ઝીરો કે હિરો ? કેવી છે શાહરૂખ ખાનની આજે રિલીઝ થયેલી ફિલ્મ

આ ફિલ્મના લેખક હિમાંશુ શર્મા અને ફિલ્મમેકર આનંદ એલ. રાયની જોડી આ પહેલાં રાંઝણા (2013), તનુ વેડ્સ મનુ (2011) અને તનુ વેડ્સ મનુ રિટર્ન (2015) જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે. આ ફિલ્મનો કોન્સેપ્ટ તો જોરદાર છે પણ સ્ક્રિપ્ટ વામણી સાબિત થઈ છે. . મેરઠથી મંગળ સુધીના રોમાન્સમાં વિજ્ઞાન, બીજા ગ્રહની યાત્રા અને અમર પ્રેમ જેવા અનેક આઈડિયા અજમાવવામાં આવ્યા છે. હવે પ્રોબ્લેમ એ છે કે ફિલ્મ એટલું બધુ બતાવવામાં કોઈપણ વિચારને વ્યવસ્થિત ન્યાય કરી નથી શકતી. અમુક રોમેન્ટિક ક્ષણો ખરેખર દર્શકોને જોવી ગમે તેવી છે પણ આ ક્ષણો તરત ગાયબ થઈ જાય છે

ઝીરો કે હિરો ? કેવી છે શાહરૂખ ખાનની આજે રિલીઝ થયેલી ફિલ્મ

મુંબઈ : આજે ડિરેક્ટર આનંદ એલ. રાયની શાહરૂખ ખાનને મુખ્ય ભુમિકામાં ચમકાવતી 'ઝીરો' રિલીઝ થઈ છે. 

ફિલ્મ : ZERO (Drama, Romance)
ક્રિટિક રેટિંગ : 3/5
કલાકાર : શાહરૂખ ખાન, અનુષ્કા શર્મા, કેટરિના કૈફ, ઝીશાન ઐયુબ, તિગ્માંશુ ધુલિયા
ડિરેક્શન : આનંદ એલ. રાય
લેખક : હિમાંશુ શર્મા 
સમયગાળો : 2 કલાક, 38 મિનિટ 
ભાષા : હિન્દી (U/A)

વાર્તા : 
બઉઆ સિંહ મેરઠનો એક એવો યુવાન છે જેની હાઈટ જોઈએ એવી વધી નથી પણ તે સ્વભાવે એકદમ બિન્દાસ છે. તે આફિયા (અનુષ્કા શર્મા) નામની વૈજ્ઞાનિકના પ્રેમમાં પડે છે. આફિયા સેલેબ્રલ પાલ્સીનો શિકાર હોય છે. તેમની યુનિક લવસ્ટોરી ભારત અને અમેરિકામાં અને પછી સ્પેસમાં પણ આકાર લે છે. આ દરમિયાન તેઓ અનેક રસપ્રદ પડકારોનો સામનો કરે છે. આ લવસ્ટોરીમાં બબિતા કુમારી (કેટરિના કૈફ)ની હાજરી પ્રણય ત્રિકોણનો સર્જે છે. આખરે આ લવસ્ટોરી બઉઆના મંગળ પર ઉતરાણ સાથે પુરી થાય છે. 

રિવ્યુ : 
આ ફિલ્મના લેખક હિમાંશુ શર્મા અને ફિલ્મમેકર આનંદ એલ. રાયની જોડી આ પહેલાં રાંઝણા (2013), તનુ વેડ્સ મનુ (2011) અને તનુ વેડ્સ મનુ રિટર્ન (2015) જેવી સુપરહિટ ફિલ્મો આપી ચૂકી છે. આ ફિલ્મનો કોન્સેપ્ટ તો જોરદાર છે પણ સ્ક્રિપ્ટ વામણી સાબિત થઈ છે. . મેરઠથી મંગળ સુધીના રોમાન્સમાં વિજ્ઞાન, બીજા ગ્રહની યાત્રા અને અમર પ્રેમ જેવા અનેક આઈડિયા અજમાવવામાં આવ્યા છે. હવે પ્રોબ્લેમ એ છે કે ફિલ્મ એટલું બધુ બતાવવામાં કોઈપણ વિચારને વ્યવસ્થિત ન્યાય કરી નથી શકતી. અમુક રોમેન્ટિક ક્ષણો ખરેખર દર્શકોને જોવી ગમે તેવી છે પણ આ ક્ષણો તરત ગાયબ થઈ જાય છે. 

સ્ટોરી મેરઠથી શરૂ થાય છે. બઉવા સિંહ પોતાના પિતા (તિગ્માંશુ ધૂલિયા)ના પૈસા બોલિવુડ સુપર સ્ટાર બબિતા કુમારી (કેટરિના કૈફ) પાછળ ઉડાવે છે. પોતાની જાતમાં જ ખોવાયેલા રહેતા બઉવાનો કોન્ફિડન્સ તેની નાની હાઈટ પણ હલાવી શકતી નથી. પરિસ્થિતિ ત્યારે બદલાય છે જ્યારે બહુઆ સિંહને ખૂબ જ ભણેલી ગણેલી વૈજ્ઞાનિક આફિયા મળે છે. આ ઠીંગણો છે અને આફિયા સેરેબ્રલ પાલ્સીનો શિકાર છે. તેમની મર્યાદા જ તેમના રિલેશનશીપનો સૌથી મજબૂત પોઈન્ટ બને છે. પરંતુ આ સિવાય તેમની પર્સનાલિટી એકબીજાથી ખૂબ જ અલગ છે. આ ડ્રામા ઓછો હોય તેમ બોલિવુડ ડિવા બબીતા કુમારી બઉવા સિંહની લાઈફમાં એન્ટ્રી મારે છે. ફિલ્મના પહેલા હાફમાં રોમાન્સ બતાવ્યો છે પરંતુ આ પ્લોટ દર્શકોને જકડી રાખવામાં નિષ્ફળ જાય છે. ઇન્ટરવલ પછી તો ફિલ્મ દર્શકોને જકડી રાખવામાં સદંતર નિષ્ફળ સાબિત થાય છે. 

જોવાય કે નહીં ?
જો તમે શાહરૂખના મોટા ચાહક  હો તો આ ફિલ્મ જોવાની હિંમત કરાય. જો સ્ટોરી ટેલિંગના ચાહક હો તો આ ફિલ્મ જોવાની  હિંમત કરી શકાય એમ નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news