Kareena Kapoor નો આગામી ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવતા સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

હાલમાં જ કરીના કપૂરે તેના મેકઅપ રૂમમાંથી એક BTS વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી હતી. ફોટો પર કરવામાં આવેલી કમેન્ટને જોઈને લાગે છે કે કરીના કપૂર ભૂલી ગઈ છે કે તે કઈ ફિલ્મની છે.

Kareena Kapoor નો આગામી ફિલ્મનો ફર્સ્ટ લૂક સામે આવતા સોશિયલ મીડિયા પર તસવીરો વાયરલ

નવી દિલ્લીઃ હાલમાં જ લાંબા વિરામ બાદ ફરી એકવાર કરીના કપૂર એક્ટિવ થઈ ગઈ છે. કરીના કપૂરે તેની આગામી ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝ કરતાની સાથે સોશિયલ મીડિયા પર તેના ચાહકો ઉમટી પડ્યાં છે. ચાહકો કરીનાના ફોટા જોઈને અલગ અલગ કોમેન્ટ આપી રહ્યાં છે. કોઈ આ નવા લૂકને પસંદ કરી રહ્યું છે તો કોઈ ફિલ્મ ક્યારે રિલીઝ થશે તેની ડેટ પૂછી રહ્યું છે. કરીના કપૂરે તેની આગામી ફિલ્મનો ફર્સ્ટ લૂક ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો ત્યારથી જ ચાહકોની ઉત્સુકતા વધી ગઈ છે. કરીનાએ પોતાની નવી ફિલ્મની તસવીરો શહેર કરી વખતે લખ્યું છેકે, ‘પહેલા દિવસે, ફિલ્મ નંબર 67મી કે 68મી, ચાલો મિત્રો આ કરીએ.’ આ ઉપરાંત, તેણે તેને એકતા કપૂર, બાલાજી મોશન પિક્ચર્સ, હંસલ મહેતા અને મુકેશ છાબરાને હેશ-ટેગ કર્યા છે. તસવીરોમાં કરીના કપૂર ઘરની બહાર બેગ લઈને ઉભી જોવા મળે છે. તે ગુસ્સાથી કેમેરા તરફ જોઈ રહી છે.

No description available.

હાલમાં જ કરીના કપૂરે તેના મેકઅપ રૂમમાંથી એક BTS વીડિયો શેર કરીને આ વિશે માહિતી આપી હતી. ફોટો પર કરવામાં આવેલી કમેન્ટને જોઈને લાગે છે કે કરીના કપૂર ભૂલી ગઈ છે કે તે કઈ ફિલ્મની છે. જો કે આ ફિલ્મ એકતા કપૂર પ્રોડ્યુસ કરી રહી છે. તસવીરો શેર કરતાં એકતા કપૂરે લખ્યું, ‘કરિના કપૂર સાથેનો બીજો પ્રોજેક્ટ. આગણ પણ ઘણા આવશે. આ મારા માટે ખાસ છે. એકતા કપૂરના ભાઈ તુષાર કપૂરે પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેણે લખ્યું, ‘કિલર થ્રિલર જેવું લાગે છે. એકતા કપૂર અને કરીના કપૂરનો આ બીજો પ્રોજેક્ટ છે. આ પહેલા બંને વીરે દી વેડિંગમાં સાથે કામ કરી ચુક્યા છે.

એકતા કપૂરે એક નિવેદનમાં કહ્યું હતું કે, ‘કરીના કપૂર ખૂબ જ ડાયનેમિક કોમ્બિનેશન છે. તેની પાસે સ્ટાર પાવર અને ટેલેન્ટ બંને છે. અમે છેલ્લે વીરે દી વેડિંગમાં કામ કર્યું હતું જે તેની ખૂબ જ સારી ફિલ્મ હતી. મને તેમની સાથે કામ કરવાની મજા આવે છે. હંસલ મહેતા પણ સારા દિગ્દર્શક છે. આ ફિલ્મ વાસ્તવિક જીવનની ઘટના પર આધારિત છે અને તેનું શૂટિંગ શરૂ થઈ ગયું છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news