11 ફ્લોપ ફિલ્મો આપી ચુકી છે કાજોલની બહેન તનીષા, હવે શરૂ કરશે પ્રોડક્શન હાઉસ

કાજોલની બહેન બોલીવુડ અભિનેત્રી તનીષા મુખર્જી પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલવા જઈ રહી છે. તેનું માનવું છે કે હવે હિન્દી ફિલ્મી ઉદ્યોગમાં સારી ફિલ્મો બની રહી નથી. 
 

11 ફ્લોપ ફિલ્મો આપી ચુકી છે કાજોલની બહેન તનીષા, હવે શરૂ કરશે પ્રોડક્શન હાઉસ

નવી દિલ્હીઃ બોલીવુડ અભિનેત્રી તનીષા મુખર્જી પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલવા જઈ રહી છે. કારણ કે તેનું માનવું છે કે હવે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં સારી ફિલ્મો બની રહી નથી. 

મુંબઈમાં એક ઈવેન્ટ દરમિયાન જ્યારે તનીષાને પૂછવામાં આવ્યું કે, શું હિન્દી ફિલ્મોમાં વાપસી કરવાની તેની યોજના છે? સવાલ પર તનીષાએ પલટવાર કર્યો, 'શું તમને લાગે છે કે સારી ફિલ્મો બની રહી છે?'

તનીષાએ કહ્યું, 'જો મને સારી ફિલ્મનો પ્રસ્તાવ મળે છે તો હું જરૂર કરીશ. હાલમાં વેબ એક સારૂ મંચ બની ચુક્યું છે.' મીડિયા સાથે વાતચીતમાં તનીષાએ તે પણ ખુલાસો કર્યો, 'હું ફિલ્મો બનાવવા ઈચ્છું છું અને આશા છે કે મારા પ્રોડક્શન હાઉસ હેઠળ હું એક ફિલ્મ માટે શૂટિંગ શરૂ કરીશ.'

મહત્વનું છે કે બોલીવુડ અભિનેત્રી કાજોલની નાની બહેન તનીષાએ 'શ્શ,' 'પોપકોર્ન ખાઓ,' 'મસ્ત હો જાઓ', 'નીલ એન્ડ નિક્કી' અને 'ટેંગો ચાર્લી' જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ તેને પોતાની માતા તનુજા અને મોટી બહેન કાજોલ જેવી સફળતા મળી નથી. 2003મા બોલીવુડમાં પર્દાપણ કરનારી તનીષાએ કુલ 11 ફિલ્મો કરી છે અને તમામ ફ્લોપ સાબિત થઈ છે. બોલીવુડથી દૂર રહીને તનીષા પોતાના એનજીઓ 'સ્ટૈમ્પ'ના કામમાં વ્યસ્ત થઈ ગઈ છે. 

તનીષા છેલ્લે વર્ષ 2016મા રિલીઝ થયેલી ફિલ્મ 'અન્ના'માં જોવા મળી હતી. શશાંક ઉદાપુર્કર ફિલ્મના ડાયરેક્ટર હતા. ફિલ્મમાં તનીષાએ એક પત્રકારની ભૂમિકા નિભાવી હતી. તનીષા નાના પડદા પર 2013મા ટીવી સીરીયલ બિગ બોસમાં જોવા મળી હતી.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news