Super 30 માં ઋત્વિક રોશનના લુકને Leak થતાં આ રીતે બચાવતા હતા ડાયરેક્ટર!

દુનિયાના સૌથી સેક્સીમાંથી એક, ઋત્વિક રોશન મોટાભાગે પોતાની ફિલ્મો માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દે છે અને હાલમાં આ વર્ષની સૌથી પ્રતિક્ષિત ફિલ્મ માટે તૈયાર છે. રાજસ્થાનમાં પોતાની આગામી ફિલ્મ સુપર 30ના શૂટિંગ દરમિયાન નિર્માતા મોટાભાગે ઋત્વિકના લુકને લીક થતાં બચાવવા માટે સેટના પડદાને કવર કરી દેતા હતા, જેથી ફિલ્મના અભિનેતાનો લુક ગુપ્ત રાખવામાં આવે. 

Super 30 માં ઋત્વિક રોશનના લુકને Leak થતાં આ રીતે બચાવતા હતા ડાયરેક્ટર!

મુંબઇ: દુનિયાના સૌથી સેક્સીમાંથી એક, ઋત્વિક રોશન મોટાભાગે પોતાની ફિલ્મો માટે પોતાને સંપૂર્ણપણે સમર્પિત કરી દે છે અને હાલમાં આ વર્ષની સૌથી પ્રતિક્ષિત ફિલ્મ માટે તૈયાર છે. રાજસ્થાનમાં પોતાની આગામી ફિલ્મ સુપર 30ના શૂટિંગ દરમિયાન નિર્માતા મોટાભાગે ઋત્વિકના લુકને લીક થતાં બચાવવા માટે સેટના પડદાને કવર કરી દેતા હતા, જેથી ફિલ્મના અભિનેતાનો લુક ગુપ્ત રાખવામાં આવે. 
 
પોતાની અપાર લોકપ્રિયતાને કારણે, અભિનેતા સેટ સુધી જવાના રસ્તામાં ભાગદોડથી બચવા માટે એક માસ્ક અને ચશ્મા પહેરીને પોતાને લોકોની નજરોથી બચવાનો પ્રયત્ન કરતા હતા. ફિલ્મના શૂટિંગને આઉટડોર લોકેશન પર રસ્તા પર અંજામ આપવામાં આવ્યો છે, જેના લીધે સેટ પર ઋત્વિક પહોંચ્યા બાદ, અભિનેતાના લુકને લીક થતાં બચાવવા માટે ફિલ્મની ક્રૂ સેટને ચારેયતરફ પડદાથી કવર કરી દેવામાં આવતો હતો.

સાંકડા રસ્તાના લીધે, ઋત્વિક રોશનને સેટ પર સેટ પર ચાલીને જવું પડતું હતું કારણ કે સાંકડા રસ્તા પરથી કારો પસાર થઇ શકતી નથી. નવા સ્થળોની સાથે પ્રયોગ કરવાના શોખીન અભિનેતા ફોટા પાડીને સેટ પર જતાં પહેલાં પોતાના માર્ગોનો આનંદ લેતા હતા. શૂટિંગના અંતિમ દિવસે, ઋત્વિક રોશને પોતાના લુકને હટાવીને પોતાના પ્રશંસકો સાથે ફોટા પડાવ્યા હતા. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

And the journey begins...#Super30

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

પોતાના અત્યાર સુધીના ફિલ્મી સફરમાં શાનદાર પ્રદર્શનની સાથે દર્શકોના દિલ જીતી ચૂકેલા ઋત્વિક રોશન પોતાની આગામી ફિલ્મ સુપર 30માં એક ગણિતજ્ઞના પાત્રમાં જોવા મળશે, જે 30 વિદ્યાર્થીઓને આઇઆઇટી-જેઇઇના પ્રતિયોગી પરીક્ષા માટે તૈયાર કરે છે. ફિલ્મ 26 જુલાઇના રોજ રિલીઝ થવા માટે તૈયાર છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news