Heeramandi: ઉસ્તાદજી બની છવાઈ ગયા ઈંદ્રેશ મલિક, એક સમયે ઐશ્વર્યા રાયની ફિલ્મમાંથી કટ કરી દેવાયા હતા સીન

Heeramandi: ઈન્દ્રેશ મલિકે જણાવ્યું હતું કે વર્ષ 2018માં આવેલી એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ફન્ને ખાનમાં અનિલ કપૂર સાથે તેણે એક સીન શૂટ કર્યો હતો. આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવ પણ હતા. ફિલ્મ રિલીઝ થઈ ગયાના એક વર્ષ પછી તેને ખબર પડી કે ફિલ્મમાંથી તેનો સીન કાપી નાખવામાં આવ્યો છે. આ વાતની ખબર પણ તેને ખૂબ જ ખરાબ રીતે પડી હતી. 

Heeramandi: ઉસ્તાદજી બની છવાઈ ગયા ઈંદ્રેશ મલિક, એક સમયે ઐશ્વર્યા રાયની ફિલ્મમાંથી કટ કરી દેવાયા હતા સીન

Heeramandi: નેટફ્લિક્સ પર રિલીઝ થયેલી હીરામંડી વેબ સીરીઝથી કેટલા કલાકારો રાતોરાત ચર્ચામાં આવી ગયા છે. આ વેબ સિરીઝમાં દરેક કલાકારે બેસ્ટ અભિનય દેખાડ્યો છે. તેમાં સૌથી વધુ ચર્ચા હીરામંડી વેબ સીરીઝમાં ઉસ્તાદજીનું પાત્ર ભજવનાર ઇન્દ્રેશ મલિકની થઈ રહી છે. તેમની લાજવાબ એક્ટિંગને જોઈને લોકો તેના વખાણ કરતા થાકતા નથી. હીરામંડીથી રાતોરાત ઇન્દ્રેશ મલિકની એક્ટિંગની પણ ચર્ચા થવા લાગી છે. પરંતુ એક સમય એવો હતો જ્યારે ફિલ્મમાંથી તેના સીનને પણ કટ કરી દેવામાં આવતા હતા. આ ઘટના અંગે એક મુલાકાતમાં ખુદ ઇન્દ્રેશ મલિકે વાત કરી હતી. 

એક મુલાકાતમાં ઈન્દ્રેશ મલિકે જણાવ્યું કે આ તેની લાઈફનો સૌથી શરમજનક અનુભવ હતો. એક ફિલ્મમાં તેણે એક સીન કર્યો હતો અને તેને કહ્યા વિના સીનને કાપી નાખવામાં આવ્યો. જ્યારે તે પોતાનો રોલ ફિલ્મમાં છે તેવું માનીને કોઈને ફિલ્મ દેખાડી રહ્યો હતો ત્યારે તેને ખબર પડી કે તેનો સીન તો મેકર્સે કટ કરી નાખ્યો છે. 

ઈન્દ્રેશ મલિકે જણાવ્યું હતું કે વર્ષ 2018માં આવેલી એશ્વર્યા રાય બચ્ચનની ફિલ્મ ફન્ને ખાનમાં અનિલ કપૂર સાથે તેણે એક સીન શૂટ કર્યો હતો. આ ફિલ્મમાં એશ્વર્યા રાય બચ્ચન અને રાજકુમાર રાવ પણ હતા. ફિલ્મ રિલીઝ થઈ ગયાના એક વર્ષ પછી તેને ખબર પડી કે ફિલ્મમાંથી તેનો સીન કાપી નાખવામાં આવ્યો છે. આ વાતની ખબર પણ તેને ખૂબ જ ખરાબ રીતે પડી હતી. 

તેણે જણાવ્યું હતું કે તે એક ફ્લાઈટમાં જઈ રહ્યો હતો અને તેની બાજુમાં બેઠેલી વ્યક્તિ ફન્ને ખાન ફિલ્મ જોઈ રહી હતી. આ વાતથી તે ઉત્સાહિત થઈ ગયો અને ઈન્દ્રેશે તે વ્યક્તિને કહ્યું કે આ ફિલ્મમાં તેનો પણ એક સીન આવશે. પરંતુ ફિલ્મ પૂરી થઈ ગઈ અને તેનો સીન આવ્યો નહીં અને તેને સમજાયું કે તેનો સીન કાપી નાખવામાં આવ્યો છે. આ વાતથી તે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગયો કારણકે તેની પાસે બેઠેલી વ્યક્તિને લાગ્યું કે તે ખોટું બોલી રહ્યો છે. 

તે સમયે ઇન્દ્રેશ મલિકનો સીન ફિલ્મમાંથી કટ કરી દેવામાં આવ્યો પરંતુ સંજય લીલા ભણસાલીની હીરામંડી જોયા પછી લોકો ઉસ્તાદજીને ક્યારેય ભૂલી નહીં શકે. સોશિયલ મીડિયા પર પણ ઉસ્તાદજી એટલે કે ઇન્દ્રેશ મલિકના શાનદાર કામના વખાણ થઈ રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news