Sonu Sood ની વધી મુશ્કેલી, IT વિભાગે કર્યો 20 કરોડની ટેક્સ ચોરી અને બનાવટી વ્યવહારનો દાવો

બોલીવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. સોનુ સૂદના ઘરે છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગનું સર્વે ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે પણ આઈટી ટીમનો સર્વે ચાલી રહ્યો છે. IT અધિકારીઓએ સોનુ સૂદ વિશે મોટો ખુલાસો કર્યો છે

Sonu Sood ની વધી મુશ્કેલી, IT વિભાગે કર્યો 20 કરોડની ટેક્સ ચોરી અને બનાવટી વ્યવહારનો દાવો

નવી દિલ્હી: બોલીવૂડ અભિનેતા સોનુ સૂદની મુશ્કેલી વધતી દેખાઈ રહી છે. સોનુ સૂદના ઘરે છેલ્લા ત્રણ દિવસથી આવકવેરા વિભાગનું સર્વે ઓપરેશન ચાલી રહ્યું છે. શનિવારે પણ આઈટી ટીમનો સર્વે ચાલી રહ્યો છે. IT અધિકારીઓએ સોનુ સૂદ વિશે મોટો ખુલાસો કર્યો છે. સોનુ સૂદ સાથે જોડાયેલી જગ્યાઓ પર સર્ચ કર્યા બાદ IT વિભાગે 20 કરોડ રૂપિયાની ટેક્સ ચોરી, 2.1 કરોડનું ગેરકાયદેસર વિદેશી દાન, 65 કરોડ રૂપિયાની બનાવટી વ્યવહાર, જયપુર સ્થિત ઇન્ફ્રા ફર્મ સાથે 175 કરોડ રૂપિયાના સર્કૂલર વ્યવહારનો દાવો કર્યો છે.

સોનુ સૂદ પર ટેક્સ ચોરી સહિતના ઘણા ગંભીર આરોપો
શનિવારે આવકવેરા વિભાગે જણાવ્યું હતું કે સોનુ સૂદે 20 કરોડની ટેક્સની ચોરી કરી છે. તેના ચેરિટી ફાઉન્ડેશન, એક એનજીઓ જેને સોનુ સૂદ ચલાવે છે, તેમાં 2.1 કરોડનું વિદેશી દાન ગેરકાયદેસર રીતે મળ્યું છે. IT વિભાગે મુંબઈ, લખનઉ, કાનપુર, જયપુર, દિલ્હી અને ગુરુગ્રામ સહિત 28 સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

સોનુ સૂદના એનજીઓને મળ્યું ગેરકાયદેસર વિદેશી દાન
આઇટી અધિકારીઓનો આરોપ છે કે સોનુ સૂદે અનેક નકલી સંસ્થાઓ પાસેથી નકલી અને અસુરક્ષિત લોનના રૂપમાં બિનહિસાબી નાણાં જમા કર્યા હતા.આઇટી વિભાગનું કહેવું છે કે સોનુ ચેરિટી ફાઉન્ડેશન નામનું એનજીઓ છે તેની એક્ટર દ્વારા જુલાઇ 2020 માં સ્થાપવામાં આવી હતી. IT વિભાગ અનુસાર, NGO ને 1 એપ્રિલ, 2021 થી અત્યાર સુધી 18.94 કરોડનું દાન મળ્યું છે.

આ દાનમાંથી એનજીઓએ 1.9 કરોડનો ખર્ચ વિવિધ રાહત કાર્યોમાં કર્યો. આ પછી, બાકીના 17 કરોડ હજુ પણ બેંક ખાતામાં છે. તેઓ આજ સુધી ઉપયોગમાં લેવાયા નથી. એવું પણ જાણવા મળ્યું છે કે ચેરિટી ફાઉન્ડેશન દ્વારા ક્રાઉડ ફંડિંગ પ્લેટફોર્મ પર વિદેશી દાતાઓ પાસેથી 2.1 કરોડની રકમ પણ એકત્ર કરવામાં આવી છે. જે FCRA નિયમોનું ઉલ્લંઘન છે.

લખનઉમાં એક ઈન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રુપ સાથે સંબંધિત વિવિધ સ્થળોએ તપાસ કરવામાં આવી હતી, આ ગ્રુપ સોનુ સૂદ સાથે સંકળાયેલું છે. સર્ચ કર્યા બાદ બહાર આવ્યું છે કે આ કંપની મારફતે ઘણા નકલી બિલિંગ, 65 કરોડના નકલી કોન્ટ્રાક્ટ શોધી કાવામાં આવ્યા છે. ડિજિટલ ડેટામાંથી બિનહિસાબી રોકડ ખર્ચ, જંકનું બિનહિસાબી વેચાણ અને બિનહિસાબી રોકડ વ્યવહારોના પુરાવા મળ્યા છે. આઈટી વિભાગે 1.8 કરોડ રોકડ અને 11 લોકર્સ જપ્ત કર્યા છે. આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન હજુ ચાલુ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news