લતા મંગેશકરની તબિયતના લેટેસ્ટ અપડેટ આવ્યા, જાણો શું કહ્યું પરિવારજનોએ...

બોલિવુડ (bollywood) ગાયિકા લતા મંગેશકર (Lata Mangeskar)ની તબિયર હાલ સ્થિર છે અને તેમની તબિયતમાં સતત સુધારો આવી રહ્યો છે. આ માહિતી લતા મંગેશકરના પરિવારના સદસ્યોએ 14 નવેમ્બરના રોજ રાત્રે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાત્રે સોશિયલ મીડિયા પર લતા મંગેશકરના નિધનના ખોટા સમાચાર વાયરલ (Viral News) થયા હતા. જેના બાદ તેમના પરિવારજનોએ લતા મંગેશકરના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વિટ લખીને કહ્યું કે, ‘લતા દીદીની તબિયત સ્થિર છે અને તેમની તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે. તમારી ચિંતા, સંભાળ અને પ્રાર્થના માટે સૌનો આભાર...’
લતા મંગેશકરની તબિયતના લેટેસ્ટ અપડેટ આવ્યા, જાણો શું કહ્યું પરિવારજનોએ...

નવી દિલ્હી :બોલિવુડ (bollywood) ગાયિકા લતા મંગેશકર (Lata Mangeskar)ની તબિયર હાલ સ્થિર છે અને તેમની તબિયતમાં સતત સુધારો આવી રહ્યો છે. આ માહિતી લતા મંગેશકરના પરિવારના સદસ્યોએ 14 નવેમ્બરના રોજ રાત્રે તેમના ટ્વિટર એકાઉન્ટ પરથી આપી છે. ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાત્રે સોશિયલ મીડિયા પર લતા મંગેશકરના નિધનના ખોટા સમાચાર વાયરલ (Viral News) થયા હતા. જેના બાદ તેમના પરિવારજનોએ લતા મંગેશકરના ટ્વિટર એકાઉન્ટ પરથી એક ટ્વિટ લખીને કહ્યું કે, ‘લતા દીદીની તબિયત સ્થિર છે અને તેમની તબિયતમાં સુધારો પણ આવી રહ્યો છે. તમારી ચિંતા, સંભાળ અને પ્રાર્થના માટે સૌનો આભાર...’

We thank each one of you, for your concern, care and prayers!

— Lata Mangeshkar (@mangeshkarlata) November 14, 2019

કોકિલકંઠીના નામથી પ્રખ્યાત લિજેન્ડ સિંગર લતા મંગેશકર છેલ્લા કેટલાક દિવસોથી બીમાર છે. હાલ તેમના ચાહકો સતત તેમની તબિયતને લઈને ચિંતામાં છે. શ્વાસ લેવામાં તકલીફ તથા છાતીમાં રક્ત જમા થવાની ફરિયાદને કારણે લતા મંગેશકરને 11 નવેમ્બરના રોજ મુંબઈની બ્રીચકેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમની તબિયત સારી થાય તે માટે દેશવિદેશમાં વસતા તેમના ચાહકોએ પ્રાર્થના કરી હતી. જેમાં હેમા માલિની અને શબાના આઝમી પણ સામેલ છે. 

लता मंगेशकर की सेहत में आया सुधार, पहले से ठीक है स्थिति

સૂરસામ્રાજ્ઞીએ 28 સપ્ટેમ્બરના રોજ તેમનો 90મો જન્મદિવસ ઉજવ્યો હતો. વર્ષ 2001માં તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન કહેવાતો ‘ભારત રત્ન’ આપવામાં આવ્યો હતો. તેમણે 36 ભારતીય ભાષાઓમાં ગીત રેકોર્ડ કર્યા છે. 28 સપ્ટેમ્બર, 1929ના રોજ જન્મેલા લતા મંગેશકરને અનેક રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પુરસ્કારો ઉપરાંત દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર, ઓફિસર ઓફ ધ લીઝન ઓફ ઓનરથી સન્માનિત કરવામાં આવ્યા છે. તેમણે વર્ષ 1948થી 1974 દરમિયાન 25 હજારથી વધુ ગીતો ગાયા હતા. વર્ષ 1974માં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં તેઓએ ઈતિહાસમાં સૌથી વધુ ગીત ગાવાનો રેકોર્ડ નોંધવારન કલાકારનું સ્થાન અપાયું છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news