નેહા કક્કરના દિલ્બર સોંગ પર ધૂમ મચાવતો આ ગર્લનો ડાંસ, 3 કરોડથી વધુ વખત જોવાયો Video

બોલીવુડ એક્ટર જોન અબ્રાહમ અને મનોજ વાજપેયીની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ના એક સોન્ગ ‘દિલબર’ રિલીઝના પહેલા જ દિવસથી લોકોમાં મોં પર છવાઇ ગયું છે. સિંગર નેહા કક્કડના સુંદર અવાજમાં આ રીમિક્સ સોંગને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે અને તેના પર બનાવવામાં આવતા ડાંસ વીડિયો પણ અદ્ધભુત હોય છે. આ સોંગ પર બોલીવુડની એક્ટ્રેસ અને મોડલ નોરા ફતેહીએ જબરદસ્ત ડાંસ કર્યો છે. નોરા એક ફેમસ બેલી ડાંસર છે અને આ સોંગ પર તેની આ સ્ટાઇલનો ખુબ ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં આ સોંગનો ક્રેઝ એટલો વધારે યુવાઓમાં જોવા મળી રહ્યો છે કે આ સોંગ પર ડાંસ સ્ટેપને ફોલો કરી પોતાના ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યાં છે.
નેહા કક્કરના દિલ્બર સોંગ પર ધૂમ મચાવતો આ ગર્લનો ડાંસ, 3 કરોડથી વધુ વખત જોવાયો Video

નવી દિલ્હી: બોલીવુડ એક્ટર જોન અબ્રાહમ અને મનોજ વાજપેયીની ફિલ્મ ‘સત્યમેવ જયતે’ના એક સોન્ગ ‘દિલબર’ રિલીઝના પહેલા જ દિવસથી લોકોમાં મોં પર છવાઇ ગયું છે. સિંગર નેહા કક્કડના સુંદર અવાજમાં આ રીમિક્સ સોંગને લોકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યું છે અને તેના પર બનાવવામાં આવતા ડાંસ વીડિયો પણ અદ્ધભુત હોય છે. આ સોંગ પર બોલીવુડની એક્ટ્રેસ અને મોડલ નોરા ફતેહીએ જબરદસ્ત ડાંસ કર્યો છે. નોરા એક ફેમસ બેલી ડાંસર છે અને આ સોંગ પર તેની આ સ્ટાઇલનો ખુબ ઉપયોગ કર્યો છે. એટલું જ નહીં આ સોંગનો ક્રેઝ એટલો વધારે યુવાઓમાં જોવા મળી રહ્યો છે કે આ સોંગ પર ડાંસ સ્ટેપને ફોલો કરી પોતાના ડાંસ વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ કરી રહ્યાં છે.

3. કરોડથી વધારે લોકોએ જોયો આ વીડિયો
ઇન્ટરનેટ પર એક વીડિયો અત્યારે ઘણો જોવામાં આવી રહ્યો છે. આ વીડિયોમાં એક ડાંસર એશ્વર્યા દ્વારા કરવામાં આવેલા ડાંસને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. આ વર્ષે 9 જુલાઇએ યૂટ્યૂબ પર Rishabh Pokhriyal દ્વારા અપલોડ કરવામાં આવેલો આ વીડિયો અત્યાર સુધીમાં 30,771,224 વખત જોવામાં આવ્યો છે. હકીકતમાં એશ્વર્યા એક ડાંસર છે અને વારંવાર સોશિયલ મીડિયા પર પોતાના ડાંસ વીડિયો શેર કરતી હોય છે. એવામાં આ નવા સોંગ પર એશ્વર્યાના આ ડાંસને યૂટ્યૂબ પર લોકોએ ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

એવામાં આજે સોશિયલ મીડિયા પર દેશના યુવાઓના ટેલેંટ જોવા મળી રહ્યાં છે. તેઓએ તેમના ટેલેંટને દેખાડવા માટે ઇન્ટરનેટને પોતાનું માધ્યમ બનાવી લીધુ છે. ‘દિલબર’ સોંગને નેહા કક્કડ, ધવાની ભાનુશાલી અને ઇક્કાએ ગાયું છે, પરંતુ આ ગીત એક જૂની ફિલ્મ ‘સિર્ફ તુમ’નું ફેમસ સોંગ છે. જેના પર સુષ્મિતા સેન ડાંસ કરી જોવા મળી રહી હતી. ‘સિર્ફ તુમ’ના આ સોંગને ગાયીકા અલ્કા યાગ્નિકે તેનો અવાજ આપ્યો છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news