VIDEO: સની લિયોન કેમ બની હતી પોર્ન સ્ટાર? બોલ્ડ બાયોપિકનું ટ્રેલર થયું રિલીઝ

 આ એક વેબ સિરીઝ છે અને તે ઝી5 પર દર્શાવવામાં આવશે. આ વેબ સિરીઝ શોમાં સનીના બાળપણની ભૂમિકા લંડન બેસ્ડ અભિનેત્રી રયસા સૌજાની નિભાવશે.

VIDEO: સની લિયોન કેમ બની હતી પોર્ન સ્ટાર? બોલ્ડ બાયોપિકનું ટ્રેલર થયું રિલીઝ

મુંબઈ: 'આજે આપણે જે વ્યક્તિનો ઈન્ટરવ્યું કરવા જઈ રહ્યાં છીએ તેને હિન્દુસ્તાનમાં પ્રેમ અને નફરત બંને બરાબર મળ્યા છે. પરંતુ અનેક લોકો માટે તે એ વ્યક્તિ છે જે એક ભારતીય નારીએ હોવું ન જોઈએ... સની લિયોન.' આ ડાઈલોગ સચ્ચાઈની જેટલો નજીક છે તેટલો જ સનીના જીવનની પણ નજીક છે. પોર્ન ઈન્ડસ્ટ્રીમાંથી હોવા છતાં બોલિવૂડની સફર કરનાર સની લિયોનની બાયોપિક 'કરણજીત કૌર: ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોન' નું ટ્રેલર રિલીઝ થયું છે. શરૂઆતમાં જે લાઈન લખવામાં આવી છે તે જ લાઈનથી ટ્રેલરની શરૂઆત પણ થાય છે. સનીની બાયોપિકની (વેબ સિરીઝ) સીઝન 1નું પ્રીમિયર 16 જુલાઈના રોજ Zee5 પર થવાનું છે. આ ટ્રેલરમાં સનીની શરૂઆતની જિંદગીથી લઈને મોડેલિંગ અને ત્યારબાદ પોર્ન ઈન્ડસ્ટ્રીથી થઈને બોલિવૂડની સફરની ઝલક દર્શાવવામાં આવી છે. 

સની લિયોનની તેના કામના કારણે ખુબ આલોચના પણ થઈ છે. તેના વિશે કહેવાય છે કે સની એક એવી વ્યક્તિ છે જે એક ભારતીય નારીએ હોવું જોઈએ નહીં. હિન્દુસ્તાનમાં અનેક લોકો માને છે કે રસ્તા પર ઊભેલી વેશ્યા અને પોર્ન સ્ટારમાં કોઈ ફરક નથી. એવા અનેક સવાલો છે જે સનીને કરવામાં આવ્યાં હતાં. પરંતુ એક એક્ટર તરીકે તેણે આવા તમામ સવાલોના ખુબ હિંમતથી સામનો કર્યો અને બેખોફ થઈને જવાબ આપ્યાં. આ ફિલ્મમાં સની અંગે એવી અનેક વાતો છે જે જોવા મળશે. ફિલ્મમાં બોલ્ડ દ્રશ્યો પણ છે. 

તમને જણાવીએ કે આ એક વેબ સિરીઝ છે અને તે ઝી5 પર દર્શાવવામાં આવશે. આ વેબ સિરીઝ શોમાં સનીના બાળપણની ભૂમિકા લંડન બેસ્ડ અભિનેત્રી રયસા સૌજાની નિભાવશે. સનીએ પહેલા એડલ્ડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો અને ત્યારબાદ બોલિવૂડમાં આવી. ભારતમાં તે ગુગલ પર સૌથી વધુ સર્ચ કરવામાં આવતી સેલિબ્રિટી બની. આ ફિલ્મની વાર્તા સનીના જીવનની આસપાસ ઘૂમે છે. કેવી રીતે કેનેડાના એક મધ્યવર્ગના પરિવારમાં જન્મેલી કરણજીત કૌર મોટી થઈને એડલ્ટ ફિલ્મ અભિનેત્રી બની અને ત્યારબાદ બોલિવૂડમાં અલગ મુકામ હાંસલ કર્યો. 

હાલ સની પોતાના જોડકા છોકરા નોઆ, અશર અને દત્તક પુત્રી નિશા અને મેકઅપ રેન્જ 'સ્ટાર સ્ટ્રક બાય સની લિયોન'માં વ્યસ્ત છે. જોવાનું એ રહેશે કે ઓડિયન્સ તેની આ બાયોપિકને કેવો રિસ્પોન્સ આપે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news