Video: 'રાઝી'ના નવા ગીત 'દિલબરો'માં ઝળક્યો બાપ-દીકરીનો ખૂબસુરત સંબંધ

બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને એક્ટર વિક્કી કૌશલની ફિલ્મ 'રાઝી' મે મહિનામાં રિલીઝ થવાની છે

Video: 'રાઝી'ના નવા ગીત 'દિલબરો'માં ઝળક્યો બાપ-દીકરીનો ખૂબસુરત સંબંધ

મુંબઈ : બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને એક્ટર વિક્કી કૌશલની ફિલ્મ 'રાઝી' મે મહિનામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ગત કેટલાક સમયથી ચર્ચામાં છે. આ ફિલ્મમાં આલિયા ઘણી ભૂમિકાઓમાં જોવા મળી રહી છે અને આ બધી ભૂમિકાઓને એક વ્યક્તિ તરીકે ભજવતાં જોવી ખૂબ રસપ્રદ રહેશે. જોકે આ ફિલ્મમાં આલિયા એક પુત્રી, પત્ની અને જાસૂસ તરીકે જોવા મળશે. જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શન્સની અપકમિંગ થ્રિલર ફિલ્મ ‘રાઝી’નું લેટેસ્ટ ગીત સામે આવ્યું હતું. આ ગીતનું ટાઈટલ ‘દિલબરો’ છે અને આ ગીતમાં બાપ અને દીકરીનો ખૂબસુરત સંબંધ હાઇલાઇટ થયો છે. 

આ ગીત આલિયા ભટ્ટ તેમજ વિક્કી કૌશલના લગ્નના પ્રસંગે ફિલ્માવામાં આ્વ્યું છે. આ ગીતની શરૂઆતમાં કાશ્મીરી બોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે એને અલગ ફ્લેવર આપે છે. આલિયાની રિયલ માતા સોની રાઝદાને આ ફિલ્મમાં તેની માતાનો રોલ કર્યો છે. ફિલ્મનું નિર્માણ ધર્મા પ્રોડક્શન અને જંગલી પિક્ચરના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ગીતના શબ્દો ગુલઝારે લખ્યા છે જેનો જાદુ સ્પષ્ટ નજરે ચડી રહ્યો છે. 

આ ફિલ્મની કહાણી 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનાર યુદ્ધ પર આધારિત છે. ફિલ્મની કહાણી હરિંદર સિક્કાના ઉપન્યાસ કોલિંગ સહમત પર આધારિત છે અને ફિલ્મની કહાણી રિયલ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં આલિયા એક કાશ્મીરી છોકરી 'સહમત'નું પાત્ર ભજવશે જેના લગ્ન પાકિસ્તાની સેનાના અધિકાર સાથે થાય છે. વિક્કી રાઝીમાં એક પાકિસ્તાની સેના અધિકારીની ભૂમિકામાં છે. ટ્રેલરની શરૂઆતમાં આલિયા એક સીધી સાદી સામાન્ય છોકરીની માફક નજરે પડે છે પરંતુ ધીરે ધીરે તેની જીંદગીમાં ફેરફાર આવે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news