#MeToo અંગે 11 મહિલા ડિરેક્ટર્સે લીધો મોટો નિર્ણય

#MeToo અંગે 11 મહિલા ડિરેક્ટર્સે લીધો મોટો નિર્ણય

બોલિવુડ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં #MeToo  આંદોલનમાં એક પછી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યાં છે. તેને પગલે અનેક ફેમસ નિર્માતા-નિર્દેશકો પર મહિલાઓએ અભદ્રતાના આરોપ લગાવ્યા છે. અનેક લોકોએ મોટા મોટા પ્રોજેક્ટમાંથી હાથ ધોવા પડ્યા છે. પરંતુ હવે બોલિવુડની મહિલા ડિરેક્ટર્સ તરફથી એક મોટો નિર્ણય લેવાયો છે. સોશિયલ મીડિયા પર ફેમસ ડિરેક્ટર ઝોયા અખ્તરે તમામ ફિલ્મ મેકર્સ તરફથી આ નોટ શેર કરી છે. જેમાં આવી કોઈ પણ વ્યક્તિની સાથે કામ કરવાની ના પાડી છે, જેના પર યૌન અત્યાચારના આરોપ સાચા થયા હોય.

11 ફિલ્મ મેકર્સ લીધું ડિસીઝન
આ નોટમાં લખાયું છે કે, હવે આ પ્રોડ્યુસર્સ અને ડાયરેક્ટર્સના યૌન ઉત્પીડનની પોતાની વાતો રજૂ કરનારા લોકોનું સમર્થન કરવામાં અને આરોપી સાબિત થનાર કોઈ પણ વ્યક્તિની સાથે કામ ન કરવાનો અમે નિર્ણય લીધો છે. કોંકણા સેન શર્મા, નંદિતા દાસ, મેઘના ગુલઝાર, ગૌરી શિંદે, કિરણ રાવ, રીમા કાગતી અને ઝોયા અખ્તર જેવી મહિલા ડિરેક્ટર્સ તેમાં સામેલ છે. આ 11 ડિરેક્ટર્સે #MeToo  અભિયાનને સમર્થન આપવાની પ્રતબદ્ધતા વ્યક્ત કરી છે.

ડિરેક્ટર્સ દ્વારા જાહેર કરાયેલ એક નિવેદનમાં કહેવાયું છે કે, મહિલા અને ફિલ્મ નિર્માતાઓના રૂપમાં અમે #MeToo  ઈન્ડિયા અભિયાનને અમારું સમર્થન આપવાનું નક્કી કર્યું છે. અમે એ મહિલાઓની સાથે એકજૂટ થઈને ઉભા છે, જે યૌન ઉત્પીડનના મામલાને લઈને પૂરતી ઈમાનદારીથી આગળ આવી છે. નિવેદનમાં કહ્યું કે, અમે કાર્યસ્થળમાં તમામ માટે એક સુરક્ષિત અને સમાન વાતાવરણ બનાવવામાં મદદ માટે અવેરનેસ ફેલાવવા માટે અહીં છીએ. અમે દોષિત સાબિત થનારા લોકો સાથે કામ ન કરવાનું નક્કી કર્યું છે. અમે ઉદ્યોગમાં તમામ સહકર્મચારીઓને પણ આવું કરવા આગ્રહ કરીશું.

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news