સસ્પેન્સ, ડ્રામા, થ્રિલરનો સમનવય એટલે રતનપુર ફિલ્મ...

રતનપુર ફિલ્મ એ એક IPS ઓફિસરની સત્ય ઘટના આધારિત ફિલ્મ છે.

સસ્પેન્સ, ડ્રામા, થ્રિલરનો સમનવય એટલે રતનપુર ફિલ્મ...

પાર્થ શર્મા/અમદાવાદ  : આ રતનપુર નામ એવુ છે કે ગુજરાતીઓનુ હોટ ફેવરીટ ડેસ્ટીનેશન, શનિ રવિમાં મોટાભાગના ગુજરાતીઓ આબુની ટ્રીપ મારે એ પહેલા રતનપુરનો આંટો મારી ટલ્લી થઈ જાય અને આ રાજસ્થાન બોર્ડર પરનુ ગામ એટલે લોકોને મજ્જા પડી જાય જોકે થોડા'દિ અગાઉ રતનપુર બોર્ડર પર મનુ રબારીએ ગીત લખેલુ અને જિગ્નેશ કવિરાજે ગાયેલુ ગીત "ગાડી હવે રતનપુર બોર્ડર જવાની " મને એમ કે એના સંદર્ભે કંઈક મુવિ હશે પરંતુ ના ના સહેજેય આવુ નથી તો શું છે ફિલ્મ?

રતનપુર ફિલ્મ એ એક IPS ઓફિસરની સત્ય ઘટના આધારિત ફિલ્મ છે. ફિલ્મમાં સ્ટોરી ખૂબ જ મજબુત છે,વારંવાર આવતા ટ્વીસ્ટ દર્શકોને વિચારવાનો મોકો નથી આપતાં અને જેવુ ક્યાંક વિચારવા જાય ત્યાં કુરકુરે જેવો ટેઢોમેઢો વળાંક આવી જાય છે.
રતનપુર ફિલ્મની વાર્તા દારૂ અને એક આઇપીએસ ઓફીસર સાથે વણાયેલી છે. ફિલ્મ સસ્પેંસ, ડ્રામા અને થ્રિલરથી ભરપુર છે. આઇપીએસ ઓફીસર તેની કોઠા સુઝ બુઝનાં આધારે ફિલ્મની સ્ટોરીનાં તાણા વાણા વણાયેલા છે. ફિલ્મ પહેલા ભાગમાં અને બીજા ભાગમાં જકડી રાખવાનુ કામતો કરે જ છે પરંતુ બીજાભાગમાં જે ડિટેઈલિંગ સ્ટોરી વર્ણવામાં આવી એના કરતાં જો સંક્ષિપ્તમાં વાત મૂકવામાં આવી હોત તો સારૂ. બાકી આ થ્રિલર સસપેન્સની રોલર કોસ્ટર રાઈડની જર્ની એકવાર તો અવશ્ય કરવા જેવી જ!

આ ફિલ્મનુ શૂટીંગ પણ વડોદરા પાસે આવેલા જાંબુઘોડા ખાતે  કરવામાં આવ્યુ છે ખાસ કરીને ડ્રોનથી લિધેલા શોટ્સ અદભુત છે. બુટલેગર અને પોલીસની ફાઇટિંગનાં કેટલાક સીન કોમેડી કરી જાય છે.  રાઇટર વિપુલ શર્માનાં ડિરેક્શનમાં આ ત્રીજી ફિલ્મ છે. આ અગાઉ તેઓએ ફિલ્મ દેસબુક અને લવ ઇઝ બ્લાઇન્ડ બનાવી હતી. જેમાં તેમણે હિરો તરીકે તુષાર સાધુને લોન્ચ કર્યો હતો. 

ફિલ્મમાં ક્રિકેટમાં આવતી ફ્રી હિટની જેમ એક ગીત "ઉડુ જજે" પણ છે જેમાં સુનિધી ચૌહાણે પોતાનો સ્વર તથા જતીન પ્રતિકની બેલડીને ગીત સહિત ફિલ્મમાં પણ મ્યુઝીક આપ્યુ છે અને હાં આ ફિલ્મમાં ક્યાંય અમદાવાદ નથી અને રતનપુર હોય એટલે દારૂની વાત હોય અને દારૂની વાત હોય એટલે ફિલ્મમાં સીન પણ હોવાનો જ!

તુષાર સાધુ ખરેખર IPS ઓફિસરના રોલમાં રોલો તો પાડી જ દે છે તો કુંદન ઉર્ફે વિશાલ વૈશ્ય એ બુટલેગરના પાત્રમાં મજબૂત રોલ અદા કરે છે આ સહિત હરેશ ડાગીયા જે અમરત નામના રાઈટરનો રોલ ભજવે છે તેનુ પાત્ર પણ ફિલ્મ માટે મહત્વનુ સાબિત થયુ છે ઉદય ડાંગર જય પંડ્યા સુનિલ વાઘેલા જિમ્મી નંદા,જિગર વાઘેલા અને ગેસ્ટ એપિરિયન્સમાં પ્રિયંકા તિવારી સહિત દરેકનુ કાર્ય પ્રશંસનિય છે. બાકી કોમેડી કરતાં કંઈક હટકે આપવાનો પ્રય્ત્ન કર્યો છે અને મારા જેવા થ્રિલર અને સસપેન્સ ફિલ્મો જોનારા માણસોને આ ફિલ્મ ગમશે!

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news