સંજય દત્ત પછી હવે સની લિયોની આત્મકથા! આવી ગયું છે ટીઝર

મૂળ ભારતીય અને અમેરિકામાં ઉછરેલી કરણજીત કૌરને આજે બોલિવૂડ અને આખી દુનિયા સની લિયોની તરીકે ઓળખે છે

સંજય દત્ત પછી હવે સની લિયોની આત્મકથા! આવી ગયું છે ટીઝર

મુંબઈ : મૂળ ભારતીય અને અમેરિકામાં ઉછરેલી કરણજીત કૌરને આજે બોલિવૂડ અને આખી દુનિયા સની લિયોની તરીકે ઓળખે છે. મૂળ પોર્ન ફિલ્મની સ્ટાર તરીકે ભારે લોકપ્રિયતા મેળવનાર સની આજે પોર્નસ્ટારની ઇમેજ પાછળ મૂકીને બોલિવૂડમાં સ્ટાર બની ગઈ છે. પતિ અને ત્રણ બાળકો સાથે ખુશહાલ જીવન ગાળી રહેલી સની એક તબક્કે ભારતમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાતી સેલિબ્રિટી પણ બની હતી.

હવે સની લિયોની પોતાની જ બાયોપિક સાથે આવી રહી છે. આ એક વેબ સીરિઝ છે જેનું નામ ‘કરણજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની’ છે અને તેમાં સની પોતે જ પોતાનું પાત્ર ભજવી રહી છે. હવે તેનું ટીઝર પણ સામે આવી ગયું છે. લગભગ 40 સેકન્ડના આ વીડિયોમાં સની લિયોનીના બે બિલકુલ અલગઅલગ ઇમેજ છે. હાલમાં સંજય દત્તના જીવન પર બનેલી 'સંજૂ'ને જબરદસ્ત લોકપ્રિયતા મળી રહી છે ત્યારે સનીની આત્મકથાને કેવો પ્રતિભાવ મળશે એ જાણવું રસપ્રદ સાબિત થશે. 

— Sunny Leone (@SunnyLeone) July 1, 2018

આ વેબસિરિઝની પાછલા ઘણાં દિવસોથી ચર્ચા થઇ રહી છે. સનીએ આ વેબ સીરિઝનું ટીઝર પોતાના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યુ છે. આ ટીઝર સાથે કેપ્શન લખ્યું છે કે ‘મારૂ જીવન ટૂંક સમયમાં એક ખુલ્લુ પુસ્તક હશે.'

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news