બચ્ચનપરિવારમાં સાસુ-વહુ વચ્ચેની લડાઈ ચરમસીમાએ! આ તસવીર છે પાક્કો પુરાવો

ચર્ચા છે કે કોઈ સામાન્ય પરિવારની જેમ જ બચ્ચનપરિવારમાં પણ સાસુ જયા બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે મોટા ઝઘડા ચાલે છે

 બચ્ચનપરિવારમાં સાસુ-વહુ વચ્ચેની લડાઈ ચરમસીમાએ! આ તસવીર છે પાક્કો પુરાવો

મુંબઈ : બચ્ચનપરિવારની તમામ વ્યક્તિઓ સેલિબ્રિટી છે. જોકે ચર્ચા છે કે કોઈ સામાન્ય પરિવારની જેમ જ બચ્ચનપરિવારમાં પણ સાસુ જયા બચ્ચન અને પુત્રવધૂ ઐશ્વર્યા રાય બચ્ચન વચ્ચે મોટા ઝઘડા ચાલે છે. ભલે આ વાત કોઈએ સ્વીકારી ન હોય પણ એના પુરાવા એક કરતા વધારે વખત મળ્યા છે. હવે પરિવારમાં સાસુ-વહુની લડાઈ ચરમસીમાએ પહોંચી ગઈ છે એનો પાક્કો પુરાવો મળ્યો છે. હાલમાં 9 એપ્રિલના દિવસે જયા બચ્ચનનો જન્મદિવસ હતો અને તેમના સેલિબ્રેશનની તસવીરોમાં દીકરો અને દીકરી બન્ને જોવા મળ્યા પણ ક્યાંક વહુ કે પૌત્રી આરાધ્યા જોવા ન મળ્યા. 

બોલિવૂડના મહાનાયક એવા પતિ અમિતાભ બચ્ચને ઈન્સ્ટાગ્રામ પર તસવીર શેર કરી છે. આ તસવીરમાં જયા બચ્ચન સાથે અભિષેક અને શ્વેતા દેખાઈ રહ્યા છે. આ સિવાય દીકરા અભિષેક બચ્ચને મા જયા બચ્ચનની એક જૂની તસવીર શેર કરી છે. આ તસવીર સાથે અભિષેકે લખ્યું છે. “જન્મદિન મુબારક મા. તમે મારી દુનિયા છો.”

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) on

A post shared by Abhishek Bachchan (@bachchan) on

A post shared by Abhishek Bachchan (@bachchan) on

અભિષેક અને ઐશ્વર્યાની દીકરી આરાધ્યા દાદી જ઼યા બચ્ચન સાથે લગભગ ક્યારેય નથી જોવા મળી. જાહેરમાં આરાધ્યા હંમેશા તેના નાની બ્રિન્દા રાય સાથે જ જોવા મળે છે. દાદી જયા ક્યારેય આરાધ્યા સાથે જાહેરમાં નથી દેખાતી અને આરાધ્યા પણ જયાજી સાથે સમય વીતાવવાનું પસંદ નથી કરતી. એક રિપોર્ટ પ્રમાણે ઘરે પણ ઐશ્વર્યા જ આરાધ્યાનું ધ્યાન રાખે છે. તે આરાધ્યાની નાની નાની જરૂરિયાનું ધ્યાન રાખે છે. જયા બચ્ચન ક્યારેય આરાધ્યાની કોઈ બાબતમાં શામેલ નથી થતા. આ સિવાય ઐશ્વર્યાને જ્યારે પણ મદદની જરૂર પડે ત્યારે તે પોતાની માતા બ્રિન્દાને બોલાવે છે પરંતુ તે ક્યારેય પોતાની સાસુની મદદ નથી માંગતી. આ વર્ષે પણ જયા બચ્ચનના જન્મદિવસે ઐશ્વર્યા અને આરાધ્યા કોઈ કારણે હાજર ન રહ્યા અને કોઈ અન્ય કાર્યક્રમમાં વ્યસ્ત રહીને અહીં ઐશ્વર્યાએ હાજરી ન આપી.

થોડા સમય પહેલાં ઐશ્વર્યા-અભિષેક સહિત સમગ્ર બચ્ચનપરિવારે તેમની લાડલી દીકરી આરાધ્યાનો છઠ્ઠો બર્થ ડે ધામધૂમથી સેલિબ્રેટ કર્યો હતો. આ માટે બચ્ચન પરિવારે જૂહુની જે.ડબલ્યુ મેરિયટ હોટેલમાં શાનદાર બર્થડે પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટીમાં બચ્ચન સાથે ઐશ્વર્યાની માતા બ્રિન્દા રાય પણ જોવા મળી હતી. આરાધ્યાની બર્થ ડે પાર્ટી હોવા છતાંય દાદી જયા બચ્ચન, ફોઈ શ્વેતા બચ્ચન નંદા અને તેની દીકરી નવ્યા નવેલી બર્થ ડે પાર્ટીમાં આવ્યા નહોતા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news