વિવાદ ખતમ! કંગના રનૌત સાથે પેચઅપ કરવાનો છે કરણ જૌહર? આપી હિંટ

કરણ જોહર અને કંગના રનૌત વચ્ચે છેલ્લા કેટલાક સમયથી વિવાદ ચાલી રહ્યો છે. કંગના અનેક મુદ્દે કરણ જોહર પર ગંભીર આરોપ લગાવી ચુકી છે. બંને વચ્ચે સોશિયલ મીડિયા પર પણ વિવાદ જોવા મળ્યો હતો. પરંતુ હવે લાગી રહ્યું છે કે આ મુદ્દે સમાધાન થવાનું છે. 

વિવાદ ખતમ! કંગના રનૌત સાથે પેચઅપ કરવાનો છે કરણ જૌહર? આપી હિંટ

નવી દિલ્હીઃ બોલીવુડ ડાયરેક્ટર કરણ જોહર અને અભિનેત્રી કંગના રનૌતનો આપસનો ઝગડો કોઈથી છુપાયેલો નથી. હંમેશા કોઈને કોઈ મુદ્દા પર કંગના રનૌત કરણ પર જોરદાર હુમલા કરતી રહે છે. બંને વચ્ચે વિવાદ ચાલતો રહે છે. પરંતુ હવે લાગે છે કે આ ઝગડાનો અંત થવાનો છે. કરણે હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં કંગનાની ફિલ્મ ઈમરજન્સીને કઈને કંઈક એવું કહ્યું કે લોકો તકરાર વચ્ચે દોસ્તીની આશા કરવા લાગ્યા છે. 

કંગના સાથે સમાધાનના મૂડમાં કરણ!
કરણ જોહર અને કંગના રનૌત વચ્ચે અણબનાવને ઈન્ડસ્ટ્રીની સૌથી મોટો વિવાદ કહીએ તો ખોટુ નહીં હોય. પરંતુ હાલમાં કરણે આપેલા એક નિવેદનથી તેના પર વિરામ લાગતો દેખાઈ રહ્યો છે. હવે ફેન્સ તો આ માની રહ્યાં છે. હકીકતમાં એક અખબારને આપેલા ઈન્ટરવ્યૂમાં જ્યારે કરણથી પોલિટિકલ સ્ટોરી બેસ્ડ ફિલ્મને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેણે કંગનાની ફિલ્મનું નામ લીધુ. કરણને પૂછવામાં આવ્યું કે શું તે પોલિટિકલ ઈવેન્ટ બેસ્ડ સ્ટોરી પર કોઈ ફિલ્મ બનાવશે? તો કરણે કહ્યું- એક ફિલ્મ અત્યારે બની રહી છે ઈમરજન્સી અને હું તેને જોવા માટે ખુબ આતૂર છું. 

6 વર્ષ જૂનો છે ઝગડો
કરણનું આ નિવેદન કંગના સાથે અણબનાવના છ વર્ષ બાદ આવ્યું છે. આ વિવાદ શરૂ થયો હતો, જ્યારે કંગના પોતાની ફિલ્મ રંગૂનનું પ્રમોશન કરવા માટે ચેટ શો કોફી વિથ કરણ પર ગઈ હતી. શો દરમિયાન કંગનાએ કરણને મૂવી માફિયા કહ્યો હતો, અને નેપોટિઝ્મ ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. ત્યારબાદ તો સોશિયલ મીડિયા પર એક અલગ જંગ શરૂ થયો હતો. બંને એકબીજા પર આરોપ લગાવતા પણ જોવા મળ્યા હતા. હાલમાં રોકી અને રાનીની પ્રેમ કહાનીના રિલીઝ સમયે કંગનાએ કરણ પર બોક્સ ઓફિસ ખરીદવા સુધીના આરોપ લગાવ્યા હતા. ત્યારબાદ કંગનાએ કરણ પાસે રિટાયર થવા સુધીની માંગ કરી દીધી હતી. અભિનેત્રી સુશાંત સિંહ રાજપૂતના મોતનો જવાબદાર હોવાનો આરોપ પણ લગાવી ચુકી છે. 

નોંધનીય છે કે કંગનાની ફિલ્મ ઈમરજન્સી 24 નવેમ્બર 2023ના રિલીઝ થશે. આ અભિનેત્રીના હોમ પ્રોડક્શનની ફિલ્મ છે. તેમાં તેની સાથે ભૂમિકા ચાવલા, સતીષ કૌશિક, મિલિંદ સોમન, મહિમા ચૌધરી, શ્રેયસ તલપડે મહત્વની ભૂમિકા હશે. તેની કહાની ઈન્દિરા ગાંધી સરકાર દરમિયાન લાગૂ થયેલી ઈમરજન્સી બેસ્ડ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news