92 વર્ષની વયે લતા મંગેશકરે લીધા અંતિમ શ્વાસ, દેશભરમાં શોકનો માહોલ

હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે (Lata Mangeshkar) 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Mumbai's Breach Candy Hospital) માં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા.

92 વર્ષની વયે લતા મંગેશકરે લીધા અંતિમ શ્વાસ, દેશભરમાં શોકનો માહોલ

મુંબઇ: હિન્દી સિનેમાની પ્રખ્યાત ગાયિકા લતા મંગેશકરે (Lata Mangeshkar) 92 વર્ષની વયે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Mumbai's Breach Candy Hospital) માં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. તમને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા તેમને કોરોના પોઝિટિવ (Corona positive) આવ્યા બાદ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, થોડા દિવસો પહેલા કહેવામાં આવ્યું હતું કે લતાની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે પરંતુ ફરી એકવાર તેમની તબિયત બગડતા ફરી દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા હતા.

નોંધનીય છે કે 92 વોઈસ નાઈટિંગેલ લતા મંગેશકરને 11 જાન્યુઆરી (મંગળવાર) સવારે કોરોના સંક્રમિત મળ્યા બાદ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. પરંતુ ફરી એકવાર તેમની તબિયત ખરાબ થઇ હતી અને તેમને  મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલ (Mumbai's Breach Candy Hospital) માં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા હતા. 

— Nitin Gadkari (@nitin_gadkari) February 6, 2022

તે ન્યુમોનિયાથી પણ પીડિત હતી. થોડા દિવસો પહેલા તેમની નાની બહેન ઉષા મંગેશકરે તેમના સ્વાસ્થ્ય વિશે માહિતી આપતા કહ્યું હતું કે લતા દીદી કોવિડથી સંક્રમિત છે, તેથી કોવિડ પ્રોટોકોલ હેઠળ અમે તેમને હોસ્પિટલમાં જોઈ શકતા નથી. 

જો કે હોસ્પિટલની નર્સો અને ડોકટરો તેની સંપૂર્ણ સંભાળ લઈ રહ્યા છે. તે જલ્દી સ્વસ્થ થઈ જશે. તમને જણાવી દઈએ કે આ પહેલા સપ્ટેમ્બર 2019માં લતા મંગેશકરને છાતીમાં ઈન્ફેક્શનના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, તેમને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી હતી. થોડા દિવસની સારવાર બાદ તે સ્વસ્થ થઈને ઘરે પરત ફરી હતી.

— Narendra Modi (@narendramodi) February 6, 2022

લતા મંગેશકરે ગત મહિને જ તેમના રેડિયો ડેબ્યુના 80 વર્ષની ઉજવણી કરવા ટ્વિટર પર એક પોસ્ટ લખી હતી. 'ભારતની નાઇટિંગેલ' તરીકે ઓળખાતી લતા દીએ અનેક ભાષાઓમાં હજારો ગીતો ગાયા છે. ઘણા પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત કરનાર, લતા દીદીને ત્રણ રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર અને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે.

30 હજારથી વધુ ગીતોમાં આપ્યો અવાજ
ઉલ્લેખનીય છે કે, લતા મંગેશકરે (Lata Mangeshkar) 1942માં 13 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. સાત દાયકાથી વધુની કારકિર્દીમાં તેમણે બહુવિધ ભાષાઓમાં 30,000 થી વધુ ગીતો ગાયા છે. તેમને ભારત રત્ન, પદ્મ ભૂષણ, પદ્મ વિભૂષણ, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અને અનેક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news