કરણ જોહરે દેખાડી Koffee With Karan 8 ના સેટની ઝલક, આ સ્ટાર હશે ગેસ્ટ લીસ્ટમાં

Koffee With Karan 8 set: કરન જોહરના શો 'કોફી વિથ કરન સીઝન 8'નો સેટ અન્ય સીઝન કરતાં ઘણો અલગ અને વધુ સુંદર છે. આ સેટ બનાવવામાં ઘણા લોકોની મહેનત લાગી છે. જેનો નજારો ખુદ કરને આ વીડિયો ક્લિપમાં બતાવ્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે સેટ કેવી રીતે બનાવવામાં આવ્યો છે.

કરણ જોહરે દેખાડી Koffee With Karan 8 ના સેટની ઝલક, આ સ્ટાર હશે ગેસ્ટ લીસ્ટમાં

Koffee With Karan 8 set: કરન જોહર ફરી એકવાર તેના બહુચર્તિત શો 'કોફી વિથ કરન' સાથે ટીવી પર કમબેક કરી રહ્યો છે. આ શોની આ 8મી સીઝન છે જેને લઈને કરન ખૂબ જ ઉત્સાહિત છે. આ સીઝન શરૂ થવાના થોડા દિવસો પહેલા જ કરન જોહરે તેની નવી સીઝનના સેટની અંદરનો નજારો અને સેટ કેવી રીતે તૈયાર થયો છે તે બતાવવામાં આવ્યું છે.  

કરન જોહરના શો 'કોફી વિથ કરન સીઝન 8'નો સેટ અન્ય સીઝન કરતાં ઘણો અલગ અને વધુ સુંદર છે. આ સેટ બનાવવામાં ઘણા લોકોની મહેનત લાગી છે. જેનો નજારો ખુદ કરને આ વીડિયો ક્લિપમાં બતાવ્યો છે. આ વીડિયોમાં તમે જોશો કે સેટ કેવી રીતે બનાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો:

આ વીડિયો કરન જોહરે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. વીડિયો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું છે કે, કોફી વિથ કરનનો સેટ કેવી રીતે બન્યો તે પહેલીવાર જુઓ. કોફી વિથ કરન સીઝન 8 26મી ઓક્ટોબરથી પ્રસારિત થઈ રહી છે. આ શોને ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકો છો.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Karan Johar (@karanjohar)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે કરીના કપૂર ખાન અને આલિયા ભટ્ટ ગેસ્ટ તરીકે સાથે જોવા મળશે. શોમાં દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ પણ સાથે જોવા મળશે. આ સિવાય કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા સિવાય આ શોમાં રોહિત શેટ્ટી અને અજય દેવગન પણ જોવા મળી શકે છે. કરન જોહરના શો માટે શાહરૂખ ખાનનો પણ સંપર્ક કરવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી કંઈપણ કન્ફર્મ થયું નથી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news