Shaitan Trailer: ફિલ્મ શૈતાનનું ટ્રેલર રિલીઝ, જાનકી બોડીવાલા અને આર માધવનને જોઈ તમને પણ બીક લાગશે

Shaitan Trailer: ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું છે અને સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે. થોડા દિવસો પહેલા ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું જેના કારણે ટ્રેલર જોવા માટે લોકો ઉત્સુક હતા.

Shaitan Trailer: ફિલ્મ શૈતાનનું ટ્રેલર રિલીઝ, જાનકી બોડીવાલા અને આર માધવનને જોઈ તમને પણ બીક લાગશે

Shaitan Trailer: ગુજરાતી ફિલ્મ વશની હિન્દી રિમેક શૈતાનનું ટ્રેલર રિલીઝ થયું છે. શૈતાન ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં અજય દેવગન, આર માધવન, જ્યોતિકા અને જાનકી બોડીવાલા જોવા મળશે. ફિલ્મનું ટ્રેલર આજે રિલીઝ થયું છે અને સાથે જ સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગ્યું છે. થોડા દિવસો પહેલા ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું જેના કારણે ટ્રેલર જોવા માટે લોકો ઉત્સુક હતા. જેના કારણે શૈતાન ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયા એની સાથે જ ટ્રેન્ડ થવા લાગ્યું છે.

ફિલ્મ શૈતાનના ટ્રેલરને જોઈને તમારા રુંવાડા પણ ઊભા થઈ જશે. ફિલ્મના ટ્રેલરમાં જાનકી બોડીવાલા અને આર માધવનની જબરદસ્ત એક્ટિંગ જોવા મળે છે. ટ્રેલરમાં જોવા મળે છે કે આર માધવન એક અજાણી વ્યક્તિ બનીને અજય દેવગનના ઘરમાં આવે છે અને તેની દીકરી એટલે કે જાનકી બોડીવાલાને વશમાં કરી લે છે. ત્યાર પછી અજય દેવગન અને જ્યોતિકા પોતાની દીકરીને બચાવવા માટેના પ્રયત્નો શરૂ કરે છે. 

ફિલ્મના ટ્રેલરમાં આર માધવન ખરેખર શૈતાનના રૂપમાં જોવા મળે છે. તેના અભિનયને જોઈને તમને પણ ડર લાગશે. સાથે જ અજય દેવગન પણ ફિલ્મમાં જોરદાર અભિનય કરતો જોવા મળે છે. જોકે આ ફિલ્મમાં સૌ કોઈની નજર ગુજરાતી કલાકાર જાનકી બોડીવાલાના પર્ફોર્મન્સ પર રહેશે. જાનકી બોડીવાલાની આ પહેલી હિન્દી ફિલ્મ છે. શૈતાન ફિલ્મથી જાનકી બોડીવાલા બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ટ્રેલરમાં જાનકી બોડીવાલાની જોરદાર અદાકારી જોવા મળે છે જેના વખાણ લોકો પણ કરી રહ્યા છે.

અજય દેવગન અને આર માધવનની ફિલ્મ શૈતાનનું ટ્રેલર ટ્વીસ્ટ એન્ડ ટર્નથી ભરપુર છે. ટ્રેલર પરથી એક વાત તો નક્કી છે કે દર્શકોને એક શાનદાર ફિલ્મ આવતા મહિને જોવા મળશે. શૈતાન ફિલ્મનું ડાયરેક્શન વિકાસ બહેલે કર્યું છે. આ ફિલ્મ 8 માર્ચે સિનેમા ઘરોમાં રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news