કરણ જૌહરની હાઉસ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ નશામાં ધૂત જોવા મળ્યા, વાઈરલ થયો VIDEO 

બોલિવૂડ સેલેબ્સ ગ્લેમરસ પાર્ટીઓમાં ખુબ એન્જોય કરતા જોવા મળે છે. પરંતુ તેમની હાઉસ પાર્ટીઓ ક્યારેય એટલી મજેદાર હોતી નથી. પરંતુ ગત શનિવારે કરણ જૌહરના ઘરે એક એવા જ હાઉસ પાર્ટી યોજાઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે.

કરણ જૌહરની હાઉસ પાર્ટીમાં બોલિવૂડ સેલેબ્સ નશામાં ધૂત જોવા મળ્યા, વાઈરલ થયો VIDEO 

નવી દિલ્હી: બોલિવૂડ સેલેબ્સ ગ્લેમરસ પાર્ટીઓમાં ખુબ એન્જોય કરતા જોવા મળે છે. પરંતુ તેમની હાઉસ પાર્ટીઓ ક્યારેય એટલી મજેદાર હોતી નથી. પરંતુ ગત શનિવારે કરણ જૌહરના ઘરે એક એવા જ હાઉસ પાર્ટી યોજાઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઈન્ડસ્ટ્રીના અનેક યંગ એક્ટર્સ જોવા મળી રહ્યાં છે. દીપિકા પાદૂકોણથી માડીને વિક્કી કૌશલ સુદ્ધા નશામાં ધૂત જોવા મળી રહ્યાં છે. કરણે પોતે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો હતો. હવે ફેન્સે સેલેબ્સને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધુ છે. 

— @judgmentalharsh05🇮🇳 (@iamhrishihb) July 30, 2019

વિક્કી કૌશલની તસવીર શેર કરતા લોકોએ  કહ્યું કે તેઓ ડ્રગ્સ લઈને બેઠા છે અને જલદી સંજૂ 2ની શૂટિંગ શરૂ કરવાના છે. 

આ બાજુ કમાલ આર  ખાને પોતાના કેઆરકે બોક્સ ઓફિસ નાના ટ્વીટર એકાઉન્ટથી આ પાર્ટીનો વીડિયો શેર કરતા લખ્યું કે બોલિવૂડ ટોપ સ્ટાર્સ કરણ જૌહરની પાર્ટીમાં. બધા નશામાં. અમે એ નથી બતાવી શકતા કે બધાએ દારૂ પીધો હતો કે  પછી કોઈ બીજો જ નશો કર્યો હતો. પરંતુ બધા પોતાનું નાક સાફ કરી રહ્યાં હતાં. 

— KRKBOXOFFICE (@KRKBoxOffice) July 30, 2019

આ વીડિયો સામે આવ્યાં બાદથી દીપિકા પાદૂકોણ, વિક્કી કૌશલ અને મલાઈકા અરોરા સૌથી વધુ ટ્રોલ થઈ રહ્યાં છે. અત્રે જણાવવાનું કે આ વીડિયોમાં દીપિકા પાદૂકોણ, મલાઈકા અરોરા, અર્જૂન કપૂર, વરુણ ધવન, પોતાની ગર્લફ્રેન્ડ નતાશા સાથે, ઝોયા અખ્તર, વિક્કી કૌશલ, અને રણબીર કપૂર ઉપરાંત અનેક બોલિવૂડ સેલીબ્રિટી જોવા મળે છે.  એક્સ કપલ દીપિકા પાદૂકોણ અને રણબીર કપૂર પણ પાર્ટીમાં ચિલ મારતા જોવા મળ્યાં. આ પાર્ટીમાં દીપિકા એકલી જોવા મળી તો આલિયા પાર્ટીમાંથી ગાયબ જોવા મળી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news