VIDEO મુંબઈ: દીપિકાનું ઘર છે તે ઈમારતમાં વિકરાળ આગ, અનેક લોકોને બચાવાયા

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈના અત્યંત પોશ વિસ્તારમાં જેની ગણતરી થાય છે તે વરલીના પ્રભાદેવીમાં એક 33 માળની ઈમારતના 32માં માળે ભયંકર આગ લાગી છે.

VIDEO મુંબઈ: દીપિકાનું ઘર છે તે ઈમારતમાં વિકરાળ આગ, અનેક લોકોને બચાવાયા

નવી દિલ્હી: દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈના અત્યંત પોશ વિસ્તારમાં જેની ગણતરી થાય છે તે વરલીના પ્રભાદેવીમાં એક 33 માળની ઈમારતના 32માં માળે ભયંકર આગ લાગી છે. ઘટનાસ્થળે ફાયરની 8 ગાડીઓ પહોંચી ગઈ છે. આગ એટલી ભયાનક છે કે ઉપરના માળ સુધી પહોંચી ગઈ છે. હજુ સુધી જો કે કોઈ જાનહાનિના અહેવાલ નથી. આ ઈમારતના 26માં માળે દીપિકા પાદૂકોણનો ફ્લેટ છે.

— ANI (@ANI) June 13, 2018

આ ઈમારત વરલીના વીર સાવરકર માર્ગ પર આવેલી છે. આગ લાગવાનું કારણ તો હજુ જાણવા મળ્યું નથી. બિલ્ડિંગનું નામ Beaumonde કહેવાય છે. એમ પણ કહેવાય છે કે આ બિલ્ડિંગમાં અભિનેત્રી દીપિકા પાદૂકોણનું પણ ઘર છે. દીપિકા આ બિલ્ડિંગના 26માં ફ્લોર પર રહે છે.

2010માં 16 કરોડમાં ખરીદ્યો હતો ફ્લેટ
દીપિકાએ આ ફ્લેટ વર્ષ 2010માં 16 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. વીનિતા ચેતન્યૈ તેના ઘરની સજાવટ કરી હતી. આ એપાર્ટમેન્ટ સિદ્ધિવિનાયક મંદિર પાસે જ છે. મળતી માહિતી મુજબ ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને 90-95 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યાં છે. ઘટનાસ્થળે ફાયર ઉપરાંત એમ્બ્યુલન્સ પણ પહોંચી છે.

— ANI (@ANI) June 13, 2018

થોડા દિવસ પહેલા જ સિંધિયા હાઉસમાં લાગી હતી આગ
અત્રે જણાવવાનું કે થોડા દિવસ પહેલા જ મુંબઈના સિંધિયા હાઉસમાં ભીષણ આગ લાગી હતી. સિંધિયા હાઉસના ત્રીજા અને ચોથા માળે આગ લાગી હતી. બિલ્ડિંગમાં જ આવકવેરા વિભાગની ઓફિસ છે. આગ લાગ્યા બાદ આ બિલ્ડિંગમાં લગભગ 4થી 5 લોકો ફસાયા હતાં. જેમને જો કે બચાવી લેવાયા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news