B'day: જ્યારે સુંદર બાલા પર ફિદા થઇ ગયા હતા રામગોપાલ વર્મા, આ ફિલ્મ આપ્યો હતો રોલ

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 2012માં બોલીવુડના જાણિતા ડાયરેક્ટર રામગોપાલ વર્મા, સાઉથની આ અભિનેત્રી પર ફિદા થઇ ગયા હતા. તેમણે પોતાની ફિલ્મ 'ડિપાર્ટમેન્ટ'માં મધુ શાલિનીને રોલ પણ આપ્યો હતો.

B'day: જ્યારે સુંદર બાલા પર ફિદા થઇ ગયા હતા રામગોપાલ વર્મા, આ ફિલ્મ આપ્યો હતો રોલ

નવી દિલ્હી: એક્ટ્રેસ મધુ શાલિની (Madhu Shalini) આજે પોતાનો જન્મ દિવસ ઉજવી રહી છે. મધુ શાલિનીનો જન્મ 21 જુલાઇ 1989ના રોજ હૈદ્વાબાદ, તેલંગાણામાં થયો હતો. મધુના પિતા હમીદ એક બિઝનેસમેન છે, તો બીજી તરફ માતા એક વકીલ અને સાથે એક ક્લાસિકલ ડાન્સર છે. મધુ શાલિની એક ફિલ્મ એક્ટ્રેસ તથા મોડલ છે. મધુ ખાસકરીને તેલુગૂ સિનેમામાં સક્રિય છે,

સાથે જ કન્નડ અને તમિલ ફિલ્મોમાં પણ જોવા મળી છે. મધુ માલિનીએ પોતાના કેરિયરની શરૂઆત ટીવીથી કરી હતી, ત્યારબાદ તેમણે ફિલ્મી દુનિયામાં ડેબ્યૂ વર્ષ 2005માં તેલુગૂ સિનેમાથી કર્યું. તે અત્યાર સુધી ઘણી અગણિત ફિલ્મોમાં અભિનય કરી ચૂકી છે. 'અન્કુશમ', 'પોગા', 'ગોદાચારી' જેવી ફિલ્મો સામેલ છે.  

A post shared by Madhu Shalini (@iammadhushalini) on

મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો વર્ષ 2012માં બોલીવુડના જાણિતા ડાયરેક્ટર રામગોપાલ વર્મા, સાઉથની આ અભિનેત્રી પર ફિદા થઇ ગયા હતા. તેમણે પોતાની ફિલ્મ 'ડિપાર્ટમેન્ટ'માં મધુ શાલિનીને રોલ પણ આપ્યો હતો. તમને જણાવી દઇએ કે આ ફિલ્મ 'ડિપાર્ટમેન્ટ'માં અમિતાભ બચ્ચન, સંજય દત્ત, રાણા દગ્ગુબત્તી જેવા કલાકારોએ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Go on..... I’m listening..

A post shared by Madhu Shalini (@iammadhushalini) on

તમને જણાવી દઇએ કે 'ડિપાર્ટમેન્ટ' મધુની પહેલી અને છેલ્લી હિંદી ફિલ્મ હતી. ત્યારબાદ તે બોલીવુડથી ગાયબ થઇ ગઇ. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news