Video : જ્યારે ઇશાન ખટ્ટરને ડિરેક્ટરે ધકેલી દીધો સાંપથી ભરેલા તળાવમાં

ફિલ્મ 'ધડક'ના ગીતો લોકપ્રિય થઈ રહ્યા છે

Video : જ્યારે ઇશાન ખટ્ટરને ડિરેક્ટરે ધકેલી દીધો સાંપથી ભરેલા તળાવમાં

નવી દિલ્હી : ફિલ્મ 'ધડક'ના ગીતો લોકપ્રિય થઈ રહ્યા છે. હાલમાં આ ફિલ્મનું ગીત 'પહલી બાર..' રિલીઝ થયું છે જેમાં ઇશાન એક તળાવમાં કૂદતો દેકાઈ રહ્યો છે. હકીકતમાં ઇશાને જ્યારે આ તળાવમાં કૂદકો માર્યો ત્યારે તેને ખબર નહોતી કે એમાં એક-બે નહીં પણ અનેક સાપ હતા. હાલમાં ફિલ્મની ટીમે એક વીડિયો જાહેર કર્યો છે  જેમાં ઇશાન, જાન્હવી અને ડિરેક્ટર શશાંક ખેતાન છે. આ વીડિયોમાં જ ડિરેક્ટરે ઇશાનને જણાવ્યું કે હકીકતમાં આ તળાવમાં ઢગલાબંધ સાપ હતા. આ જાણીને ઇશાન અને જાન્હવીને ભારે આંચકો લાગ્યો હતો. 

જાન્હવી કપૂર અને ઇશાન ખટ્ટરની ફિલ્મ ‘ધડક’નું નવું ગીત ‘પહેલી બાર’ રિલીઝ થઈ ગયું છે. આ ગીતમાં ઇશાન અને જાન્હવી વચ્ચે પાંગરી રહેલા પ્રેમને ખૂબસુરતીથી દેખાડવામાં આવ્યો છે. આ ગીત ફિલ્મની રોમેન્ટિક સ્ટોરીને અનુરૂપ છે. આ ગીતનું સંગીત આપ્યં છે અજય-અતુલની જોડીએ અને શબ્દોથી સજાવ્યું છે ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્યએ. આ ગીતને અતુલ ગોગાવલેએ ગાયું છે. 'ધડક' એ મરાઠી સુપરહીટ ફિલ્મ 'સૈરાટ'ની સત્તાવાર રિમેક છે.  ફિલ્મમાં શાહિદ કપૂરના ભાઈ ઇશાને પોતાની એક્ટિંગથી બધાનું ધ્યાન ખેંચ્યું છે તો જ્હાન્વી પણ તાજી હવાની લહેર જેવી લાગે છે

'ધડક' એ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને બનાવેલી છે અને 20 જુલાઈ, 2018ના દિવસે રિલીઝ થવાની છે. પહેલાં આ ફિલ્મ 6 જુલાઈએ રિલીઝ થવાની હતી. આ ફિલ્મમાં જહાન્વી અને ઇશાન સિવાય આશુતોષ રાણાનો પણ દમદાર રોલ છે

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news