રિલીઝ થયું 'સંજૂ'નું પહેલું song 'મૈં બઢિયા', જુઓ Video
સંજય દત્તની બાયોપિક 'સંજૂ'નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે.
Trending Photos
મુંબઈ : સંજય દત્તની બાયોપિક 'સંજૂ'નું પહેલું ગીત રિલીઝ થઈ ગયું છે. ટી-સિરીઝના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર 'સંજૂ'ના પહેલા ગીતને રિલીઝ કરવામાં આ્વ્યું છે. આ ગીતને સોનુ નિગમ તેમજ સુનીધિ ચૌહાણે ગાયું છે. ગીતની શરૂઆત સંજૂના ડૃાયલોગથી થાય છે કે "पापा को लगता है मैं गाने के साथ लिप मैच नहीं कर सकता. He is wrong, watch me." આ ગીતમાં સંજૂ બનેલો રણબીર કપૂર મેલ અને ફિમેલ બંને અવાજમાં ગીત ગાતો જોવા મળે છે.
આ બે મિનિટના ગીતમાં સોનમ કપૂરની એન્ટ્રી દેખાડવાાં આવી છે. સોનમ પણ મેલ વોઇસમાં લિપ સિકિંક કરતી જોવા મળે છે. રણબીર કપૂરને મુખ્ય રોલમાં ચમકાવતી 'સંજૂ' 29 જૂનના દિવસે થિયેટરમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર સિવાય સોનમ કપૂર, મનીષા કોઈરાલા, પરેશ રાવલ, દિયા મિર્ઝા, વિક્કી કૌશલ તેમજ અનુષ્કા શર્મા પણ જોવા મળશે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના ટ્રેલરમાં રણબીર કપૂરને ઓળખવાનું મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે કારણ કે તે બિલકુલ સંજય દત્ત જેવો લાગે છે. આ ટ્રેલર જોઈને તમને અહેસાસ થાય છે તમે સંજય દત્તનું જીવન જીવી રહ્યા છો.
ફિલ્મના ટ્રેલરની શરૂઆત મજેદાર અંદાજમાં થાય છે. રણબીર કપૂર જણાવે છે કે આ ફિલ્મ તેમના જીવન પર આધારિત છે. અભિનેતા સંજય દત્તની લાઈફ પર બનેલી ફિલ્મ ‘સંજૂ’નું ટીઝર 24 એપ્રિલના રોજ રિલિઝ કરવામાં આવ્યું. આ ફિલ્મના પહેલા પોસ્ટરમાં રણબીર કપૂર સંજય દત્તે નિભાવેલા આઈકોનિક પાત્રોમાં જોવા મળી રહ્યો છે. ફિલ્મના ટીઝરને પણ સારો એવો પ્રતિભાવ મળ્યો છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે