રીના રોય સાથે ફિલ્મ 'ડાકુ ઔર જવાન'માં સૌથી મુશ્કેલ રેપ સીન શૂટ કર્યો હતો. તેણે કહ્યું હતું કે, 'આ સીન મંદિરમાં શૂટ કરવાનો હતો, જ્યાં ચારેબાજુ દીવા પ્રગટાવવામાં આવ્યા હતા.' હકીકતોમાં દ્રશ્યો સાચા લાગતા હતા. તેથી બંને કલાકારોના શરીર પર કેરોસીન રેડવામાં આવ્યું હતું. રણજીત અને રીના રોયે કોઈ અનહોનીના ડરથી સીન શૂટ કર્યો હતો. રણજીતે એક કિસ્સો પણ સંભળાવ્યો જ્યારે માધુરી દીક્ષિત તેની સાથે બળાત્કારનો સીન શૂટ કરવામાં ડરતી હતી.  જોકે બાદમાં અભિનેત્રીએ તેને કહ્યું કે તેને લાગ્યું જ નહીં કે અભિનેતાએ તેને સ્પર્શ કર્યો છે. તમને જણાવી દઈએ કે રણજીતનો દીકરો જીવા પણ એક એક્ટર છે, જેણે ગયા વર્ષે ફિલ્મ 'ગોવિંદા નામ મેરા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news