'કલંક' ફિલ્મનું આ ગીત બધાના દિલો પર છવાયું, 24 કલાકમાં મળ્યા કરોડો વ્યૂઝ

કલંક ફિલ્મનું ઘર મોરે પરદેસિયા ગીત ધૂમ મચાવી રહ્યું છે.  ઇન્ડિયન ક્લાસિક મ્યૂઝિક સીધું લોકોના દિલ સુધી પહોંચી જાય છે. ફરી એકવાર સાબિત થઇ ગયું છે કે ગઇકાલે સામે આવેલું આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિતની જુગલબંધીથી. જી, હાં સોમવારે રિલીઝ થયેલું 'કલંક'નું પ્રથમ ગીત 'ઘર મોરે પરદેસિયા' માત્ર 24 કલાકમાં યૂટ્યૂબ પર છવાઇ ગયું છે. 

'કલંક' ફિલ્મનું આ ગીત બધાના દિલો પર છવાયું, 24 કલાકમાં મળ્યા કરોડો વ્યૂઝ

નવી દિલ્હી: ઇન્ડિયન ક્લાસિક મ્યૂઝિક સીધું લોકોના દિલ સુધી પહોંચી જાય છે. ફરી એકવાર સાબિત થઇ ગયું છે કે ગઇકાલે સામે આવેલું આલિયા ભટ્ટ, માધુરી દીક્ષિતની જુગલબંધીથી. જી, હાં સોમવારે રિલીઝ થયેલું 'કલંક'નું પ્રથમ ગીત 'ઘર મોરે પરદેસિયા' માત્ર 24 કલાકમાં યૂટ્યૂબ પર છવાઇ ગયું છે. 

આલિયા ભટ્ટ અને માધુરી દીક્ષિતની કાતિલ અદાઓથી લથપથ આ સુંદર ગીતે થોડા કલાકોમાં જ 11 મિલિયનથી વધુ વ્યૂઝ પ્રાપ્ત કરી લીધા છે. આ ગીતના વીડિયોને અત્યાર સુધી યૂટ્યૂબ પર 11 કરોડ 2 લાખ 18 હજાર 800 વખત જોવામાં આવ્યું છે. એમ કહેવું ખોટું નથી કે આ ગીત રીલીઝ થતાં જ લોકોની જીભે ચડી ગયું છે. જુઓ આ ગીત... 

આ ગીતમાં મ્યૂઝિક પ્રીતમનું છે, જેને શબ્દો આપ્યા છે અમિતાભ ભટ્ટાચાર્યએ અને આ ગીતને અવાજ આપ્યો છે શ્રેયા ઘોષાલ અને વૈશાલી માડે ને. આ ગીતમાં આલિયા સુંદર ક્લાસિક ડાન્સ કરતી જોવા મળી રહી છે જેને કોરિયોગ્રાફ કર્યું છે ડેમો ડિસૂજાએ. આશ્વર્ય વાત એ છે કે આ ગીતને રીલીઝ થતાં થોડા જ કલાકોમાં તેના સાડા ચાર લાખથી વધુ વ્યૂઝ થઇ ચૂક્યા છે.

VIDEO: 'कलंक' का पहला गाना 'घर मोरे परदेसिया' रिलीज, छा गया आलिया का नया 'रूप'

ફિલ્મ 'કલંક'માં વરૂણ ધવન, આલિયા ભટ્ટ, સોનિક્ષી સિન્હા અને આદિત્ય રાય કપૂર પણ જોવા મળશે. ડાયરેક્ટર અભિષેક વર્મનની આ ફિલ્મનું નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કર્યું છે. ફિલ્મ 17 એપ્રિલે રિલીઝ થશે. ફિલ્મમાં પહેલા માધુરીની જગ્યાએ શ્રીદેવી જોવા મળવાના હતા પરંતુ ગત વર્ષે ફ્રેબ્રુઆરીમાં તેમના અચાનક નિધન બાદ આ ભૂમિકા ધક-ધક ગર્લને આપવામાં આવી હતી.

માધુરી આ ગીતમાં ડાન્સ નથી કરતી પણ તેના એક્સપ્રેશન ઘણું બધું કહી જાય છે. આ ઉંમરે પણ માધુરીની સુંદરતા બેજોડ છે. શ્રેયા ઘોષાલે ઘણા સમય પછી ગીત ગાયુ છે. આ ફિલ્મ ભારતના ભાગલા પડ્યા એ સમયગાળામાં આકાર લે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news