Video : 'મણિકર્ણિકા'નું પહેલું ગીત 'વિજયી ભવ' થયું રિલીઝ, જોશથી ઉભા થઈ જશે રૂંવાડા

આ ગીતમાં કંગના અલગ જ અંદાજમાં જોવા મળી રહી છે

Video : 'મણિકર્ણિકા'નું પહેલું ગીત 'વિજયી ભવ' થયું રિલીઝ, જોશથી ઉભા થઈ જશે રૂંવાડા

મુંબઈ : ગણતરીના દિવસોમાં કંગના રનૌતની ચર્ચાસ્પદ 'મણિકર્ણિકા' ટૂંક સમયમાં રિલીઝ થવાની છે. હાલમાં આ ફિલ્મનું પહેલું ગીત 'વિજયી ભવ' શાહી અંદાજમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. આ લોન્ચિંગ દરમિયાન કંગના રનૌત, પ્રસુન જોશી તેમજ શંકર-અહેસાન-લોય હાજર હતા. આ ગીત દેશભક્તિથી ભરપુર છે અને એ સાંભળીને જોશથી રૂંવાડા ઉભા થઈ જશે. 

આ ગીતમાં કંગના રનૌત એટલે કે રાણી લક્ષ્મીબાઈ આકર્ષણનું કેન્દ્ર છે. તે અંગ્રેજો સામે બહાદુરીપૂર્વક લડતી જોવા મળી રહી છે. આ ગીતમાં અંકિત લોખંડેની હાજરી પણ ધ્યાન ખેંચી રહી છે. ગીતમાં જાણીતા એક્ટર ડેની પણ દેખાય છે. આ ગીતને શંકર મહાદેવને ગાયું છે અને ગીતને ગીતકાર પ્રસુન જોશીએ લખ્યું છે. 

બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી'ની સ્ટોરી ભારતની આઝાદીની પ્રથમ લડાઈની કહાની છે, જે 1857માં લડાઈ હતી. રાની લક્ષ્મીબાઈનું દમદાર પાત્ર કંગના રણોત ભજવી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન રાધા કૃષ્ણ જગરલમૂડીએ કર્યું છે. દેશની આઝાદીની લડાઈમાં 'ઝાંસી કી રાની'નું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. એવું કહેવાય છે કે, તેમની આંખોમાંથી ક્રાંતિ અને બળવાની આગ વરસતી જોવા મળતી હતી. આ ફિલ્મમાં ડેનીનો પણ ખાસ રોલ છે. તેઓ ગૌસ બાબાનો રોલ કરી  રહ્યા છે. ગુલામ ગૌસ ભારતીય સ્વતંત્રતા સેનાની હતા જે ખટ્ટર ખાન પરિવાર સાથે સંકળાયેલા હતા. તેઓ રાની લક્ષ્મીબાઈના સેનાપતિ હતા અને લક્ષ્મીબાઇ તેમને પ્રેમથી ગૌસ બાબા કહીને બોલાવતી હતી. આ સાથે તેઓ રાણી લક્ષ્મીબાઈના એડવાઇઝર પણ હતા. 

ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર બનેલી મેગા બજેટ ફિલ્મ 'મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી' આગામી 25 જાન્યુઆરીના રોજ હિન્દી અને તેલુગુ ભાષામાં એકસાથે રીલિઝ કરવામાં આવનારી છે. આ ફિલ્મમાં અતુલ કુલકર્ણી, જિશુ સેનગુપ્તા, સુરેશ ઓબેરોય, ડેની અને અંકિતા લોખંડે પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news