ભારે હૈયે નીકળી શ્રીદેવીની અંતિમ યાત્રા, લાખો ચાહકો જોડાયા

બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર આજે બપોરે મુંબઈમાં 3.30 વાગ્યે વિલે પાર્લેના સેવા સમાજ સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવશે.

 ભારે હૈયે નીકળી શ્રીદેવીની અંતિમ યાત્રા, લાખો ચાહકો જોડાયા

નવી દિલ્હી: બોલિવૂડની પહેલી મહિલા સુપરસ્ટાર શ્રીદેવીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર આજે બપોરે મુંબઈમાં 3.30 વાગ્યે વિલે પાર્લેના સેવા સમાજ સ્મશાન ભૂમિ ખાતે કરવામાં આવશે. મંગળવારે રાતે 10.30 વાગે શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ તેમના ઘરે પહોંચ્યું, જ્યાં તેમના અંતિમ દર્શન માટે બોલિવૂડની અનેક હસ્તિઓ પહોંચી હતી. અહીં સલમાન ખાન, શાહરૂખ ખાન, અજય દેવગણ, પૂનમ ઢિલ્લોન, રાજપાલ યાદવ, રાજ્યસભા સાંસદ ડૉ.સુભાષ ચંદ્રા, સહિત અનેક હસ્તીઓ શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચ્યા હતાં. શ્રીદેવીનું પાર્થિવ શરીર મુંબઈ પહોંચ્યા બાદ તેમની બંને પુત્રીઓ જ્હાનવી અને ખુશી પણ પોતાના ઘરે પહોંચી ગઈ. તેમનું ઘર મુંબઈના લોખંડવાલામાં ગ્રીન એકર્સમાં છે અને તેમનું પાર્થિવ શરીર અહીં લાવવામાં આવ્યું હતું. એરપોર્ટ પર પાર્થિવ શરીરને લેવા માટે અનિલ કપૂર પહોંચ્યા હતાં. તેમની સાથે અમર સિંહ અને અનિલ અંબાણી પણ જોવા મળ્યા હતાં.

આજે શ્રીદેવીના પાર્થિવ શરીરના અંતિમ સંસ્કાર પહેલા તેને મુંબઈના સેલીબ્રેશન ક્લબ ગાર્ડનમાં રાખવામાં આવ્યું. અહીં શ્રીદેવીના ફેન્સ અત્યારથી જ અંતિમ દર્શન કરવા માટે પહોંચી ગયા હતાં.  શ્રીદેવીના પાર્થિવ શરીરને સવારે 9.30 વાગ્યાથી બપોરે 12.30 વાગ્યા સુધી અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યું. અંતિમ દર્શન માટેનો સમય હવે પૂરો થઈ ગયા બાદ અંતિમ વિદાય આપવાની તૈયારીઓ થઈ રહી છે. અંતિમ યાત્રા બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને વિલેપાર્લેના સેવા સમાજ શ્મસાન ભૂમિ જઈને સમાપ્ત થશે.

— ANI (@ANI) February 28, 2018

રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય, તિરંગામાં લપેટાયો પાર્થિવ દેહ
શ્રીદેવીના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવેલો છે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે શ્રીદેવીને અંતિમ વિદાય પહેલા મુંબઈ પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. શ્રીદેવીને પદ્મશ્રી એવોર્ડથી નવાજમાં આવી હતી.

— ANI (@ANI) February 28, 2018

દુલ્હનની જેમ શણગાર કરાયો
શ્રીદેવીના પાર્થિવ દેહનો દુલ્હનની જેમ શણગાર કરાયો છે. શ્રીદેવીના ચહેરા પર ગજબનું તેજ જોવા મળી રહ્યું છે.

— ANI (@ANI) February 28, 2018

અંતિમ યાત્રા શરૂ

શ્રીદેવીના અંતિમ સંસ્કાર માટે પાર્થિવ દેહને મોગરાની સજાવટવાળા વાહન પર લઈ જવામાં આવી રહ્યો છે. શ્રીદેવીના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યો છે. શ્રીદેવીનો દુલ્હનની જેમ શણગાર કરવામાં આવ્યો છે.

sridevi

તસવીર-સાભાર બોલિવૂડલાઈફ.કોમ

અમૃતા સિંહ પુત્રી સારા અલી ખાન સાથે પહોંચી
સૈફ અલી ખાનની પ્રથમ પત્ની અમૃતા સિંહ અને પુત્રી સારા અલી ખાન પણ સેલીબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ પહોંચ્યાં. સારા અલી ખાન શ્રીદેવીની પુત્રી જ્હાનવી કપૂરની સારી ફ્રેન્ડ છે.

sridevi

તસવીર-સાભાર બોલિવૂડલાઈફ.કોમ

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદૂકોણ પણ શ્રીદેવીને અંતિમ વિદાય આપવા માટે સેલીબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ પહોંચી હતી.

— ANI (@ANI) February 28, 2018

રાજકીય સન્માન સાથે કરાશે અંતિમ સંસ્કાર
શ્રીદેવી પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત હતી. તેના પાર્થિવ દેહના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

તસવીર-સાભાર બોલિવૂડલાઈફ.કોમ

શાહિદ અને મીરા પણ પહોંચ્યા અંતિમ દર્શન માટે
બોલિવૂડ અભિનેતા શાહિદ કપૂર અને મીરા કપૂર પણ શ્રીદેવીના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ આપવા માટે સેલીબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ પહોંચ્યાં.

— ANI (@ANI) February 28, 2018

અંતિમ દર્શન માટે પહોંચ્યા કાજોલ, અજય દેવગણ અને જેકલીન
શ્રીદેવીના પાર્થિવ દેહને સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે રાખવામાં આવ્યો છે. આજે બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે. અભિનેત્રી કાજોલ, અભિનેતા અજય દેવગણ અને અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ પણ અંતિમ દર્શન કરવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે ત્યાં પહોંચ્યા.

— ANI (@ANI) February 28, 2018

માધુરી દીક્ષિત પણ પહોંચી સ્પોર્ટ્સ કલબ
એક સમયે આ બે અભિનેત્રીઓ એકબીજાની કટ્ટર હરિફ ગણાતી હતી. માધુરી દીક્ષિત પણ આજે શ્રીદેવીને અંતિમ વિદાય આપવા માટે તથા શ્રદ્ધાંજલિ આપવા માટે સ્પોર્ટ્સ ક્લબ પહોંચી.

— ANI (@ANI) February 28, 2018

એશ્વર્યા રાય અને હેમા માલિની પહોંચ્યા
શ્રીદેવીના અંતિમ દર્શન માટે શ્રીદેવીના પરિજનો સંજય કપૂર, અનિલ કપૂરની પુત્રી રિયા કપૂર, પુત્ર હર્ષવર્ધન કપૂર પણ સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ પહોંચ્યાં. આ સાથે જ બોલિવૂડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને દિગ્ગજ અભિનેત્રી અને સાંસદ હેમા માલિની પણ પહોંચ્યાં.

— ANI (@ANI) February 28, 2018

શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચ્યા બોલિવૂડ હસ્તીઓ
શ્રીદેવીનો પાર્થિવ દેહ જ્યાં રાખવામાં આવ્યો છે તે સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે હસ્તીઓનો જમાવડો થવા લાગ્યો છે. બોલિવૂડ અભિનેતા અનુ કપૂર અંતિમ દર્શન માટે પહોંચ્યાં. આ ઉપરાંત કોરિયોગ્રાફર અને પ્રોડ્યુસર ફરાહ ખાન, અભિનેત્રી સોનમ કપૂર પણ પોતાના મિત્ર આનંદ આહૂજા સાથે શ્રીદેવીના અંતિમ દર્શન માટે પહોંચ્યાં.

— ANI (@ANI) February 28, 2018

હસ્તીઓનો જમાવડો થવા લાગ્યો
સલમાન ખાનના નાના ભાઈ અને અભિનેતા પ્રોડ્યુસર અરબાઝ ખાન શ્રીદેવીના અંતિમ દર્શન અને શ્રદ્ધાંજલિ આપવા માટે સેલિબ્રિશન સ્પોર્ટ્સ ક્લબ પહોંચ્યાં.

— ANI (@ANI) February 28, 2018

અંતિમ દર્શન માટે પાર્થિવ શરીર સ્પોર્ટ્સ ક્લબ લાવવામાં આવ્યું

શ્રીદેવીના  પાર્થિવ શરીરને સેલિબ્રિશન સ્પોર્ટ્સ ક્લબ ખાતે લાવવામાં આવ્યું છે. અહીં શ્રીદેવીના ફેન્સ અને અન્ય લોકો તેમના અંતિમ દર્શન કરી શકશે. મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં છે. ત્યારબાદ બપોરે અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

વિલે પાર્લેમાં તેમના અંતિમ સંસ્કાર બપોરે 3.30 વાગે સમાપ્ત થશે. ન્યૂઝ એજન્સી એએનઆઈના જણાવ્યાં અનુસાર શ્મસાનમાં તેમના અંતિમ સંસ્કારની સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી હતી. સોમવારથી જ આ જગ્યાને એકદમ ચોક્ખી કરી નાખવામાં આવી હતી અને ફોગિંગ પણ થઈ ચૂકી હતી. અત્રે જણાવવાનું કે દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવીના અચાનક મોત પર અટકળોને પૂર્ણ વિરામ મૂકતા દુબઈ લોક અભિયોજક કાર્યાલયે મંગળવારે 27 માર્ચે કહ્યું કે તેમનું મોત બેહોશ થયા બાદ દુર્ઘટનાવશ ડૂબવાથી થયું અને વિસ્તૃત તપાસ બાદ તેમનું પાર્થિવ શરીર સોંપી દેવામાં આવ્યું. જેુમેરાહ અમીરાટ્સ ટાવર્સ હોટલના રૂમમાં અભિનેત્રી શ્રીદેવી મૃત હાલતમાં મળી આવ્યાં બાદ ત્રણ દિવસે પરિવારને આખરે તેમનો મૃતદેહ સોંપવામાં આવ્યો હતો.

— ANI (@ANI) February 28, 2018

શ્રીદેવીના પતિ બોની કપૂર અને સાવકા પુત્ર અર્જૂન કપૂર સહિત પરિવારના અનેક સભ્યો તેમના પાર્થિવ શરીરને લેપ લગાવવા માટે શ્મસાન ગૃહ લઈ ગયા હતાં. ત્યારબાદ તેને ભારત લાવવા માટે દુબઈ એરપોર્ટ લઈ જવાયું. મંગળવારે રાતે પાર્થિવ શરીર મુંબઈ લાવવામાં આવ્યું હતું.

અત્રે જણાવવાનું કે લીડ અભિનેત્રી તરીકે શ્રીદેવીએ 1979માં આવેલી ફિલ્મ સોલવા સાવનથી બોલિવૂડમાં પર્દાપણ કર્યુ તું. આ ફિલ્મમાં ફિલ્માવવામાં આવેલું ગીત પી કહાં... તેમની કેરિયરનું પહેલું હિન્દી ગીત હતું. ત્યારબાદ તેમને એવી ખ્યાતિ મળી કે ત્યારબાદ પાછું વળીને જોયું જ નહીં. જો કે તેમાં કોઈ શક નથી કે શ્રીદેવીને પ્રસિદ્ધિ 80ના દાયકામાં આવેલી ફિલ્મ હિમ્મતવાલા અને તોહફાથી મળી. જેણે શ્રીદેવીને એક ડાન્સર તરીકે પણ સ્થાપિત કરી. 1989માં આવેલી ફિલ્મ ચાંદનીએ તો પહેલાના તમામ રેકોર્ડ્સ તોડી નાખ્યા અને આ ફિલ્મ સુપરહીટ સાબિત થઈ હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news