રોમેન્ટિક અંદાજમાં જુઓ Nawazuddin Siddiqui, રિલીઝ થયો એક્ટરનો પ્રથમ મ્યૂઝિક વીડિયો

બોલીવૂડ એક્ટર નવાઝુદીન (Nawazuddin Siddiqui) તમને ફિલ્મોમાં એક્ટિંગ કરતા હંમેશા જોયા છે. પરંતુ આ વિશે નવાઝુદ્દીન એક નવા અંદાજમાં ફેન્સની સામે આવ્યા છે. આજે એટલે કે 27 માર્ચના નવાઝુદ્દીનનો (Nawazuddin Siddiqui Music Video) પહેલો વીડિયો રિલીઝ થયો છે

રોમેન્ટિક અંદાજમાં જુઓ Nawazuddin Siddiqui, રિલીઝ થયો એક્ટરનો પ્રથમ મ્યૂઝિક વીડિયો

નવી દિલ્હી: બોલીવૂડ એક્ટર નવાઝુદીન (Nawazuddin Siddiqui) તમને ફિલ્મોમાં એક્ટિંગ કરતા હંમેશા જોયા છે. પરંતુ આ વિશે નવાઝુદ્દીન એક નવા અંદાજમાં ફેન્સની સામે આવ્યા છે. આજે એટલે કે 27 માર્ચના નવાઝુદ્દીનનો (Nawazuddin Siddiqui Music Video) પહેલો વીડિયો રિલીઝ થયો છે જેમાં તે ખુબજ રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે.

નવાઝુદ્દીનનો પહેલો મ્યૂઝિક વીડિયો
આ ગીતમાં નવાઝુદ્દીન (Nawazuddin Siddiqui) પંજાબી ગાયિકા સુનંદા શર્મા (Sunanda Sharma) સાથે જોવા મળે છે. આ ગીતનું નિર્દેશન અરવિંદર ખૈરાએ (Arvindr Khaira) કર્યું છે અને બી પ્રાક (B Praak) દ્વારા અવાજ આપ્યો છે. નવાઝુદ્દીને આ કાસ્ટ સાથે પહેલીવાર કામ કર્યું છે. આ મ્યુઝિક વીડિયોનું નામ 'રેન્સ કી જાય' છે જે દેશી મેલોડીઝના યુટ્યુબ પેજ પર રિલીઝ થયું છે.

અરવિંદર ખૈરાએ કર્યું ડાયરેક્ટ
દિગ્દર્શક અરવિંદર ખૈરા પંજાબમાં એક મહાન દિગ્દર્શક તરીકે જાણીતા છે જેમણે 'પછતાઓગે', 'ફિહલાલ', 'સોચ', 'ક્યા બાત હૈ' જેવા ઘણા મહાન સંગીત આલ્બમ્સનું નિર્દેશન કર્યું છે, તેથી સોંગ રાઇટર અને સંગીતકાર જાની અત્યારસુધી 108 થી વધુ ગીતો લખી ચૂક્યા છે અને સંગીત પણ આપ્યું છે. તાજેતરમાં તેનું ગીત 'તિતલિયા' બ્લોકબસ્ટર હિટ રહ્યું હતું, જે હાર્ડી સંધુ દ્વારા ગવાયું હતું.

નવાઝુદ્દીનની ફિલ્મ
વર્કફ્રન્ટની વાત કરીએ તો, નવાઝુદ્દીન છેલ્લી વખત ફિલ્મ 'રાત એકેલી હૈ'માં જોવા મળ્યા હતા. આ ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. હવે નવાઝુદ્દીન લખનઉમાં 'જોગીરા સારા રા રા'ના શૂટિંગમાં વ્યસ્ત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news