ટીચર્સ ડે પર રિલીઝ થયું ઋતિકની Super 30નું પોસ્ટર, કહ્યું- ‘વક્ત બદલને વાલા હૈ’

એક પોસ્ટર પર લખ્યું હતું કે ‘અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા, જો હકદાર હોગા વો રાજા બનેગા’. ત્યારે બીજા એક પોસ્ટરમાં લખ્યું હતું કે ‘વક્ત બદલને વાલા હૈ’.

ટીચર્સ ડે પર રિલીઝ થયું ઋતિકની Super 30નું પોસ્ટર, કહ્યું- ‘વક્ત બદલને વાલા હૈ’

નવી દિલ્હી: ઋતિક રોશનની અપકમિંગ ફિલ્મ સુપર 30 સત્તત સમાચારમાં છવાઇ છે. ટીચર્સ જેના દિવસે આ ફિલ્મના ત્રણ નવા પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યા છે. આ નવા પોસ્ટર્સના ખાસ વાત છે, તેના કેપ્શન ખુબ જ રમુજી છે. ઋતિકનો લુક પણ ઘણો પ્રભાવિત કરે તેવો છે અને તે પોસ્ટર્સમાં ફિલ્મના સ્ટૂડેન્ટ્સની સાથે જોવા મળી રહ્યો છે.

ફિલ્મના પોસ્ટરમાં ‘કેન્ટમ ફિલ્મ’એ તેમના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યા હતા. પોસ્ટરની ટેગ લાઇન્સ રમુજી છે, એક પોસ્ટર પર લખ્યું હતું કે ‘અબ રાજા કા બેટા રાજા નહીં બનેગા, જો હકદાર હોગા વો રાજા બનેગા’. ત્યારે બીજા એક પોસ્ટરમાં લખ્યું હતું કે ‘વક્ત બદલને વાલા હૈ’.

A post shared by Phantom (@fuhsephantom) on

ફિલ્મના શૂટિંગ પાછલા એક વર્ષથી રાજસ્થાન અને વારાણસી સહિત દેશના અન્ય ભાગોમાં ચાલી રહ્યું છે. ફિલ્મમાં આનંદના જીવનની શરૂઆતના સંધર્ષથી નિરાશાથી પ્રસિદ્ધિથી થઇને ‘સુપર 30’ના પથ પ્રદર્શક પહેલ સુધીની સફર દેખાળવામાં આવશે. આનંદ દરવર્ષે આર્થિક રૂપથી નબળા 30 મેઘાવી અને પ્રતિભાશીલ બાળકોને ભારતીય પ્રૌદ્યોગિક સંસ્થાનની પ્રવેશ પરીક્ષા ઉત્તીર્ણ કરવા માટે ભણાવતો હોય છે. બીજૂ મેથ્યૂના જણાવ્યા અનુસાર ફિલ્મ સારી રીતે તૈયાર થઇ ગઇ છે.

A post shared by Phantom (@fuhsephantom) on

ફિલ્મના નિર્માણ ‘રિલાયંસ એન્ટરટેનમેન્ટ’ અને ‘ફેન્ટમ ફિલ્મ’ કરી રહ્યુ છે. જ્યારે ફિલ્મના નિર્દેશન ફિલ્મ ‘ક્વીન’ ફેમ નિર્દેશક વિકાસ બહલ કરી રહ્યાં છે. આ ફિલ્મમાં ઋતિક રોશનની સાથે જી ટીવીનો શો ‘કુમકુમ ભાગ્ય’માં જોવા મળી રહેલી એક્ટ્રેસ મૃણાલ ઠાકુર જોવા મળશે. આ ફિલ્મ આવતા વર્ષે 25 જાન્યૂઆરીએ રિલીઝ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news