આદિપુરુષ બાદ OMG 2 ના આ સીન અને ડાયલોગ પર ભડક્યા લોકો, સેંસર બોર્ડે ફિલ્મની રિલીઝ પર લગાવી રોક

OMG 2: આદિપુરુષ ફિલ્મને લઈને લોકોની ભાવના આહત થઈ હતી. ત્યારે આ ફિલ્મને લઈને લોકોમાં વિરોધ અને નારાજગી સામે ન આવે તે માટે સેંસર બોર્ડે આ નિર્ણય લીધો છે. કારણ કે આ ફિલ્મનો વિષય પણ ભગવાન સાથે સંબંધિત છે. તેથી સેંસર બોર્ડ આ વખતે કોઈ ચાન્સ લેવા માંગતું નથી.

આદિપુરુષ બાદ OMG 2 ના આ સીન અને ડાયલોગ પર ભડક્યા લોકો, સેંસર બોર્ડે ફિલ્મની રિલીઝ પર લગાવી રોક

OMG 2: અક્ષય કુમારની ફિલ્મ ઓએમજી ટુ નું ટીઝર રિલીઝ થયું છે અને આ ફિલ્મને લઈને પણ વિવાદ શરૂ થઈ ગયો છે. ફિલ્મમાં અક્ષય કુમાર ભોળાનાથનો રોલ અને પંકજ ત્રિપાઠી એક આસ્તિક ભક્તોનો રોલ નિભાવતા જોવા મળે છે. જો કે આ ફિલ્મના ટીઝરમાં દેખાડેલા કેટલાક સીન અને ફિલ્મના ડાયલોગને લઈને લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકો આ સીનને ડાયલોગને હટાવવાની માંગ પણ કરી રહ્યા છે. ટીઝર રિલીઝ થયા પછી ફિલ્મને લઈને જે વિવાદ શરૂ થયો છે તેને લઈને સેન્સર બોર્ડે હાલ ફિલ્મની રીલીઝ પર રોક લગાવી દીધી છે. સાથે જ ફિલ્મને રીવ્યુ માટે મોકલવામાં આવી છે.

આ સીન સામે લોકોનો વિરોધ

આ પણ વાંચો:

ફિલ્મના ટીઝરમાં એક સીનમાં દેખાડવામાં આવે છે કે ભોળાનાથના સ્વરૂપમાં અક્ષય કુમારનો અભિષેક રેલવેના પાણીથી થઈ રહ્યો છે. આ સીનને લઈને લોકોમાં વિરોધ છે. આ સિવાય કેટલાક ડાયલોગ ને લઈને પણ લોકોએ નારાજગી વ્યક્ત કરી છે. લોકોનો વિરોધ જોઈને હાલ ફિલ્મની રિલીઝ પર રોક લગાવી દેવામાં આવી છે. સાથે-સાથ ફિલ્મને રીવ્યુ કમિટી પાસે મોકલવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર આદિપુરુષ ફિલ્મને લઈને લોકોની ભાવના આહત થઈ હતી. ત્યારે આ ફિલ્મને લઈને લોકોમાં વિરોધ અને નારાજગી સામે ન આવે તે માટે સેંસર બોર્ડે આ નિર્ણય લીધો છે. કારણ કે આ ફિલ્મનો વિષય પણ ભગવાન સાથે સંબંધિત છે. તેથી આ ફિલ્મને લઈને સેન્સર બોર્ડ રીવ્યુ માં પણ ખાસ ધ્યાન આપશે. જેથી આદિપુરુષ ફિલ્મ જેવી સ્થિતિ OMG 2 માં ન સર્જાય.

જોકે OMG 2 ના કયા ડાયલોગ ને લઈને લોકોમાં વિરોધ છે તે તો સામે નથી આવ્યું પરંતુ સોશિયલ મીડિયા પર ફિલ્મના આ સીનને લઈને ખૂબ જ વિરોધ થઈ રહ્યો છે. આ સીનને લઈને લોકોમાં નારાજગી એટલા માટે છે કે ટ્રેનમાં પાણીથી અક્ષય કુમારનો અભિષેક થાય છે. લોકોએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે અક્ષય કુમાર ટ્રેનના ગંદા પાણીથી મહાદેવનો અભિષેક કરી રહ્યા છે. 

અન્ય એક યુઝરે લખ્યું છે કે જો ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવ તરીકે જોવા મળશે તો ફિલ્મમાંથી આસીનને હટાવી દેવામાં આવે છે જેમાં રેલવેના પાણીથી મહાદેવનો અભિષેક થતો જોવા મળે છે. અન્ય એક યુઝરે લખ્યું છે કે તેઓ અક્ષય કુમારના પ્રસંશક છે પરંતુ તેઓ એવું કંઈ ન કરે જેથી સનાતન ધર્મના લોકોને ધાર્મિક ભાવના આહત થાય.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news