VIDEO : જાન્હવી કપૂરે સ્ટેજ પર કર્યો એવો ડાન્સ કે તાળી અને સીટીથી ગુંજી ઉઠ્યો માહોલ

ફિલ્મ 'ધડક'નું ગીત 'ઝિંગાટ'એ ઓરિજનલ 'સૈરાટ'નું રિમેક ગીત છે

VIDEO : જાન્હવી કપૂરે સ્ટેજ પર કર્યો એવો ડાન્સ કે તાળી અને સીટીથી ગુંજી ઉઠ્યો માહોલ

નવી દિલ્હી : શ્રીદેવીની દીકરી જાન્હવી કપૂરની પહેલી ફિલ્મ 'ધડક' આ વર્ષે 20 જુલાઈના દિવસે રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું પ્રમોશન પુરજોશમાં ચાલી રહ્યું છે. આ ફિલ્મમાં જાન્હવીની સાથે ઇશાન ખટ્ટર પણ જોવા મળશે. હાલમાં આ બંને પોતાની પહેલી ફિલ્મના પ્રમોશન માટે અલગઅલગ શહેરમાં ફરી રહ્યા છે. પ્રમોશન દરમિયાન બંનેનો અલગ અને બિંદાસ અંદાજ જોવા મળ્યો્ છે. હાલમાં 'ધડક'ના પ્રમોશનનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર વાઇરલ થઈ રહ્યો્ છે. આમાં, જાન્હવી કપૂર 'ઝિંગાટ' સોંગ પર ડાન્સ કરતી જોવા મળે છે. 

A post shared by Voompla (@voompla) on

જાન્હવી કપૂરનો આ ડાન્સ વીડિયો લખનૌમાં ફિલ્મના પ્રમોશન દરમિયાનનો છે. પ્રમોશનમાં જ્હાન્વી અને ઇશાન ધમાલ ડાન્સ કરી રહ્યા છે્. આ વીડિયોમાં જાન્હવીની ડાન્સિંગ સ્ટાઇલ લોકોને બહુ ગમી છે. લોકો તાળીઓ પાડીને અને સીટી મારીને જાન્હવીને પ્રોત્સાહન આપી રહ્યા છે. 

જાન્હવી કપૂરની 'ધડક' 2017માં આવેલી મરાઠી ફિલ્મ 'સૈરાટ'ની રિમેક છે. આ ફિલ્મની રિલીઝ પહેલાં જ એનું ગીત 'ઝિંગાટ' ઇ્ન્ટરનેટ પર હિટ સાબિત થયું છે. આ ગીતને અત્યાર સુધી 2.5 કરોડથી વધારે વખત યુટ્યૂબ પર જોવામાં આવ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news